•આવતીકાલે કરાશે અંતિમસંસ્કાર

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમનાં પત્નીના પાર્થિવદેહને આજે દિલ્હી લાવવામાં આવશે. 10 ડિસેમ્બરના રોજ તેમના અંતિમસંસ્કાર કરાશે. તામિલનાડુના કુન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટના બાદ એરફોર્સ ચીફ વી.આર.ચૌધરી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને સ્થાનિક અધિકારીઓ પાસેથી દુર્ઘટના અંગે માહિતી મેળવી હતી.

તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં બુધવારે બપોરે 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમનાં પત્ની સહિત 13 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર જીવિત છે, જેમને ગંભીર સ્થિતિમાં વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હેલિકોપ્ટર સુલુર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું ત્યારે કુન્નુરનાં જંગલોમાં ક્રેશ થઈ ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here