તા.૧૮/૦૧/૨૦૨૨ ના રોજ “૧૮૧” મહિલા હેલ્પલાઇન દ્વારા રાત્રે ઝાડેશ્વર ચોકડીથી અરજદાર બહેનને રેસ્ક્યુ કર્યા બાદ જીલ્લા મહિલા અને બાળ અધિકારી અને જીલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષક અધિકારી ના માગૅદશૅન હેઠળ તેમજ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર, ભરૂચને રિફર કરતાં બહેનનું OSC ની ટીમ દ્વારા વારંવાર કાઉન્સેલિંગ કરતાં બહેને પોતે U.P. ના ફતેપુરા ના હોવાનું જણાવતા હતા.તેથી ફતેપુરા OSC નો સંપકૅ કરીને બહેનના વાલી વારસ વિશે તપાસ કરાવેલ પરંતુ ત્યાંથી કોઈ માહિતી મળેલ નહીં. તેથી સદર કેસમાં OSC ની ટીમ દ્વારા બહેન બાબતે A – ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ.
ત્યારબાદ મહિલા અને બાળ અધિકાર શ્રીમતિ હસીનાબેનના માગૅદશૅનથી તથા સેવા યજ્ઞ સમિતિની મદદથી કેન્દ્ર સંચાલક શ્રીમતી જાહ્નવીબેન અને મલ્ટી પરપઝ વકૅર શ્રીમતી પ્રિયંકાબેન દ્વારા બહેનને માનવ સેવા ટ્રસ્ટ, સુરત ખાતે આશ્રય તથા વધુ સારસંભાળ માટે રિફર કરેલ. સેન્ટર દ્વારા મહિલાને તબીબી સહાય, પરામર્શ, વિડીયો કોન્ફરન્સ, અને આશ્રય સેવા આપવામાં પણ આવી હતી.