The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

સાંપ્રત પ્રવાહમાં જંબુસર પંથકમાંથી અદ્રશ્ય થયેલું ગામડાના ઘરેણું સમાન બળદગાડું

જંબુસર તાલુકાની કૃષિક્ષેત્રમાં દીર્ધકાલીન સમયથી હળ અને બળદો થી ખેતી થતી હતી પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે વિવિધ ક્ષેત્રોમાં થયેલા વિકાસ પરિવર્તનની અસર કૃષિ ક્ષેત્રે પણ ઘણી રીતે જોવાય રહી છે જૂની પુરાણી બળદ આધારિત ખેતી પદ્ધતિ એ આજે વિદાય લીધી હોય એવું જણાઈ રહ્યું છે કૃષિપ્રધાન ગામડા ની ઓળખ સમી અસલિયત બળદગાડા અને હળે જોતરેલા  સાંથરડા આજે અદ્રશ્ય થઈ ગયા છે.બળદ આધારિત ખેતી ભુલાઈ ગઈ છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ભરૂચ જિલ્લાના ગામડાઓમાં અને વળી તેમાંય જંબુસર –  આમોદ અને વાગરા તાલુકાને લાગે વળગે છે ત્યાં સુધી અહીં ગામે ગામ ૫૦ કે ૧૦૦ સાંથરડા અને બળદગાડા હતા.

સવાર પડયે અને નમતી સાંજે ગામની ભાગોળે હારબંધ બળદગાડા અને સાંથરડાનું ટ્રાફિક જોવા મળતું. ગામડાના શેરી માર્ગ ઉપર વસેલા ખેડૂતોની મહિલાઓ તો સાંજના સમયે ખેતરમાંથી પાછા ફરેલા બળદોની કોટે બાંધેલા ઘુઘરા ઘુઘરીના રણકાર પરથી ઘરે બેઠા જ પોતાના બળદ કે સાંથરડુ ઘરે આવી રહ્યું છે એવા ચોક્કસ અંદાજો માંડતા. પરંતુ આજે ગામડાની આ વિરાસત ભુસાય ચૂકી છે આજે ગામડામાં ગણ્યાગાંઠ્યા માંડ બે પાંચ બળદગાડા કે સાંથરડા જોવા મળી રહ્યા છ. બળદોની જગ્યાએ ઝડપી ખેતી ખેડે અને વાવેતર કરતા ટ્રેક્ટરો અને જમીન ખેડવા માટે કલ્ટ્રી , ડીસ , દાંતી , ફેણા , રોટાવેટર તેમજ વાવણીની વ્યવસ્થાથી ખેતીવાડીમાં સુગમતા સાથે ઝડપ આવી છે. જેના કારણે બળદોની સંખ્યા ઘટી છે આજના સમયમાં ધરતી ઉપર સતત વરસાદમાં ઉગી નીકળતા અડાબીજ ઘાસ ને કારણે દેશી હળ પદ્ધતિથી તેને દૂર કરવાનું ખૂબ જ મુશ્કેલ બન્યું છે ત્યારે ટ્રેક્ટર તે સામે એક સફળ અને જરૂરી વિકલ્પ બચ્યો છે.

કૃષિપ્રધાન ભારતીય સંસ્કૃતિમાં કૃષિનું આગવું મહત્વ રહ્યું છે. દેશની 64% માનવ વસ્તી નો પ્રાણાધાર કૃષિક્ષેત્ર જ છે. ગત છેલ્લા બે દાયકાથી કૃષિ જગત માં યાંત્રીકરણ નો પ્રભાવ વિસ્તાર્યો છે જોકે આ બાબત આવકાર્ય છે પરંતુ બળદ આધારિત પૌરાણિક ખેતી પણ એટલી જ અગત્યની છે પરંતુ ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ગામડે ગામડે કિસાનોના ઘરે બળદો બાંધવાના કોઢ અને ખીલા ઉપરથી બળદો અદ્રશ્ય થઈ ગયેલા જણાય છે અને આંગળીના વેઢે ગણી શકાય તેટલા બળદ જોવાય છે ખેતરે ખેતરે બળદોની જગ્યાએ ટ્રેક્ટરો જોવાય રહ્યા છે . જેમ કૃષિક્ષેત્રમાંથી બળદ અને સાથરડાને વિદાય આપી છે તેવી જ રીતે જંબુસર તાલુકાની ખેતી ક્ષેત્રમાંથી બાજરી , ડાંગર , કોદરા , તલ અને જુવારના પાકનો પણ નાભિશ્ર્વાસ ચાલી રહ્યો છે . દીર્ધકાલીન સમયથી જમીન વેઢારી – વેઢારીને બળદો વાજ આવી ગયા હતા અને વિજ્ઞાન તેમની વહારે આવ્યું ને ટ્રેક્ટર જેવું સાધન ખેતીમાં આવતાં બળદોની કાંધેથી આજે

ધુંસરી ઉતરી જતા મૂંગા પશુધનને રાહત થવા પામી છે પરંતુ બળદ આધારિત ખેતી પંચામૃત સમાન છે ખેતીમાં ઝડપ લાવવા યાંત્રિક સાધનો ભલે વપરાય પણ સાથે બળદગાડા અને સાથરડાની પરંપરા યથારૂપ જળવાઈ રહે તો ગૌ માતાની કૂખ ઉજ્જવળ બનશે .સજીવ ખેતીનો આસ્વાદ્ય માણી શકાશે ,સંસ્કૃતિ જીવંત રહેશે.

”  એકવાર ખાવું અને ત્રણ વાર નહાવું ,

નંદી એ કરેલી ગફલત નો ભાર ઉત્યૉ.  “

કહે છે કે સૃષ્ટિના માનવોએ કેટલી વાર ખાવું ને

કેટલીવાર નહાવું ની મૂંઝવણ માં થી મુક્ત થવા નંદી

( બળદ ) દ્વારા પ્રભુ પાસેથી ખુલાસો મંગાવ્યો કહો કે પ્રાર્થના કરી ત્યારે પ્રભુએ સૃષ્ટિના માણસોને  “એક વાર ખાવું અને ત્રણ વાર નહાવું ” એવો સંદેશો નંદી મારફતે મોકલાવ્યો નંદી આ સંદેશો બરાબર યાદ રહે તેથી ગોખતાં –  ગોખતાં સૃષ્ટિના માણસો પાસે ગયો ત્યાં એક વાર ખાવું અને ત્રણ વાર નહાવું ને બદલે ” “ત્રણ વાર ખાવું ને એક વાર નાહવું, પ્રભુ નો સંદેશ ઉલ્ટાઇ ગયો. તેથી કહેવાય છે કે મનુષ્યના ત્રણ વાર ખાવાનું પોષણ કરવા બળદને શિક્ષા રૂપે ઉતાર્યો. અને તેના પ્રાયશ્ચિત્ત રૂપે કહો કે બળદોએ અત્યાર સુધી ધરતી ખેડી માનવનું ભરણ પોષણ કર્યું સાંપ્રત માં જાણે કે આ તેની સજા પૂરી થઈ હોય તે હવે ધરતી ખેડવામાં થી મુક્ત થયો છે.

  • સંજય પટેલ, ન્યુઝલાઇન, જંબુસર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!