રાજપીપળા ટાઉન ના ઇન્ચા. પો.સ.ઈ એમ.બી ચૌહાણ અને તેમની ટીમ એ 6 મહિના થી ડેપો મા મહિલા મુસાફરો ને નિશાન બનાવતી ગેંગ ને ઝડપી લેવામાં સફળતા
તારીખ 1 ડિસેમ્બર 2021 ના રોજ રાજપીપળાના કાદાઘોડા થી બસમાં બેસીને ઉમલ્લા જઈ રહેલી મુંબઇની મહિલાનું પર્સ ચોર્યા બાદ રાજપીપળા એસટી ડેપોમાં જઈ વધુ એક મહિલા મુસાફરના રૂપિયા 1800 તફડાવતી એક મહિલાને મુસાફરો ઝડપી પાડી હતી. ભેગા થઈ ગયેલા લોકટોળાએ 100 નંબર ઉપર કોલ કરી પોલીસ બોલાવી ને મહિલા ચોર ને પોલીસને હવાલે કરી દેવામાં આવી હતી. પોલીસે મહિલા ને પોલીસ મથકે લઇ આવી વધુ પૂછપરછ કરતા તેણે પોતાના પુરુષ સાથીદાર શું નામ કબુલતા તેને આજ રોજ તારીખ ૩ ડિસેમ્બર 2001ના રોજ રાજપીપળા ટાઉન ઇ.ચા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ. બી ચૌહાણ અને તેમના સ્ટાફ ના માણસો રાજેશભાઈ બીજલ ભાઈ, અને ડી-સ્ટાફ ના મહેન્દ્રભાઈ જાટ દ્વારા મહેનતપૂર્વક ઝડપી લેવામાં આવ્યો હતો.
છેલ્લા છ મહિનાથી રાજપીપળાના એસ.ટી.ડેપોમાં બસમાં બેસીને જતી મહિલા મુસાફરોને જ નિશાન બનાવવામાં આવી હતી ખાસ કરીને એવી મહિલા મુસાફરો કે જેણે પોતાના ખભે લટકાવેલું હોય બસમાં બેસી વખતે ધક્કામુક્કી અને ભીડનો લાભ ઉઠાવી ચોર મહિલા દ્વારા સિફતપૂર્વક પર પાકીટ ની ચેન ખોલી એમાંથી પાકીટ સેરવી લેવામાં આવતું હતું અને ત્યારબાદ બસમાં બેસવાની જગ્યાએ રફુચક્કર થઇ જતા હતા.
પોલીસ પૂછપરછમાં આરોપી મહિલા સુનીતા ઇશ્વરભાઈ યશવંત ભાઈ ખંડારી ઉ.વ 40 હાલ રહે. વડીયા જકાતનાકા ની બાજુ મા ખુલ્લી જગ્યા મા મૂળ રહે. ધુલિયા, મહારાષ્ટ્ર અને ડેપો ઉપર થી ભાગી છુટેલો પુરુષ આરોપી નામે યશવંત ભાઈદાસ ઢાલવાલે મરાઠી હાલ રહે. વ્યારા, મૂળ જલગાવ મહારાષ્ટ્ર ને કાળાઘોડા વિસ્તાર થી રાજપીપળા ટાઉન પોલીસ દ્વારા ઝડપી લેવાયો હતો. પોલીસે ત્રીજું નેત્ર ખોલતા આરોપી બેલડી એ કાળા ઘોડા થી બસ મા જતી મુંબઇ ની મહિલા મુસાફર નું રૂ.1500 ભરેલું પાકીટ અને ATM કાર્ડ સહિત ની વસ્તુઓ પરત કરી હતી.
રાજપીપળા પોલીસે ફરિયાદી ભોગ બનનાર મહિલા ના સગા તોસિફ શેખ દ્વારા અપાયેલી ફરિયાદને આધારે આરોપીઓ સામે IPC 379 દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓને જેલ ના હવાલે કરી દેવામાં આવ્યા છે.