• પતિ પત્ની મોતીયાના જંગલમાં મણિપુર વગામા તુવેર તોડવા ગયા હતા.
• કોતર નજીક પાણીની ગટરમાંથી દીપડાએ નીકળી સામેથી બે પગે ઉભો થઇ હુમલો કર્યો.
મોટા જાબુંડાના આદિવાસી ખેડૂત તેના મોતીયા જંગલ વગામાં આવેલા ખેતરમાં તેના પત્ની સાથે તુવેર તોડવા જતા પાણીની ગટરમાંથી આકસ્મિક દીપડો આવી સામેથી હુમલો કરતા વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા હતા.બનાવને લઈ ખેડૂતોમાં દિવસે ખેતીકામ માટે જવું બન્યું મુશ્કેલ લોકો ડરી રહ્યા છે.
રામસીંગભાઈ હીરાભાઈ વસાવા ઉમર 61 રહે નાના જાંબુડા મોતિયાના જંગલમાં નાના જાંબુડાની સીમમાં આવેલ તેના સાડા ચાર એકર જમીનમાં ડાંગર અને તુવેર ચોમાસુ પાક કરી રહ્યા છે. બપોરે મોતિયાના જંગલ નજીક મણિપુર વગામાં તુવેર તોડવા માટે રામસિંગભાઈ અને તેમના પત્ની સુમિત્રાબેન સાથે ગયા હતા .એ અરસામાં તુવેર તોડતી વખતે ખેતરના સેઢા ઉપર કોતરમાં પાણી કાઢવાની ગટરમાંથી દીપડાએ આકસ્મિક રામસિંગભાઈ ઉપર હુમલો કરી દીધો હતો. દીપડોએ ગટરમાંથી સીધો સામેથી જ આવી પંજાના નખ મારી ઇજાગ્રસ્ત કરી નાખેલ હતા .દીપડાએ હુમલો કરતા કાકા અને કાકીએ બૂમ-બરાડા કરતા દીપડો મોતિયાના જંગલમાં નાસી છૂટયો હતો. ત્યારબાદ ચાલીને લોહીથી લથબથ ઘરે પહોંચી દીકરાને કહેતા તાત્કાલિક બાઈક ઉપર નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લાવી વધુ ઇજાગ્રસ્ત હોવાથી રાજપીપળા સિવિલમાં રિફર કરવામાં આવ્યા હતા.
રામસિંગભાઈ વસાવા ભોગ બનનારે જણાવ્યું કે ગ્રામજનોએ દિપડો પકડવા પાંજરું મૂકવા માંગણી કરી છે આ બાબતે નેત્રંગ પોલીસે જાણવા જોગ ફરિયાદ લઇ આગળની તપાસ હાથ ધરી હતી.દીપડાએ તુવેર તોડતા મારી ઉપર આકસ્મિક હુમલો કરી બે પગે ઉભો થઇ કપાળે બંને જડબા ખંભા ઉપર અને ડાબા-જમણા બંને હાથ ઉપર નહોર મારી ઇજાગ્રસ્ત કર્યા હતા આ સમયે જો હું નીચે પડી ગયા હોત તો આજે દીપડો મને ફાડી ખાત પરંતુ બૂમાબૂમ કરતા દીપડો નાસી જતાં બંનેનો કુદરતી રીતે આબાદ બચાવ થયો હતો આ અગાઉ કુકડાકોતર ગામની સીમમાં એક વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો હતો.આથી નેત્રંગ વિસ્તારમાં દીપડાના હુમલાના બનાવ વધારે બનતા હોવાથી સીએચસી ખાતે પણ આપવામાં આવે તેવી માંગ છે.