ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે આવેલાં સોનેરી સ્કવેર એપાર્ટમેન્ટના રૂમ નંબર 301 અને 304માં રહેતાં વસીમ ઉર્ફે પંડિત ઉર્ફે રિઝવાન મોહમદ શાબીર શેખ તેમજ મહમદ હૂસેન તૈયબ સિંધી બન્ને ભાગીદારીમાં વિદેશીદારૂનો વેપાર કરે છે.
જે આધારે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છાપો મારતા રૂમ નંબર 301માંથી રોશની વસીમ ઉર્ફે પંડિત ઉર્ફે રિઝવાન મોહંમદ શાબીર શેખ તેમજ પાડોશના રૂમમાંથી ફરહાનાબાનુ મહંમદ હુસેન તૈયબ સિંધીની પોલીસે અટકાયત કરી હતી. ટીમે તેમના ઘરમાંથી કુલ 12 હજાર ઉપરાંતો વિદેશીદારૂ મળી આવતાં બન્નેની ધરપકડ કરી હતી.
પોલીસ ટીમે બંન્નેવના ઘરમાંથી વિદેશીદારૂ, એક મોબાઇલ તેમજ દારૂ વેચી એકત્ર થયેલાં રોકડા રૂપિયા મળી કુલ 18 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી બંન્નેવ મહિલા બુટલેગરો તેમજ ભાગીદારીમાં ધંધો કરનાર વસીમ તેમજ મહમદ સિંધી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.