ભરૂચમાં સોમવારે 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે 100થી વધુ હોમગાર્ડ જવાનો દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડથી શિસ્તબદ્ધ રીતે પરેડ યોજવામાં આવી હતી. આ પરેડ સોનેરી મહેલ ખાતે પહોંચી હતી. જયાં સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર ચઢાવ્યાં હતાં. હોમગાર્ડ જવાનોની પરેડમાં જિલ્લાના તમામ યુનિટના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં પણ રેલીરૂપી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આપાતકાલિન સમયમાં તેમજ કુદરતી આફત સમયે પોલીસ જવાનોની સાથે ખભેખભો મેળવી માનવ સેવાના કાર્યમાં હંમેશા આગળ રહેતાં હોમગાર્ડસ જવાનો દ્વારા આજે 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેના ભાગરૂપે સોમવારના રોજ સવારે 100થી વધુ હોમગાર્ડસ જવાનો શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે એકત્રિત થયાં હતાં. જ્યાંથી હોમગાર્ડ જવાનોએ રેલી સ્વરૂપે હોસ્ટેલ ગ્રાઉન્ડથી સોનેરી મહેલ સુધી પરેડ યોજવામાં આવી હતી. કતારબદ્ધ અને અનુશાસન સાથે નિકળેલી હોમગાર્ડસની પરેડને જોવા માટે એક સમયે લોકો ઉભા રહી ગયાં હતાં. પરેડ સોનેરી મહેલ ખાતે પહોંચી સોનેરી મહેલ સર્કલ ખાતે આવેલી સરદાર પટેલની પ્રતિમા પર જવાનોએ ફુલહાર ચઢાવી શ્રદ્ધાંજલી અર્પી હતી.ત્યાંથી પુન: હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી આવ્યાં હતાં.