ભરૂચના નિકોરા ગામ નજીકથી વહેતી નર્મદા નદીમાં પૂર્વ પટ્ટી તરફના નદી કિનારાના ગામોમાં મગરોની સંખ્યામાં વધારો થવાના કારણે ગ્રામજનોમાં ભય ફેલાઈ ગયો છે.
નર્મદા નદીના કિનારે પાંચથી સાત મગરો દરરોજ નર્મદા નદીના કિનારે દેખાતા ગ્રામજનોમાં ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.નિકોરા ગામેથી સામે કિનારે મોટી સંખ્યામાં ખેડૂતો ખેતી તથા પશુપાલન માટે દરરોજ હોડી મારફતે નર્મદા નદી પસાર કરી સામેના કિનારે જતા હોય છે.
નર્મદા નદીના કિનારે પશુઓ પણ પાણી તથા નર્મદા નદીમાં સ્નાન કરવા આવતા હોય તેઓને પણ જીવના જોખમ ઉભું થયું છે. જોકે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સાવચેતીના બેનરો લગાડીને મહાકાય મગરોને પકડવા પાંજરા મુકવામાં આવે તેવી આસપાસના ગ્રામજનો દ્વારા માંગ કરાઈ રહી છે.