જાણીતી ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલ ખુબ જ ચર્ચામાં છે. પણ તેનું કારણ કંઈક અલગ છે. કોંગ્રેસના દિવંગત નેતા અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્ય સભાના પૂર્વ સાંસદના પુત્ર ફૈઝલ પટેલનું એક ટ્વિટ ચર્ચાનો વિષય બની ગયું. ફૈઝલ પટેલને અચાનક શું સુર ઉપડ્યું અને ટ્વિટર પર ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલને મેરેજ માટે ઓફર કરી દીધી. ફૈઝલ પટેલે અમિષા પટેલને 31 ફર્સ્ટ પહેલાં દુનિયાની સામે ટ્વિટ કરી પુછી લીધું વિલ યુ મેરી મી….
સ્વ. એહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે દુનિયાની સામે અમિષા પટેલ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુકી દીધો. અને અભિનેત્રી પણ જાણે એ જ વાતની રાહ જોઈને બેઠી હોય તેમ તેણે પણ આઈ લવ યૂ ડાર્લિંગ લખીને આ વાતનો જવાબ પણ આપ્યો. જોકે, પછી અચાનક શું થયું કે, ફૈઝલ પટેલે તરત જ આ ટ્વીટ ડિલીટ કરી દીધું. પણ એ પહેલાં તો આ મેસેજ સોશિયલ મીડિયામાં વાયુવેગે વહેતો થઈ ગયો છે.
જોકે, આ ટ્વીટ બાદ મામલો ચર્ચામાં આવતા આ ટ્ટવીટ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ ફૈઝલના આ પ્રકારના ટ્વીટને કારણે અવાક રહી ગયા હતાં. જોકે, આ મામલો તેમને વ્યકિતગત હોવાથી કોઈ મગનું નામ મરી પાળવા તૈયાર થતું નથી. હવે આ પ્રેમકહાની આગળ વધે છેકે, કેમ? તે આવનારો સમય જ બતાવશે.