- ઝઘડીયા વનવિભાગના માર્ગદર્શન હેઠળ સેવ અનિમલની ટીમે અજગરને ઝડપી લીધો
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના આમલઝર ગામના ખેતરમાંથી અંદાજે ૧૦ ફુટ લાંબો અને અંદાજે ૨૫ કીલો વજન ધરાવતો અજગર ઝડપાયો હતો ઝઘડીયા વનવિભાગના માર્ગદર્શન હેઠળ સેવ અનિમલની ટીમના સભ્યોએ અજગરને સલામત રીતે ઝડપી પાડી ઝઘડીયા વનવિભાગને સુપરત કર્યો હતો સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના આમલઝર ગામે એક ખેતરમાં અજગરે દેખા દેતા ગામના જાગૃત નાગરીકે ઝઘડીયા વનવિભાગને જાણ કરી હતી.
ઝઘડીયા વનવિભાગના આર.એફ.ઓ.મિનાબેને તાત્કાલિક સેવ એનિમલ ટીમના સભ્યોને માર્ગદર્શન આપી અજગરને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી ઝઘડીયા વનવિભાગની ટીમ તેમજ રાજપારડીના સેવ એનિમલ ટીમના રવિન્દ્ર વસાવા તેમના સહયોગી આકાશ વસાવા અને નરેન્દ્ર વસાવા સાથે ઘટના સ્થળે પહોચ્યા હતા અને અજગરને સલામત રીતે પકડી પાડ્યો હતો ઝડપાયેલ અજગર અંદાજે ૧૦ ફુટ લાંબો અને ૨૫ કીલો વજન ધરાવતો હોવાનુ પ્રાથમિક અનુમાન લગાવાય રહ્યુછે.ઝઘડીયા વનવિભાગ દ્વારા ઝડપાયેલ અજગરને વન્ય વિસ્તારમાં ખોરાક પાણી મળી રહે તેવા વિસ્તારમાં સલામત રીતે મુક્ત કરવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.
- ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી