અંકલેશ્વર ના સંજાલી ગામ પાસે નહેર માં નહાવા ગયેલા નવ વર્ષીય બાળક ડૂબી જતા મોત નીપજ્યું હતું. પાનોલી ફાયરના જવાનો એ બાળકોના મૃતદેહ નહેર માંથી શોધી કાઢ્યો હતો. નજીકમાં રહેતા શિવ શક્તિ એપાર્ટમેન્ટ ના રોહિતસિંગ નહેર માં નાહવા પડ્યો હતો. તાલુકા પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
મૂળ હરિયાણા ના અને હાલ અંકલેશ્વર ના સંજાલી ગામના શિવ શક્તિ એપાર્ટમેન્ટ માં રહેતા ક્રિપાલ સિંગ વિજય સીંગ નો નવ વર્ષીય પુત્ર રોહિત સિંગ નજીક માં મહારાજા નગર પાસે આવેલ કેનાલ માં ન્હાવા ગયા હતા,દરમ્યાન પાણી ના વહેણ માં ડૂબી ગયો હતો જે ની સ્થાનિકોએ શોધખોળ શરૂ કરી હતી.
જો કે રોહિતસિંગ નો કોઈ પત્તો ન મળતા તાલુકા પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવી પાનોલી જીઆઇડીસી ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર ના જવાનો આવી પહોંચી કેનાલ માં શોધખોળ કરતા ભારે જહેમત બાદ રોહિત સિંગ નો મૃતદેહ મળી આવ્યો હતો.અંકલેશ્વર તાલુકા પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.