ગત ૪થી તારીખે ભરૂચ રેલ્વે સ્ટેશન ઉપર એક આશરે ૨૫ વર્ષીય યુવતી ગુમસુમ બેઠી હોવાની જાણકારી ૧૮૧ને મળી હતી. જેથી ૧૮૧ દ્વારા આ યુવતીને કાઉન્સીલીંગ બાદ ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે કાર્યરત સખી વનસ્ટોપને સોંપવામાં આવી હતી.
સખી વન સ્ટોપ સેન્ટરની બે મહિલા કાઉન્સીલરો દ્વારા સતત આ યુવતીનું કાઉંન્સીલીં કરતા તેણી બે સંતાનોની માતા હોવા સાથે તેની સાસરી યુ.પી.માં હોવાનું અને તેનું નામ તારા સંજય કથીરીયા હોવા સિવાય એ પૈસા ના હોય વગર ટીકીટે રેલ્વે મારફત ભરૂચ આવી હોવાનું જણાવ્યું હતું.સખી વન સ્ટોપના એડમીન વૈશાલી ચાવડા અને એડવોકેટ કાઉન્સીલર હીનલ પરમાર દ્વારા આ બે સંતાનોની માતાને પરિવાર સાથે મેળાપ કરાવી તેના પુન:સ્થાપન માટે સતત પ્રયત્નો હાથ ધર્યા છે. આ પરિણિતા યુવતી આગળ કંઇ પણ બોલતી જ નથી છતાં આ પરિણિતાને તેના પરિવાર સાથે પુન: સ્થાપિત કરવા સખી વન સ્ટોપની મહિલા કાઉન્સીલરો દ્વારા હજુ પણ પ્રયત્નો ચાલુ રાખી યુ.પી. સહીતની જગ્યાઓએ તપાસ હાથધરી છે.
ન્યુઝલાઇનના એડીટર જીજ્ઞેશ ડાંગરવાલા દ્વારા સખી વનસ્ટોપ સેન્ટરની મુલાકાત દરમિયાન સખી વન સ્ટોપના એડમીન વૈશાલી ચાવડા સખી વનસ્ટોપની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભારત સરકાર પુરસ્કૃત અને રાજ્યના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમા શરૂ કરાયેલા ‘સખી: વન સ્ટોપ સેન્ટર’ દ્વારા મહિલાઓને અનેકવિધ સેવાઓ પુરી પાડવામા આવી રહી છે. જાહેર કે ખાનગી સ્થળો ઉપરાંત કાર્યસ્થળો કે ઘરકુટુંબોમા શારીરિક, માનસિક હિંસાનો ભોગ બનેલી મહિલાઓ, કોઈપણ જાતના જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય, કે વૈવાહિક દરજ્જો, શિક્ષણ, કે ઉંમરના ભેદભાવ વિના આ સેન્ટરની સેવાઓ લઈ શકે છે.
અહીં એક છત નીચે પીડિત મહિલાઓને તજજ્ઞો કાઉન્સેલરો દ્વારા સામાજિક પરામર્શ સાધી જરૂર પડ્યે તબીબી, પોલીસ, કે કાયદાકીય સહાય પુરી પાડવામા આવે છે. જરૂર પડ્યે પીડિતાઓને આશ્રયની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ખરેખર પીડિત અને શોષિત મહિલાઓમાટે આશીર્વાદ સમાન સાબિત થઇ રહ્યું છે.
ઘરેલુ હિંસાનો ભોગ બનતી પીડિત મહિલાઓને તબીબી સારવારની સાથે આશ્રય, કાનૂની તેમજ કાઉન્સેલિંગ સહિતની સુવિધા એક જ સેન્ટર પર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરની બાજુમાં જ કેન્દ્ર સરકારની યોજના હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ભરૂચમાં શરૂ થયેલા અને 24 કલાક કાર્યરત સેન્ટરમાં પીડિત મહિલાને 5 દિવસ સુધી હંગામી રહેવાની તેમજ જમવાની પણ સુવિધા ઉપલબ્ધ છે.