ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના ઇશારે હેદ કલાર્ક પરિક્ષા પેપર લીક મુદ્દે આવેદન આપવા ગયેલા કાર્યકર્તાઓ ઉપર હૂમલો અને તેમની ધરપકદ કરી કરાતી હેરાંગતી ના વિરોધમાં ધરણા પ્રદર્શન સાથે રામધૂન યોજી વિરોધ કરાયો હતો.

ભરૂચ સ્ટેચ્યુ પાર્ક ખાતે યોજાયેલા આ પ્રતિક ધરણાં અને રામધૂન દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાજે જણાવ્યું કે, હેડ ક્લાર્કના પેપર લીક થવા મુદ્દે ગુજરાત આમ આદમી પાર્ટીનું શિર્ષ નેતૃત્વ, સી.વાય. એસ.એસ.અને વિદ્યાર્થી સંધના યુવાનો વિરોધમાં આવેદન આપવા કમલમ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં આવેદનપત્ર આપવાની કોશિષ દરમિયાન સરકારના ઇશારે પોલીસ દ્વારા અત્યાચાર ગુજારી લાઠીચાર્જ કરાવી ભાજપ કાર્યકરો દ્વારા આમ આદમીના કાર્યકરો પર હૂમલો કરાયો છતાં આ મામલે ૮૦ જેટલા લોકોની અટકાયત કરી તેમના ઉપર ૧૮ જેટલી વિવિધ કલમો લગાડી આમ આદમીપાર્ટીને હેરાન કરવાનું જે કૃત્ય આચરાયું છે તેને ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા વખોડી રામધૂન સાથે પ્રતિક ધરણાં પ્રદર્શન કરી વિરોધ નોંધાવે છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here