લતા મંગેશકરનું 92 વર્ષની વયે અવસાન થયું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા 28 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. આ દરમિયાન તેમને ઘણી વખત જનરલ વોર્ડ અને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. તાજેતરમાં જ તેમને આઈસીયુમાંથી શિફ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે સવારથી તેમની તબિયત બગડવા લાગી હતી અને તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા.
લતા મંગેશકર કોરોનાથી સંક્રમિત થયા બાદ અને ન્યુમોનિયા થયા બાદ 8 જાન્યુઆરીએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરની સારવાર કરી રહેલ પ્રતિત સમધાની અને તેમની ટીમ સ્વરા કોકિલાની તબિયત પર સતત નજર રાખી રહ્યા હતા, અને સતત તેમની સારવારમાં વ્યસ્ત હતા
ભારતીય સિનેમાના મહાન પ્લેબેક ગાયકોમાંના એક તરીકે, લતા મંગેશકરે 1942માં 13 વર્ષની વયે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેમણે વિવિધ ભારતીય ભાષાઓમાં 30,000 થી વધુ ગીતો ગાયા છે. સાત દાયકાથી વધુની તેમની કારકિર્દીમાં, તેણે ‘અજીબ દાસ્તાં હૈ યે’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘નીલા આસમાન સો ગયા’ અને ‘તેરે લિયે’ જેવા ઘણા યાદગાર ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.