ભરૂચ ની શાહ નર્સિંગ હોમ ના ડો. સુનિલ શાહ ની વડોદરા ની ગોત્રી પોલીસે મરણનો ખોટો દાખલો આપવાના કેસમાં ધરપકડ કરી છે
વડોદરાના એસ.સી.આઈ.ઈન્ટરનેશનલ સિક્યુરીટી લિમિટેડના ડિરેક્ટર વિક્રાંત સુરેશભાઈ શુકલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પિતાના અવસાન બાદ માતાએ તમામ જવાબદારી સંભાળી લેતા વિક્રાંતના કાકા વિજય ચંદ્ર પ્રકાશ શુકલા(રહે. પંચમ ડૂપ્લેક્સ, સોમા તળાવ)ને આ વાત હજમ થઈ ન હતી. જેથી વિજય શુકલાએ પોતાના ભાઈની પત્ની હીરારાણી હોવાના ખોટા પુરાવા આપી કંપની વિક્રાંત અને વર્ષાબેનની જાણ બહાર પોતાના નામે કરાવી દીધી હતી.
વિક્રાંત શુકલા સહિત તેમની માતા વર્ષાબેને આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં ડો. સુનિલ પ્રફુલ્લચંદ્ર શાહ (રહે. શાહ નર્સિંગ હોમ, ભરૂચ) વિક્રાંતના કાકા વિજય શુકલાના કહેવા પર વિલાસપતિ તેમની હોસ્પિટલમાં મૃત્યુ પામ્પા ન હોવા છતાં મરણ જાહેર કર્યા હોવાનું સામે આવ્યું છે. જેના આધારે વિજય શુકલાએ ભરૂચ નગર પાલિકામાંથી મરણ દાખલો કઢાવ્યો હતો. એટલું જ નહિ પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, માત્ર વિલાસપતિ જ નહિ પરંતુ, હીરારાણીનો પણ મરણનો દાખલો ખોટી રીતે કઢાવવામાં આવ્યો હતો. જેથી આ મામલે ખોટું મરણ સર્ટિફિકેટ બનાવનાર ભરૂચના ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે.