The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized વાલિયા તાલુકાના કોંઢ ગામે નવનિર્મિત પીએચસીનું સાંસદના હસ્તે કરાયું લોકાર્પણ

વાલિયા તાલુકાના કોંઢ ગામે નવનિર્મિત પીએચસીનું સાંસદના હસ્તે કરાયું લોકાર્પણ

0

વાલિયા તાલુકાના કોંઢ ગામે નવા નિર્માણ થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જ્યારે આગલા દિવસે ગામના પૂર્વ સરપંચ અને ડે. સરપંચ સહિત અન્ય ગ્રામજનોએ પણ ઉદ્ઘાટન કર્યું હતું.

મનસુખ વસાવાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ પીએચસીનું હાજર મહાનુભાવોના હસ્તે તક્તિનું અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી,તાલુકા પ્રમુખ સેવંતુ વસાવા,જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ. દુલેરા, ડો.અનિલ વસાવા અને તાલુકા હેલ્થ અધિકારી ડો.એ.એન.સિંગ તેમજ ભાજપના આગેવાનો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ડીડીઓએ કોંઢ પીએચસી આધુનિક બનતા તેનો લાભ મળશે.પીએચસીમાં 17 જેટલા ટેસ્ટ થાય છે જે હવે 33 જેટલા કરવા પ્રયાસો થશે.

આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, ગામના વિકાસ સાથે આરોગ્યની પણ કાળજી લેશો.ગામની સુખાકારીની જવાબદારી સૌની છે.ભારતદેશ મહાસત્તા બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે.સગર્ભા બહેનોની કાળજી લેવામાં આવે છે.આઇટીઆઈમાં ઘણા હાજરી પુરાવા જાય છે એ મારે દુઃખ સાથે કહેવું પડે છે.આ પીએચસી ઘણા ગામો માટે ઉપયોગી બનશે. કોંઢ ગામનું સપનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોંઢનું નિર્માણ પૂર્ણ થતાં તા.27/ 12/ 2021 ના રોજ ઋષિકેશ પટેલ અને નિમિષાબેન સુથારનો કાર્યક્રમમાં ફેરફાર થતા લોકાર્પણ મોકૂફ રખાતા કોંઢ ગામના પૂર્વ સરપંચ રવજી વસાવા અને ડે.સરપંચ ગુલામ પટેલના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું .જેઓએ જાતે રીબીન બાંધી લોકાર્પણ કર્યું હતું. જોકે આ કાર્યક્રમ અનઓફિસીયલ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ રાતો રાત તકતી બીજી બનાવી મુકવામાં આવી હતી.

•અતુલ પટેલ,ન્યુઝલાઇન,વાલિયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!