ચિંતન સભામાં સરદારધામના પ્રણેતા ગગજીભાઈ સુતરીયા ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, દૂધ ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ તથા ૧૨ જેટલા લેઉવા પટેલ સમાજના પ્રમુખ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ તથા નર્મદા જિલ્લાના લેઉવા પાટીદાર સમાજમાં કાર્યરત નાના મોટા સમાજોના આગેવાનો દ્વારા ભરૂચ અને નર્મદા જિલ્લા ના સમાજ ભેગા મળી શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ નામની સંસ્થા બનાવી છે. શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા આજરોજ ભરૂચ અને નર્મદા જિલ્લાના અલગ-અલગ નાના-મોટા પાટીદાર સમાજના પ્રમુખો અને આગેવાનો ચિંતન સભા ભરૂચ નર્મદા ચોકડી પટેલ ના મોટેલ ખાતે આયોજિત કરી હતી. આ ચિંતન સભામાં સરદાર ધામ વિશ્વ પાટીદાર સમાજ ના પ્રણેતા ગગજીભાઈ સુતરીયા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, ભરૂચના નરેશભાઈ પટેલ તથા ત્રાલસા વિભાગ પાટીદાર સમાજ, ૨૫ ગામ લેવા પાટીદાર પંચ કલીયારી વિભાગ લેઉવા પાટીદાર સમાજ, આમોદ એકડા લેઉવા પાટીદાર સમાજ, વીસ ગામ જૂના રાજના પાટીદાર સમાજ રાજપીપળા, કાનમ પ્રદેશ પાટીદાર સેવા સમાજ ભરૂચ નર્મદા, છન્નુ ગામ કડવા પાટીદાર કેળવણી સંસ્થા ભરૂચ, બાવીસ ગામ લેવા પટેલ સમાજ કરજણ, બાર ગામ લેઉવા પટેલ સમાજ અંકલેશ્વર, લેઉવા પાટીદાર સમાજ જંબુસર, ચરોતર પાટીદાર સમાજ ભરૂચ તથા શ્રી પાટીદાર સમાજ ના પ્રમુખશ્રીઓ મંત્રી શ્રી ઓ તથા સમાજના અગ્રણીઓ તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચિંતન સભા માં સમાજના આગેવાનો દ્વારા સમાજમાં પ્રવર્તતી અનેક સમસ્યાઓ ના નિવારણ માટે હાલમાં કાર્યકારી સમિતિ તથા રેગ્યુલર સમિતિ બનાવવાની ટહેલ નાંખી હતી. જાગૃત સુરક્ષિત અને શિક્ષિત સમાજ ની રચના માટે આર્થિકતા અને સમાજની એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજ નો ઉપયોગ રાજકારણમાં ના થાય પરંતુ સમાજ માટે રાજકારણ નો ઉપયોગ કરવાની ટકોર પણ ઉપસ્થિત સમાજના વડીલો દ્વારા કરવામાં આવી હતી. વડીલોએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે એક દોરો સહેલાઈથી તૂટી જશે પરંતુ એકથી વધુ દોરા ભેગા હશે તો દોરડું બની જશે તેમ જણાવ્યું હતું. ભરૂચ અને નર્મદા જિલ્લાની ભૂમિ સાથે સંકળાયેલા પાટીદાર કારણસર પૂર્વ અને પશ્ચિમ સાગર અને રાજ્યની એકમાત્ર બારમાસી નદી હોવા છતાં ક્ષાર યુકત પાણીના કારણે પરંપરાગત ખેતી નબળી થવાથી આ વિસ્તારમાં નાના મોટા ઉદ્યોગો તથા યોજનાઓ દ્વારા રાજ્ય અને દેશભરના લોકો વસ્યા જેથી ખેડૂત ફક્ત ખેતી પર નિર્ભર રહેતા નોકરી-ધંધા દ્વારા પૂરક આવક મેળવતા થયા હતા ભૂમિ અને પાણીની સમસ્યાના કારણે ઉદ્યોગો આવ્યા પણ ખેડૂતોની ભૂમિ સ્થળાંતર વધ્યું જેથી આ બંને જિલ્લામાં વસતા પાટીદારોની એક બે પેઢી થી સાંસ્કૃતિક ધોવારણ જોવામાં આવે છે તેવો સૂર ઉઠ્યો હતો. આ ઉપરાંત વિવિધ સમાજના અગ્રણીઓની હાજરીમાં પાટીદાર સમાજના શિક્ષણ રોજગાર ધંધા આર્થિક-સામાજિક કૃષિલક્ષી બાબતો પર વિસ્તૃતમાં ચિંતન કરવામાં આવ્યું હતું.