ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે વિરોધ કરી ધરણાં પ્રદર્શન યોજી ન્યાયની માંગણી કરવામાં આવી હતી. તેમજ જવાબદાર લોકો સામે યોગ્ય પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી હતી.
તાજેતરમાં યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાને પગલે પૈસા બગાડી પરીક્ષાઓની તૈયારીઓ કરી રહેલા હજારો ઉમેદવારોની મહેનત પર પાણી રેડાયું છે. આ પેપર લીક થવાના મુદ્દે વિદ્યાર્થીઓ ઠેરઠેર વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે સોમવારના રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરણાં પ્રદર્શન યોજાયું હતું.
જિલ્લા કોંગ્રેસ સમિતિએ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં ભરવાની માંગ કરી હતી. નોંધનીય છે કે આ ધરણાં કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પરિમલસિંહ રાણા અને કોંગ્રેસનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.