•જુગાર રમાડતી મહિલા સહિત આઠ જુગારીઓ ઝડપાયાં
•પોલીસે રોકડા ૩૬ હજાર, ૬ મોબાઈલ ફોન મળી રૂ. ૪૯ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
અંકલેશ્વરના બસ સ્ટેશન સામે આવેલ જીન ફળિયામાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે વરલી મટકનો જુગાર રમાડતી મહિલા સહિત આઠ જુગારીયાઓને રૂપિયા ૪૯ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર શહેરના બસ સ્ટેશન સામે આવેલા જીન ફળિયામાં રહેતી જયા પ્રવીણ વસાવા પોતાના વિસ્તારમાં મોટા પાયે વરલી મટકાનો જુગાર રમાડે છે એવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે જીન ફળિયામાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ૩૬ હજાર અને ૬ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૪૯ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે મુખ્ય સૂત્રધાર જયા પ્રવીણ વસાવા, પ્રિયંકા શૈલેષ રાઠોડ, સોનલ પરમજીત સિંગ, સાગર વસાવા, દલસુખ વસાવા, મહેશ વાળંદ, અશરફ હબીબ મલેક અને જોગીન્દરસિંગ રામપ્રસાદ ભગતને ઝડપી પાડ્યો હતો, જ્યારે એક જુગારી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ તમામ વિરૂદ્ધ ગુનો નોંધી તેમને શહેર પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.