•લાક્ડા વિણવા ગયેલ સગીરાને માથેભારે તત્વો દ્વારા પીંખીનાંખી મોતને ઘાટ ઉતારી
•ભરૂચ જિલ્લા આદિવાસી સમાજે કરી ન્યાયીક તપાસની માંગ
•પોલીસ તપાસ ઢીલી રાખતી હોવાના કરાયા આક્ષેપ
ભરૂચના આમોદ તાલુકાના સરભાણ ખાતે લાકડા વિણવા ગયેલ ૧૪ વર્ષીય સગીરાને કેટલાક માથાભારે તત્વો દ્વારા પટાવી ફોસલાવી તેના ઉપર દુષ્કર્મ આચરી તેનું ગળુ દબાવી હત્યા કરવા મામલે પોલીસ દ્વારા તપાસ ઢીલી રખાતી હોવાના આક્ષેપો સાથે ન્યાયીક તપાસની માંગ કરી આજરોજ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદન પાઠવાયું હતું.
ગત તા. ૮ નવેમ્બર ૨૦૨૧ના રોજ આમોદના સરભાણ ગામની ૧૪ વર્ષીય સગીરા તેની દાદી સાથે સીમમાં લાકડા વીણવા ગઇ હતી. દરમિયાન કેટલાક માથાભારે તતવો દ્વારા તેને પટાવી ફોસલાવીને લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરી અને નિર્દયતાથી તેનું ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના બનવા પામી હતી.
આ ઘટનાના ધેરા પ્રત્યાધાતો આદિવાસી સમાજ ઉપર પડવા પામ્યા હતા. જેમાં સગીરાની માતાએ સમગ્ર ધટના અંગે પોલીસ ફરીયાદ આપી હતી. પોલીસે ફરિયાદ તો લીધી પરંતું તપાસ કરવાના સ્થાને સગીરાના ઘરના સભ્યો સહોત સગાઓને તમે જ ગુનો કર્યો છે કહી ભીનું સંકેલવા પ્રયાસો કરાતા આજરોજ ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સગીરાના કુટુંબીઓ સાથે જિલ્લા કલેકટરાલય ખાતે આવી કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
મીડીઆ સાથેની વતચીત દરમિયાન સગીરાની માતા રડી પડી હતી અને રડમસ ચહરે પોલીસ દ્વારા આરોપીઓની તપાસના સ્થાને તેમને જ હેરાન કરાતા હોવાના આક્ષેપો તેમજ આરોપીઓ શોધવાની જગ્યાએ તેમને જ આરોપી બનાવવાના પ્રયત્નો કરી રહી હોવાનું જણાવી આ ઘટનાના આરોપીઓને સખત સજા મળે અને પિડિતા અને તેના પરિવારને ન્યાય મળે તેવી માંગ પણ તેમણે કરી હતી.