ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે જુગાર રમતા છ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા.

રાજપારડી પોલીસને બાતમી મળી હતી કે વણાકપોર ગામના તળાવની પાછળ ખુલ્લી જગ્યામાં મોબાઇલની લાઇટના અજવાળામાં બેસીને કેટલાક ઇસમો જુગાર રમે છે.પોલીસે બાતમી મુજબની જગ્યાએ છાપો મારતા ત્યાં ટોળુ વળીને કેટલાક ઇસમો પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા જણાયા હતા.

જેથી પોલીસે ઘટના સ્થળેથી વિજયભાઇ કાનજીભાઇ વસાવા,રમેશભાઈ રસીયાભાઇ વસાવા, ઝહિરભાઇ નિશારભાઇ સોલંકી,રણજીતભાઇ રતિલાલ વસાવા,સંજયભાઇ સોમાભાઇ વસાવા અને જાવેદભાઇ નિશારભાઇ સોલંકી તમામ રહે.ગામ વણાકપોર તા.ઝઘડીયા જિ.ભરૂચને જુગાર રમતા ઝડપી લીધા હતા.

પોલીસે ઘટના સ્થળેથી મોબાઇલ નંગ ૪ તેમજ રોકડા રૂપિયા મળીને કુલ રૂ.૨૮૩૪૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.કોરોના સંક્રમણ ફેલાય એ રીતે સોસિયલ ડિસ્ટન્સ રાખ્યા વિના ટોળુ વળીને જુગાર રમતા ઝડપાયેલા આ ઇસમો વિરુધ્ધ રાજપારડી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

•ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here