- યુથ કોંગ્રેસ દ્વારા ફાનસ,મીણબત્તી સાથે આંધળા બનેલ તંત્રની આંખો ખોલવા કરાયો વિરોધ
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા ગડખોલ ઓવરબ્રિજ પર લાઈટની પૂરતી વ્યવસ્થા અન્ય ટ્રાફિક નિયમનની યોગ્ય સગવડો કરવા તેમજ ટોલ ટેક્સ બચાવવા ભારે માલવાહક વાહનો તેમજ ખાનગી બસો કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે? તેની યોગ્ય તપાસની માંગ સાથે ફાનસ અને મીણબત્તી લઇ આંધળા તંત્રની આંખો ખોલવાના પ્રયાસરૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનૂગા, સ્પંદન પટેલ, શૈલેશમોદી, ઇકબાલભાઈ ગોરી, હેમંત પટેલ, મુકેશ વસાવા, કાર્તિક પટેલ, ઈમ્તિયાઝ બાણવા, અરુણ વસાવા, અર્જુન વસાવા, વિનય વસાવા, સિકંદર કડીવાલા તેમજ બહોળી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન બ્રિજ પરથી પસાર થનારા રાહદારીઓએ પણ વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું હતું. જો આ મુદ્દે તંત્ર દ્વારા ૧૦ દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો યુથ કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનૂગા દ્વારા ઉગ્ર આંદોલન કરી ચક્કાજામની ચીમકી પણ ઉચ્ચારી હતી.