ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના તરફથી જીલ્લામાં કેમીકલ ચોરીઓ અટકાવવા માટે સુચના કરેલ હોય જે અંતર્ગત ઇન્ચા.મદદનીશ પોલીસ અધિક્ષક જંબુસર વિભાગ, જંબુસરના માર્ગદર્શન મુજબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાગરા પોલીસ મથકની સુચના આધારે વાગરા પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળેલ કે, સાચણ ગામે રહેતો હસમુખભાઇ ધનજીભાઇ પ્રજાપતીનાનો કંપનીઓમાં પ્લાન્ટની પ્રોસેસ માટે વપરાતા કાળા કલરના કેટાલીસ્ટ પાવડર જે ખુબજ મોંઘો હોય છે તે ચોરી કરી લાવી પોતાના ઘરે સંતાડેલ છે.
જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ ઝડતી તપાસ કરતા હસમુખભાઇ ધનજીભાઇ પ્રજાપતીના ઘરમાંથી એક સફેદ કલરની પ્લાસ્ટીકની થેલીમાંથી બે પ્લાસ્ટીકના પાઉચમાં ભરેલ આશરે ૧ કિલો ૮૦૦ ગ્રામ જેટલો કાળા કલરનો કેટાલિસ્ટ પાવડર મળી આવ્યો હતો.
જેથી પોલીસ ટીમે હસમુખભાઇ ધનજીભાઇ પ્રજાપતીને પકડી તેની પુછપરછ દરમ્યાન અન્ય આરોપી દિપકભાઇ દલપતભાઇ રાઠોડ ઉ.વ.૨૩ હાલ રહે,વાવ નવીનગરી તા.વાગરા જી.ભરૂચ મુળ રહે,સાચણ તા.વાગરા જી.ભરૂચનો દહેજ વાવ ખાતે આવેલ કન્વર્ઝન્સ કેમીકલ કંપનીના સ્ટોરરૂમમાંથી ચોરી કરીને લાવેલાની હકીકત જણાવી હતી. પોલીસ ટીમે આ આરોપીઓ પાસેથી મળી આવેલ કાળા કલરના કેટાલીસ્ટ પાવડરની આશરે ૧ કિલો ૮૦૦ ગ્રામ જેની આશરે કિ.રૂ.૧,૮૦,૦૦૦/- તથા મોબાઇલ નં.ર જેની આશરે કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૯૦,૦૦૦/- જ્પ્ત કરી આરોપીઓ વિરૂધ ગુનોનોંધી વધુ તપાસ અર્થે કાર્યવાહી હાથ ધરી છે.