રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત કલાકુંભ 2021માં શ્રી ગટ્ટુ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જેમાં ભરૂચ જિલ્લા કક્ષાએ નિબંધ સ્પર્ધામાં શાળાની ધોરણ ૮- અ ની વિદ્યાર્થીની કુમારી દિયા દેવરાય પ્રથમ ક્રમ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે. શાળાનો પ્રાચીન ગરબો જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા રહ્યો છે. શાળાના ધોરણ ૬ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ની કુમારી રચના રાજપૂત દ્વિતીય ક્રમે વિજેતા રહ્યા છે. શાળાના આચાર્ય વિભાગીય વડા અને ગુરુજનો અને તમામ તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવ્યા છે વિજેતા વિદ્યાર્થીઓ હવે જોન લેવલમાં ભાગ લેશે તેમને ત્યાં પણ શ્રેષ્ઠ દેખાવ કરવા માટે શુભેચ્છા પાઠવેલ છે.