ભરૂચના નબીપુર પોલીસ મથકની હદમાં ગત રાતે રસ્તો ઓળંગતા વૃદ્ધને અજાણ્યા વાહને અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
ભરૂચના વગુસણા ગામે પરિવાર સાથે રહેતા ૯૦ વર્ષીય મંગળભાઇ શંકરભાઇ પાટણવાડીયા ગત રાતે પોતાના ઘરેથી ચાલવા માટે નીક્ળ્યા હતા. તે વેળા કેનાલ બાજુ જવા રસ્તો ઓળંગી રહ્યા હતા. દરમિયાન એક પુરઝડપે આવતા અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં મંગળભાઇ પાટણવાડીયાનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ નબીપુર પોલીસ મથકે કરાતા પોલીસે લાસનો કબ્જો મેળવી પી.એમ અર્થે ખસેડી અકસ્માત સર્જી ફરાર અજાણ્યા વાહન ચાલકની શોધ આરંભી છે.