ભારત સરકાર અનુદાનીત તથા જીલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ’’ તથા શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ- મહેસાણા દ્વારા સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર તા.૦૧/૦૮/૨૦૧૯ થી જનરલ હોસ્પિટલ, બ્લોક – સી, ટ્રોમા સેન્ટરની બાજુમાં, પી.પી.યુનિટ.પહેલો માળ,તા.જિલ્લો.ભરૂચ ખાતે રાબેતા મુજબ કાર્યરત છે.જેમાં ભરૂચ જીલ્લાની પીડિત મહિલાઓને એક જ છત્ર નીચે કાયદાકીય સહાય, તબીબીસહાય, પોલીસ સહાય, હંગામી ધોરણે પાંચ દિવસ માટે આશ્રય અને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ સરળતાથી મળી રહે તે હેતુથી “સખી”વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.
સેન્ટર દ્વારા બળાત્કાર, દહેજ કનડગત/મૃત્યુ, ગુમ/ અપહરણ, જાતીય સતામણી, બાળલગ્ન, મહિલાઓની હેરફેર, સાયબર ક્રાઇમ, છેડતી,પીછો કરવો, સ્થાનિક ગુલામી,બદનામી, ધમકી, આરોપ મિલકત, બાળ કસ્ટડી દાવા, પતિ દ્વારા મારઝૂડ જેવા વિવિધ પ્રકારની હિંસાથી પીડિત મહિલાઓને મદદ કરવામાં આવે છે. જેમાં આજ દિન સુધી આવેલ ૩૦૦ કેસમાં મહિલાઓને કાઉન્સેલિંગ, ૪૫ ને કાયદાકીય સલાહ, ૫૫ ને તબીબી સહાય, ૮૨ મહિલાઓને હંગામી ધોરણે આશ્રય અને ૩૯ મહિલાઓને પોલીસ સહાય પૂરી પાડવામાં આવેલ છે.
તમામ સેવા વિનામૂલ્ય આપવામા આવે છે. અંદાજે ૭૦ મહિલાઓનું પરિવાર સાથે પુન: સ્થાપન કરવામાં આવેલ. પોતાની રીતે તથા ૧૮૧ મહિલા વુમન હેલ્પલાઇન, પી.બી.એસ.સી તથા અન્ય કચેરી દ્વારા અહીં મહિલાઓ સેન્ટર પર આવતા હોય છે. આ ઉપરાંત બહેનો વ્યક્તિગત રીતે પણ કોઈ પણ તકલીફ હોય તો ઉપરોક્ત તમામ સેવા માટે સખી વન સ્ટોપ સેન્ટર નો સીધો સંપર્ક ૦૨૬૪૨ ૨૬૭૬૦૨ કરી શકે છે.