વાગરાના મૂલેર ગામે દરિયામાં ન્હાવા ગયેલ ગોહિલ પરિવારના ૬ સભ્યો ડૂબી જતા કરૂણાંતિકા સર્જાઇ હતી. જેમાં ભરતીના પગલે દરિયામાં ડૂબતા એકને બચાવવા જતા કુલ ૮ લોકો ડૂબી જતા સ્થાનિકો દ્વારા રેશ્ક્યુ કરાયા હતા. જેમાં ૬ લોકો મોતને ભેટ્યા હતા.
વાગરા લુકાના ગાંધાર નજીક સમુદ્ર કિનારે વેકેશનની મજા માણવા ગયેલા બે પરિવારોને સમુદ્રની ભરતીના સ્વરૂપમાં કાળ ભરખી જતા ૩ નાના બાળકો સહીત ૬ લોકોના મોત નિપજ્યા હતા.જેમાં અમાસ હોય દરિયામાં ભરતીના પાણી અચાનક આવી જતા એકને બચાવવા જતા કુલ ૮ જેટલા લોકો ડૂબવા લાગ્યા હતા હતા. આ ઘટનામાં બાળકો સહિતનાને રેશ્ક્યુ કરી સારવારા અર્થે ભરૂચ બરોડા હાર્ટ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.જ્યાં હાજરા તબીબે ૬ લોકોને મૃતા જાહેરા કર્યા હતા જ્યારે અન્ય બેની હાલત પણ નાજુક હોય તેમની સારવાર આરંભાઇ હતી.
ઘટનાની જાણ થતાં જ વાગરાના ધારાસભ્ય સહિત પોલીસ અધિક્ષક લીના પાટીલ અને પોલીસ કાફલો હોસ્પિટલ ઉપર પહોંચ્યો હતો. અને ધારાસભ્ય અરૂણસિંહે તબીબોને સારવાર હેઠળના બે જીવ બચાવવા એડીચોટીનું જોર લવાવાની તાકીદ સાથે મૃતકોના પરિવારજનોને દુ:ખની લાગણી સાથે સાંત્વના પાઠવી હતી. ઘટનાના પગલે ભરૂચની હોસ્પિટલમાં કલ્પાંતના દ્રશ્યોએ કઠણ હ્રદયના માનવીઓની પણ આખો ભીંજવી દીધી હતી. સારવાર માટે લવાયેલા ૮ લોકો પૈકી ૬ લોકોએ એકપછી એક જીવ ગુમાવતા ગમગીની ફેલાઈ હતી. આજે વાગરા તાલુકાના મુલેર ગામમાં આ કમભાગીઓની અંતિમવિધિ કરવામાં આવી હતી. જયાં મૃતકો ના પરિજનો સહિત આખુ ગામ હિબકે ચઢ્યું હતું.ભારે હૈયે મૃતકોને મુખાગ્ની અપાયો હતો.
ભરૂચ પોલીસ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર સાંજના સુમારે વાગરા તાલુકાના મુલેર ગામના બે પરિવાર વેકેશન હોવાથી બાળકોને ખંભાતના અખાત નજીક સમુદ્ર કિનારે ફરવા લઈ ગયા હતા. સાંજના સુમારે બાળકો કિનારે રમી રહ્યા હતા ત્યારે અમાસની ભરતી ચઢવા લાગી હતી. અચાનક ધસી આવેલા પાણીના કારણે બાળકો કિનારા તરફ પહોંચે તે પહેલા સમુદ્રએ બાળકોને તેમનામાં સમાવી લીધા હતા. આ બાળકોને બચાવવા માટે પરિવારના મોભીઓ પણ સમુદ્ર તરફ દોડ્યા હતા અને એક પછી એક ૮ લોકો સમુદ્રમાં સમાઈ ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી સમુદ્રમાંથી ૮ લોકોને બહાર કાઢ્યા હતા.
આ ગોઝારી દુર્ઘટનામાં ડૂબી જવાથી યોગેશ દિલીપભાઈ ગોહિલ(ઉ.વ. 19), તુલસીબેન બળવંતભાઈ ગોહિલ (ઉ.વ. 20), જાનવીબેન હેમંતભાઈ ગોહિલ(ઉ.વ. 05), આર્યાબેન રાજેશભાઇ ગોહિલ, રીંકલબેન બળવંતભાઈ (ઉ.વ.15) અને રાજેશ છત્રસિંહ ગોહિલ(ઉ.વ 38) ના મોત થયા છે.