• 76 દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો
ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનો બે દિવસીય સ્પેશિયલ ઓલમ્પીક નું આયોજન કરાયું હતું.જેમાં કલરવ, અસ્મિતા વિકાસ કેન્દ્ર , સર્વશિક્ષા અભિયાન, શૈશવ અંકલેશ્વરના મળીને કુલ 76 દિવ્યાંગ સ્પર્ધકોએ અલગ-અલગ રમતો ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
ભરૂચના રોટરી ક્લબ નજીક આવેલી કલરવ સ્કૂલ ખાતે પ્રથમ દિવસની રમતોનું આયોજન કરાયું હતું. જેમાં 25 મીટર દોડ, 50 મીટર દોડ,વોક, સોફ્ટ બોલ થ્રો જેવી રમતોની સ્પર્ધાઓ યોજાઈ હતી.જયારે 29 મી નવેમ્બરના રોજ રોટરી કલબ ખાતે બાળકોએ 100 મી,200 મી તથા 400 મી.દોડ અને ગોળાફેંક,લાંબો કૂદકો,સ્વિમિંગ, સ્કેટિંગ, બેડમિંટન, ટેબલ ટેનિસ,સાયકલિંગ જેવી રમતોમાં ભાગ લેનાર છે.
આ સ્પેશિયલ ઓલમ્પિકમાં જિલ્લા કક્ષાએ વિજેતા થનાર દિવ્યાંગ બાળકો રાજ્ય કક્ષાએ યોજાનાર સ્પેશિયલ ઓલમ્પિકમાં ભાગ લેવાની તૈયારીઓ કરશે. આ બાળકો રાજ્ય કક્ષાએ પણ વિજેતા બનશે તો નેશનલ લેવલ પર ગુજરાત અને ભરૂચ જિલ્લાનું પ્રતિનિધત્વ કરશે.આ સ્પેશિયલ ઓલમ્પિકમાં શાળાના પ્રમુખ ટ્રસ્ટી પ્રવીણ મોદી અને નીલા મોદી,અસ્મિતા વિકાસ કેન્દ્ર, સર્વશિક્ષા અભિયાન શૈશવના સંચાલકો અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા.