ભરૂચ જીલ્લા વિસ્તારમાં કોપર ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ અધિક્ષક ભરૂચની સુચના અને માર્ગદર્શન આધારે પોલીસે પોતાની ટીમને કાર્યરત કરતા એસ.ઓ.જી.ટીમના પોલીસ માણસો એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અંગે દહેજ મરીન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એસ.ઓ.જી. ટીમને મળેલ બાતમી આધારે દહેજ મરીન પોલીસ સ્ટેશનના ગુનાના કામે આરોપી અનિલભાઈ ઈશ્વરભાઈ રાઠોડ રહે.દહેજ બોરડી ફળીયુ તા.વાગરા જી.ભરૂચનો છેલ્લા દશેક માસથી બિરલા કોપર કંપનીના ચોરીના ગુનામાં નાસતો-ફરતો હતો. તેની સચોટ માહીતી મેળવી આરોપીને દહેજ બિરલા જતા રોડ ઉપર ગોલ્ડન સ્કવેર ખાતે વોચમાં રહી ઝડપી પાડેલ હોય જેને આજરોજ તા.૨૮/૦૧/૨૦૨૨ ના રોજ હસ્તગત કરી અને આગળની કાયદેસર કાર્યવાહી થવા સારૂ દહેજ મરીન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.