અંકલેશ્વરના સુરવાડી ખાતે ચૂંટણી પૂર્વે જાતિનો વિવાદ ઉભો થયો છે.જેમાં . ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે જ કાવાદાવા ના રાજકારણ એ જોર પકડ્યું છે. સુરવાડી ગામના પૂર્વ સરપંચ ગત ચૂંટણી અનુસૂચિત જાતિ માં ચૂંટણી જીત્યા અને હવે રાજપૂત બન્યા હોવાના પ્રમાણ પત્ર સામે આવ્યો છે. જાતિ અંગેના ગત ટર્મની અને ચાલુ વર્તમાન સમય ના દાખલા વાયરલ છે. ગત ચૂંટણી પૂર્વે હિન્દુ માહ્યાવંશી જાતિ દર્શાવી અને આગામી ચૂંટણી માટે રાજપૂત જાતિનો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે.
સરપંચ બનવા ઉમેદવારી નોંધાવવા અલગ અલગ દાખલા બનાવ્યા હોવાની ચર્ચા એ રાજકારણ ગરમાયું છે. ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે જ કાવાદાવા ના રાજકારણ એ જોર પકડ્યું જાતિ અંગે પુરાવા ઉભા કરવા માટે કાયદાનો ભંગ કરાયો હોવાની ફરિયાદ ઉઠી છે. ચૂંટણી પંચ માં પણ ફરિયાદ થવા ની શક્યતાઓ પ્રબળ બની છે.
અંકલેશ્વર તાલુકા ના સુર વાડી ગામ ના મહિલા સરપંચ મધુબેન સોલંકી ગત ચૂંટણીમાં રાજ્ય સરકાર પ્રમાણિત અનુસૂચિત જાતિ નું પ્રમાણપત્ર રજુ કરી અનુસૂચિત જાતિ આરક્ષિત બેઠક પર ચૂંટણી લડ્યા હતા ને તેવો સરપંચ બન્યા હતા. જે તે વખતે ચૂંટણી નું જાતિનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. તેમાં હિન્દુ માહ્યાવંશી દર્શાવ્યું હતું. હાલ ટર્મ પૂર્ણ થતા ગામ માં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી ને લઇ આચારસંહિતા લાગુ પડી છે. ત્યારે સુરવાડી ગામ ની આગામી ચૂંટણી સરપંચ સામાન્ય વર્ગ ની બેઠક છે. જે બેઠક પર ચૂંટણી યોજાનાર છે.ત્યારે પુનઃ પૂર્વ સરપંચ મધુબેન રતનસિંહ સોલંકી દ્વારા સરપંચ માટે ની દાવેદારી કરી છે.
જો કે પોતે હિન્દુ માહ્યાવંશી બેઠક પર થી ગત ટર્મ માં ચૂંટણી લડ્યા હતા અને પંચાયત સમરસ થતાં તેઓ સરપંચ બન્યા હતા. હવે સામાન્ય બેઠક છે ત્યારે અચાનક તેમને જાતિનું પ્રમાણ પાત્ર બિન અનામત વર્ગો માટેનું પ્રમાણપત્ર બન્યું છે. જેમાં મધુબહેન રતનસિંહ સોલંકી અને બિન અનામત જાતિ / વર્ગ / સમૂહ પૈકી રાજપૂત જાતિ ના છે. તેવો દાખલો 20 ઓક્ટોબર 2021 ના રોજ મામલતદાર ખાતે થી બનાવ્યો છે.
જે બંનેવ દાખલ ની નકલ હાલ વાયરલ થઇ છે. અને તેના પ્રતિસ્પર્ધી દ્વારા ચૂંટણી પૂર્વે મોરચાબંધી કરી આ પ્રમાણ પત્ર જાહેર કરતા રાજકીય ભૂકંપ સુરવાડી ગામ ખાતે સર્જાયો છે. ત્યારે હજી સુધી તેઓ દ્વારા ચૂંટણી ફોર્મ ભર્યું નથી તે પૂર્વે જ વિવાદ સર્જાતા રાજકીય ઘટનાને લઇ ગ્રામ્ય સ્તરે રાજકારણ ગરમાયું છે.