ભરૂચ તાલુકાના મહેગામ થી મનાડ જતા માર્ગ પર આજે સવારના 6.30 કલાકે પુર ઝડપે આવતી ઝાયલો કાર અને બાઇક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માત માં બે આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા.
આજે વહેલી સવારે દહેજ ખાતે મહેગામના એકજ ફળીયામાં રહેતા પ્રદિપ ગોહિલ દહેજ ખાતે મેઘમણી કંપનીમાં અને પ્રશાંત ગોહીલ જી.એન.એફ.સી દહેજ ખાતે કોન્ટ્રાકટમાં ફસ્ટશિપ હોય નોકરી પર પ્રદીપની બાઇક બાઈક નં. Gj-16-AE-0735 લઈને જતા હતા. દરમિયાન મનાડગામ થી કેશરોલ ગામ વચ્ચેના રોડ ઉપર સામેથી પુરઝડપે આવતી ઝાઇલો નંબર GJ-16-DG-2736ના ચાલકે બાઇકને ટક્કર મારતા અક્સ્માત સર્જાયો હતો. જેમાં ૨૭ વર્ષીય પ્રદિપ જયંતીભાઇ ગોહીલ અને પ્રશાંત છત્રસીંહ ગોહીલ ઉ.વર્ષ ૨૬નું ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓના પગલે કરૂણ મોત નીપજ્યું હતું.
અકસ્માત ની ઘટના બાદ ઝાયલો ચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે ભરૂચ રૂરલ પોલીસ ને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી બંન્નેવ મૃતકોની લાશ ને પોસ્ટ મોર્ટમ અર્થે ભરૂચ સિવિલ ખાતે ખસેડી ઝાઇલો ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.અચાનક જ એક ફળીયાના બે યુવાનોના મોતના પગલે મહેગામ ગામે શોકનું મોજુ ફેલાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે બે આશાસ્પદ યુવાનોના અચાનક અકસ્માતમાં મોત નીપજયાની જાણ થતાં જ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા પણ ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા અને મૃતકોના પરિવારજનોને શાંત્વના પાઠવી પોલીસને ઝાયલો ચાલક સામે કડક કાર્યવાહી હાથ ધરવા સુચન આપ્યું હતું.