દીપાવલીના દિવસોમાં ભરૂચ જિલ્લામાં ઉપરાચાપરી ઘણા અકસ્માતોના બનાવો બન્યા છે ત્યારે આજે પણ એક અકસ્માતનો બનાવ વરેડીયા નજીક બન્યો હતો

જેમાં અજમેરથી અંકલેશ્વર પોતાના ઘરે પરત ફરી રહેલા મોહમ્મદ ખાન લતીફ ખાન પઠાણ ઉર્ફે સફી ભાઈના પરિવારની કારને અજાણ્યાં વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત થયો હતો.

આ બનાવ અંગે હજી પોલીસ ફરિયાદ નોંધી રહી છે પરંતું મળતી માહિતી મુજબ અંકલેશ્વરના પઠાણ કુટુંબના સભ્યો કારમાં અજમેર ગયા હતાં. જ્યાંથી તેઓ પરત આવી રહ્યા હતાં ત્યારે ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરેડીયા પાસે કોઈ અજાણ્યા વાહને કારને અડફેટમાં લીધી હતી.

જોકે અજાણ્યા વાહનનો ચાલક વાહન લઈ ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં શેખ પરિવારના ચારથી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી આ બનાવ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here