•કોઠા-પાપડીના મેળા તરીકે ખ્યાતી પામનાર કોમી એકતાના પ્રતિક સમાન મેળો
ભીડભંજન હનુમાનનો ભાતીગળ મેળો ભરૂચમાં ખૂબ મહત્વ ધરાવે છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામના પરમ ભક્ત શ્રી હનુમાન માગસર મહિનામાં આવતા આ ચાર ગુરૂવાર દમિયાન હાજરાહજૂર હોય છે. દૂર દૂરથી પોતાની આસ્થાને સન્માન આપવા અને માનતા પૂરી કરવા શ્રદ્ધાળુઓ આવે છે. કોઈ પણ નાત જાતથી પર આ મેળામાં સૌ ભાગ લે છે અને આનંદ ઉઠાવે છે.
લગભગ બસોથી વધારે વર્ષ જુનું આ ભીડભંજન હનુમાનનું મંદિર અને એની સામે જ આવેલ એક દરગાહ એ સૌની આસ્થાનું પ્રતિક છે. જે આપણને અનુભવ કરાવે છે કે માનવ જો હળીમળીને રહે અને સર્વ રાગ દ્વેષ વિસરી જાય તો આ જ આપણું સ્વર્ગ છે.
આ મેળાને કોઠા – પાપડીનો મેળા તરીકે પણ પણઓળખવામાં આવે છે. અહીં કોઠા તોડવાની રમત યોજાય છે. કોઠાનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય એવા ખાટ્ટા કોઠામાં અલગ અલગ ફ્લેવરના ટેસ્ટ ઉમેરવામાં આવે છે જે ચાખો તો જ ખ્યાલ આવે. અહી વેચાતી પાપડી એકદમ ઓછા વજનવાળી અને મોઢામાં મૂકતા જ તુરંત પીઘળી જાય એવી હોય છે.અહીં આવતા લોકો અને સ્થાનિક રહીશો દર વર્ષે આ મેળાની રાહ જોતા હોય છે. આ સ્થાનક ઉપર હનુમાનજીના દરશન બાદ જો દરગાહ ઉપર માથું ઝુકાવવું એ પરંપરા રહી છે. આ મેળામાં ગરીબ હોય કે તવંગર, હિન્દુ હોય કે મુસ્લીમ સૌ કોઇ એક સાથે મળી મેળાની મઝા માણતા નજરે પડે છે.જે ખરા અર્થમાં કોમી એકતાનું પ્રતિક છે.
કહેવાય છે કે અહીં આ ચાર ગુરૂવાર દરમિયાન તમારી તમામ મનોકામના પુરી થાય છે માટે દુર દુરથી લોકો દર્શનાર્થે ઉમટી પોતાની મનોકામના પુર્તી કરે છે.તો કેટલાક અહીં ઠંડુ ખાવાની પોતાની બાધા પુરી કરવા પણ આવે છે.