ભારતની આઝાદીના ૭૫ વષ પૂર્ણ થતા દેશ પ્રત્યેની મહત્વકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા દેશવાસીઓનાં આઝાદીનાં બલીદાનને ઉજાગર કરવા “આઝાદીકા અમૃત મહોત્સવ” પુરા વર્ષ દરમ્યાન ઉજવવાનું સુચવેલ સૂચનને ધ્યાનમાં રાખી આ સંસ્થા દ્વારા યોજેલ ૨૭ કાર્યક્રમો બાદ આજરોજ રાષ્ટ્રિય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી.
સમાજનાં જનસમુદાયમાં મતદાન આપણો અધિકાર છે. સમાજનાં દરેક મતદાન લાયક મહિલા, પુરૂષોએ અવશ્ય મતદાન કરવું જોઇએ તેવો અભિગમ દાખવવાની નેમ સાથે આજે મતદાતા દિવસની ઉજવણી જે.એસ.એસના મધ્યસ્થ ખંડ ખાતે કરવામાં આવી હતી.
કાર્યક્રમની શુભ શરૂઆત જે.એસ.એસની તાલીમાર્થી બહેનો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી.ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત સ્ટાફગણ દ્વારા કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચન આપતા નિયામક ઝયનુલ સૈયદે આ સંસ્થામાં ચાલતી કૌશલ્ય લક્ષી તાલીમ દ્વારા થનાર પ્લેસમેન્ટ ધ્વારા સામાન્ય લોકોને લાભાન્વીત કરવામાં આવે છે.
“ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ સુગમ અને સહભાગી બનાવીએ” એ થીમ સાથે ગીતાબેન સોલંકી, ક્રિષ્ણાબેન કઠોલીયા, શિતલબેન ભરૂચા દ્વારા કવીઝ કોમ્પીટીશન રાખવામાં આવી, જેમાં સાચો જવાબ રજુ કરનાર સ્પધકોને ઇનામ અર્પણ કરાયા હતા. ત્યારબાદ અચૂક મતદાન અંગે સૌ હાજર જનોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સ્થાનીક કાર્યક્રમ પૂણ થયા બાદ ગુજરાત નિવાંચન આયોગ ગાંધીનગર દ્વારા આયોજીત વરચ્યુઅલ કાયક્રમનું જીવંત પ્રસારણ રજુ કરેલ તે નિહાળી બુથ કક્ષાએ, જિલ્લાકક્ષાએ અને રાજય કક્ષાએ મતદારોની શું શું ફરજો અને અધિકારો છે. તેની જાણકારી મેળવી હતી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં ચૂંટણી પ્રક્રિયાની સમજ વરચ્યુઅલ ઓનલાઇન જીવંત પ્રસારણ થકી પ્રાપ્ત કરી હતી. ભારત સરકારનાં મુખ્ય નિવાચન અધિકારી શુશીલ ચંન્દ્રા દ્વારા જે વકતવ્ય આપ્યુ તેને સાંભળી ધન્યતા અનુભવી હતી. તેમજ રાજય ચૂંટણી કમિશ્નર સંજય પ્રસાદ તથા રાજય મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદ ધ્વારા રાજયનાં એવોર્ડ વિજેતા ચૂંટણી અધિકારીઓ અને બુથ લેવલ અધિકારીઓનાં નામોની ઘોષણા કરવામાં આવી હતી.અંતે જેએસએસનાં નિયામક દ્વારા સૌનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન હેતલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.