સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાંથી 17 વર્ષિય કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને તેનું અપહરણ કરીને ભાવનગર-અમરેલી લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજારનાર પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. સાથે તેમને મદદ કરનારા પ્રેમીના બે મિત્રોની પણ અમરેલીથી ધરપકડ કરી છે.

સુરતના ચોકબજાર વિસ્તારમાં રહેતી 17 વર્ષિય શ્રેયા(નામ બદલ્યું છે) જુલાઈ મહિનામાં ગુમ થઈ હતી. ત્યારે પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. જેની પોલીસ તપાસમાં ખબર પડી કે, આરોપી હિતેશ મનસુખ રોજાસર(23 વર્ષ.રહે. ખોડિયાર કોલોની, ચામુંડા નગર,વરાછા)એ શ્રેયાને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું છે. તેથી પોલીસે હિતેશની તપાસ કરી હતી. બે દિવસ પહેલા હિતેશ અને શ્રેયા ભાવનગરથી મળી આવ્યા હતા. પોલીસ બંનેને સુરત લઈ આવી હતી.

આ મામલે વધુ તપાસમાં ખબર પડી કે હિતેશે શ્રેયા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેથી પોલીસે અપહરણની ફરિયાદમાં બળાત્કાર અને પોક્સોની કલમ ઉમેરી હતી. પોલીસે હિતેશની ધરપકડ કરી હતી. તેની પુછપરછમાં ખબર પડી કે, હિતેશને તેના બે મિત્રો પ્રકાશ રવજી દેલવાણીયા અને સુરેશ નારણ બજાણીયા( બંને રહે. ધારી,અમરેલી)એ મદદ કરી હતી. હિતેશ શ્રેયાને લઈને ગયો ત્યારે પ્રકાશ અને સુરેશે પોતાને ત્યાં બંનેને 10-10 દિવસ રાખ્યા હતા. તેથી પોલીસે મદદગારીમાં બંને મિત્રોની પણ ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here