The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 31

વાવાઝોડાના પગલે ભરૂચના મહેગામની હાલત કફોડી

ભરૂચના દરિયા કિનારે બિપોરજોય વાવાઝોડાની વિપરીત અસર થઈ ગઈ છે. સરેરાશ 51 કિમીની ઝડપે તુફાની વાયરા સાથે દરિયો પણ તોફાની બન્યો હતો. દહેજ બંદરે  વાવાઝોડા બીપોરજોયને લઈ એલર્ટ વચ્ચે વાવાઝોડાની અસર વર્તાવવાની શરૂઆત થઈ ગઈ હતી. જેમાં પ્રતિ કલાકે 51 કિલોમીટરની ઝડપે કાંઠા વિસ્તારોમાં પવન ફૂંકાતા નર્મદા નદી ગાંડીતુર બનતા  મહેગામ ગામના ગ્રામજનો, માછીમારોની મુશ્કેલીઓ વધી ગઈ હતી.

જો કે ભરૂચતંત્ર દ્વારા 3 તાલુકાના 44 ગામોને એલર્ટ વચ્ચે સાગર તટથી 7 કિમીમાં આવેલા 26 ગામો અને અગારીયાઓ પર તંત્રે વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. વાવાઝોડાને લઈ જિલ્લા વહીવટી, પોલીસ, ડિઝાસ્ટર, વીજ કંપની, એસ.ટી. તંત્ર પેહેલથી જ સતર્ક હોય અગમચેતીના તમામ પગલાં લઈ હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખી રાહત તેમજ બચાવ માટે ખડેપગે જ છે.પરંતુ તંત્રના આદેશનું પાલન કરતા મહેગામના માછીમારોને નર્મદા ગાંડી બનતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જેમાં પણ અમાસના સ્થાને બારસના દિવસે નર્મદામાં ભરતીના પાણી આવતા માછીમારો પોતાની બોટને લાંગરવા તેમજ માછીમારી ન કરવા મજબુર બન્યા છે.

ગ્રાજનોના જણાવ્યાનુસાર અમોએ તંત્રના આદેશનું પાલન કરી માછીમારી કરવા નથી ગયા પરંતુ માછીમારી વિના અમારી રોજગારીનો કોઇ વિકલ્પ ના હોય ભારે તકલીફો ભોગવવી પડી રહી છે. સામાન્ય રીતે નર્મદામાં અમાસની ભરતી હોય તો જ ગામા સુધી પાણી આવતા હોય છે પરંતુ વાવાઝોના પઅગલે બારસે જ ગામ સુધી પાણી આવતા તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા કિનારે વસેલુ છેલ્લુ ગામ મહેગામ આ અગાઉ પણ પાણી વગર વલખા મારી દૂર સુધી જઈ પાણી લાવવા મજબુર બન્યુ તો છે જ અને હવે વાવાઝોડાના પગલે રોજગારી વિના રહેવાનો વારો આવતા તેમની સ્થીતિ જાયે તો જાયે કહાં જેવી થવા પામી છે.

ભરૂચ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે સાંસદ યોગ યોજાઇ સ્પર્ધા

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સયુંકત ઉપક્રમે જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારીની કચેરી, ભરૂચ દ્વારા વિશ્વ યોગ દિવસ-૨૦૨૩ નિમિત્તે તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે   સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અધ્યક્ષ પદેથી સાંસદ મનસુખભાઈ વસાસાએ પ્રાસંગિક ઉદ્બોધન માં જણાવ્યું હતું કે, રમત-ગમત અને યોગ બાબતે લોકજાગૃતિ તથા તેમાં પણ યોગને વિશ્વફલક પર પ્રસ્થાપિત કરવાનો સાચો યશ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. તંદુરસ્ત સમાજનાં નિમાર્ણ થકી જ તંદુરસ્ત રાષ્ટ્રનું નિમાર્ણ શક્ય બનશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. તંદુરસ્ત રાષ્ટ્ર થકી જ આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરી શકાશે. તેમ સાંસદે ઉમેરતા જણાવ્યું હતું.

આ ઉપરાંત સાંસદે સ્કૂલના વિદ્યાર્થીઓને જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ મુજબ પ્રાર્થના અને યોગ સિક્કાની બે બાજું છે. આથી તેમણે  યોગમય જીવનનું નિર્માણ કરવા પણ જણાવ્યું હતું. વધુમાં તેમણે યોગથી શારીરિક તથા માનસિક વિકાસ થાય છે. આથી રોજિદા જીવનમાં યોગને પોતાની દિનચર્યામાં સામેલ કરવા પણ સાંસદે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પણ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, વિશ્વનાં ૨૦ વિકસિત રાષ્ટ્રનાં સમુહનું સંગઠન જી-૨૦ નું અધ્યક્ષપદ આ વખતે આપણા દેશને મળ્યું છે ત્યારે ભારત દેશની જ દેન એવા વિશ્વ યોગ દિવસને ગરિમામય ઉજવણી સાથે રોજબરોજનાં જીવનમાં અપનાવવાની હિમાયત કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા પંચાયત સમિતિનાં અધ્યક્ષ ધર્મેન્દ્ર મિસ્ત્રી, જિલ્લા રમત-ગમત કમિટીના સેલ અધ્યક્ષ પ્રશાંતભાઈ પટેલ, તપોવન સંસ્કાર કેન્દ્રનાં ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા, તપોવન સંસ્કાર કેન્દ્રનાં નિયામક જાગૃત્તિબેન પંડ્યા તથા મોટી સંખ્યામાં સ્કૂલનાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અકસ્માતોનું નવું સરનામું બનતો ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ

ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ જાણે રાજ્યની સરકારી બસો માટે એક્સિડન્ટ ડેસ્ટિનેશન બની રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જ બ્રિજ પર 8 સરકારી બસોના અકસ્માત સર્જાયા છે. ગુરૂવારે મોડી રાતે વધુ બે બસો અકસ્માતગ્રસ્ત બની હતી.

નર્મદા મૈયા બ્રિજ ઉપર હાલમાં જ સરકારી એસ.ટી. બસોને અવરજવર માટે પરવાનગી અપાઈ હતી. જોકે જ્યારથી સરકારી બસની સફર આ ફોરલેન સેતુ પરથી શરૂ થઈ છે. ત્યારથી અકસ્માતોની હારમાળા સર્જી રહી છે.ભરૂચ નર્મદા મૈયા બ્રિજ સરકારી ST બસનો અકસ્માત ઝોન બની રહ્યો હોવા છતાં ડ્રાઈવરોને સ્પીડ નિયંત્રણ અંગે કોઈ પગલાં લેવામાં આવી રહ્યાં નથી.ગુરૂવારે રાત્રીના બે અલગ અલગ બનાવમાં  સુરત તરફથી ભરૂચ આવતી સરકારી બસે ઇકો ચાલકને પાછળથી ટક્કર મારતા ઇકો ને નુકશાન થયું હતું.

જોકે અંદર બેસેલા ડ્રાઈવર સહિત અન્ય લોકો તેમજ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ત્યારે રાત્રે 1 વાગ્યાના સુમારે બીજો અકસ્માત ભરૂચ તરફ થયો હતો. બસ ચાલક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડ પર ડિવાઈડર સાથે ભટકાઈ હતી. સદનસીબે બન્ને બનાવમાં કોઈ જાનહાની થયેલ ન હતી. એસ.ટી. બસો નર્મદા મૈયા બ્રિજ પર કોઈ જાન કે માલહાની સર્જે તે પેહલા ST ડ્રાઈવરોને બ્રિજ પર કઈ રીતે, કેટલી ઝડપે બસ હંકારવી તેના પાઠ પણ ભણાવાય તે જરૂરી બની રહ્યું છે.

અશ્લિલ વિડિયો બનાવી પૈસા પડાવવાના સ્કેમનો ભોગ બની આખરે ભરૂચના કેમિકલ એન્જીનીયર સ્ટુડન્ટે ગુમાવ્યો જીવ

યુવા અવસ્થા ઘણી જ ચંચળ હોય છે અને સોશ્યલ તેમજ ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આશીર્વાદ સાથે અભિશાપ પણ બની રહ્યો છે. દરેક ટેકનોલોજી કે ચીજનો વિવેકપૂર્ણ તેમજ સ્લામત ઉપયોગ જ તમને ફ્રોડ, ફિશિંગ કે મુસીબતમાં મુકાતા બચાવી શકે છે.સરકાર અને પોલીસ તંત્ર સાયબર ફ્રોડ, ઓનલાઈન ચિટિંગ, ગેમિંગ કે અન્ય લોભ પ્રલોભન કે ફસાવવા માટે થતા ઉત્તેજક – આકર્ષક કોલોથી સચેત કરી રહી છે તેમ છતાં યુવાનો અને લોકો તેનો ભોગ બની રહ્યાં છે. જેને લઈ ભોગવવાનો વારો જે તે વ્યક્તિ સાથે આખા પરિવારને આવે છે.

આવો જ એક સંવેદનશીલ બનાવ ભરૂચમાંથી બહાર આવ્યો છે. કેમિકલ એન્જીનીયરીંગના છાત્રને એક વોટ્સએપ વિડીયો કોલ આવ્યો હતો. યુવાને તેને રિસીવ કરતા સામે આકર્ષક યુવતી હતી. યુવતીએ ઉત્તેજક વાતો કર્યા બાદ પોતે નિર્વસ્ત્ર થઈ ગઈ હતી.ઇજનેરી છાત્રને પણ તેના વસ્ત્રો ઉત્સરવાનું મોહજાળમાં ફસાવનાર પેલી યુવતીએ કહ્યું હતું. હવે સ્ટુડન્ટે વસ્ત્રો ઉતાર્યા અને તેનો ન્યૂડ વિડીયો ઉતારી લેવાયો. અહીંથી શરૂ થયો બેલ્ક મેલિંગનો ગંદો ખેલ. કોઈને કહેવાય નહીં અને સહેવાય નહિ વચ્ચે ઘરમાં ખબર પડશે તો ? ની બીકથી ઇજનેરી છાત્ર યુવતી અને તેની ટોળકીમાં બરાબરનો ફસાઈ ગયો અને આખરે તેણે ભરૂચથી અમદાવાદ જઈ સાબરમતીમાં ઝંપલાવી જીવન લીલા સંકેલી હતી.

ભરૂચની શાળાઓમાં રજા જાહેર કરવામાં મોડે મોડે જાગ્યું..!

  • સવારે 6 કલાકે વાલીઓ અને વિદ્યાર્થીઓને મેસેજ કરાયા
  • ભરૂચ જિલ્લાની શાળાઓ બહાર કેટલાય વિધાર્થીઓ, વાલીઓ, સ્કૂલ વર્ધિના વાહનો રજાના પાટિયા જોઈ પરત

બિપોરજોય ચક્રવાતના લેન્ડફોલ બાદ રાજ્યમાં વાવાઝોડા અને વરસાદની પ્રબળ શકયતા વચ્ચે ભરૂચ જિલ્લાનું તંત્ર સલામતીસર શાળાઓમાં રજા જાહેર કરવામાં મોડે મોડે જાગ્યું હતું.

ભરૂચ જિલ્લા તંત્રે આજે શુક્રવારે શાળાઓમાં રજા અંગેનો નિર્ણય છેક રાતે 11 કલાકે લીધો અને તેમાં પણ વિષમ સ્થિતિમાં આચાર્યોએ વિવેક બુદ્ધિ વાપરી રજાનો નિર્ણય લેવા ધોળી દેવાયું હતું. શુક્રવારે વહેલી સવારે વાલીઓ અને વિધાર્થીઓ સાથે સ્કૂલ બસ, ઓટો અને વાન શાળાએ પોહચ્યા બાદ તેઓને પાટિયા જોઈ રજા હોવાની જાણ થઈ હતી. સ્કૂલોમાંથી વાલીઓને રજાના મેસેજ સવારે ૬ કલાકે કરવામાં આવ્યા હતા. જે કેટલાય વાલી અને વિદ્યાર્થીઓએ જોયા પણ ન હતા.સવારે તૈયાર થઈ શાળાએ પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓએ પરત ઘરે જવાનો વારો આવ્યો હતો. જેમાં સૌથી ખરાબ હાલત ગામડાના વિદ્યાર્થીઓની થઈ હતી. તો ભરૂચ શહેર અને જિલ્લામાં અમુક શાળાઓ ચાલુ પણ રહી હતી.

ભરૂચમાં બિપોરજોયની વિપદા શરૂ, દહેજ બંદરે 3 નંબરના સિગ્નલ વચ્ચે મોજા ઉછળવાનું શરૂ

ભરૂચના દરિયા કિનારે આજે ગુરૂવારે બપોરથી બિપોરજોય વાવાઝોડાની વિપરીત અસર વર્તાવવાની શરૂ થઈ ગઈ છે. સરેરાશ 51 કિમીની ઝડપે તુફાની વાયરા સાથે દરિયો પણ તોફાની બન્યો હતો.

દહેજ બંદરે 4 દિવસથી વાવાઝોડા બીપોરજોયને લઈ એલર્ટ વચ્ચે ગુરૂવારે બપોરથી વાવાઝોડાની અસર વર્તાવવાની શરૂઆત થઈ ગઈ હતી. પ્રતિ કલાકે 51 કિલોમીટરની ઝડપે દરિયા કાંઠા વિસ્તારોમાં પવન ફૂંકાતા ગ્રામજનો, વાહનચાલકો, વીજ કંપની સાથે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી.જિલ્લાના 122 કિમીના દરિયા કાંઠે કરંટ વધવા સાથે મોજા વધુ તોફાની બન્યા હતા. દરમિયાન બપોર સુધી જબુસરમાં માત્ર એક મિમી વરસાદ નોંધાયો હતો.ચાર દિવસથી 3 તાલુકાના 44 ગામોને એલર્ટ વચ્ચે સાગર તટથી 7 કિમીમાં આવેલા 26 ગામો અને અગારીયાઓ પર તંત્રે વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.વાવાઝોડાને લઈ જિલ્લા વહીવટી, પોલીસ, ડિઝાસ્ટર, વીજ કંપની, એસ.ટી. તંત્ર પેહેલથી જ સતર્ક હોય અગમચેતીના તમામ પગલાં લઈ હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખી રાહત તેમજ બચાવ માટે ખડેપગે છે.

અંકલેશ્વર અમના માર્કેટના ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

અંકલેશ્વરના અમન માર્કેટમાં આવેલા ભંગારના ગોડાઉનમાં એકા એક આગ લાગતા દોડધામ મચી હતી. આ આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગા એટલી વિકરાળ હતી કે આગના કાળા ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતાં હતાં. DPMC સહિત છ જેટલા ટેન્ડરોએ દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર 48 ને અડીને અમન માર્કેટ આવેલું છે. જેમાં અવારનવાર આગ લાગવાના બનાવો બનતા રહે છે. ગત સાંજે અમન માર્કેટમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. આ આગના કારણે આસપાસના સ્થાનિકો અને ગોડાઉન ધારકોમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતાં.

આ બનાવની જાણ DPMC ના ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ પણ તેમની ટીમ સાથે ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા અને લાશ્કરોએ પાણીનો મારો ચલાવીને ૪ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. જોકે આગમાં કોઈ જાનહાનિ ન નોંધાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભંગારના ગોડાઉનના સંચાલકો કેમિકલ વેસ્ટવાળો સામાન લેતા હોવાના કારણે આગ લાગવાના બનાવો બનતા હોવાની લોક ચર્ચાઓ ઉઠી છે.

FDDI અંકલેશ્વર સ્કૂલ ઓફ ફેશન ડિઝાઇન દ્વારા ફેશન શો મેરાકી-2023 યોજાયો

સ્કૂલ ઓફ ફેશન ડિઝાઇન દ્વારા ગ્રેજ્યુએશન ડિઝાઇન કલેક્શન ફેશન શો મેરાકી-2023નું આયોજન કરવામાં આવ્યું હતું.

ગતરોજ અંકલેશ્વર જી.આઇ.ડી.સી સ્થિત એફ.ડી.ડી.આઈ. ખાતે સ્નાતક વિદ્યાર્થીઓ દ્વારા ફેશનશોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરંપરાગત ભારતીય વસ્ત્રો અને આધુનિક પશ્ચિમી વસ્ત્રો મળી કુલ 46  સંગ્રહો પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા.

આ ફેશના શોમાં વિદ્યાર્થીઓની પ્રતિભા અને સર્જનાત્મકતા પ્રદર્શિત કરતી દરેક ડિઝાઈનને કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવી હતી અને ચોકસાઈ સાથે અમલમાં મુકવામાં આવી હતી. જટિલભરતકામ, બોલ્ડપ્રિન્ટ્સ અને અદભૂત સિલુએટ્સ સાથે આસંગ્રહ પરંપરાગત અને આધુનિક ડિઝાઇનનું સુંદર મિશ્રણ હતું.

આ કાર્યક્રમમાં કલાપી બુચ,સીઇઓ સુફર્ણા ડિઝાઇન, નિરજ વૈધ, ફેશન ડિઝાઇનર નિશી એસ. પટેલ, સિનિયર ફેશન ડિઝાઇનર તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચની મુન્શી આઈ.ટી.આઈ.માં કેમ્પસ ઇન્ટરવ્યુનો કાર્યક્રમ યોજાયો

આજ રોજ તા.૨૬/૫/૨૦૨૩ ને શુક્રવારના રોજ ભરૂચ ની મુન્શી આઈ.ટી.આઈ. માં કેમ્પસ ઇન્ટરવ્યુ નો કાર્યક્રમ યોજાયો હતો.

મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભરૂચની હાજી અહેમદ મુન્શી આઈ.ટી.આઈ. માં ચાલુ વર્ષે ફિટર ટ્રેડ માં અભ્યાસ કરતા ૩૮ વિદ્યાર્થીઓ માટે EVEREST INDUSTRIES LTD- DAHEJ દ્વારા એપ્રન્ટીસ જોબ માટે કેમ્પસ ઇન્ટરવ્યુ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કંપની ના HRએ હાજર રહી તાલીમાર્થીઓ નું વ્યક્તિગત ઈન્ટરવ્યુ લઈ હાજર રહેલ તાલીમાર્થીઓ માંથી ૧૫ જેટલા તાલીમાર્થીઓને એપ્રન્ટીસ જોબ માટે પસંદ કર્યા હતા. પસંદગી પામેલ તાલીમાર્થીઓને કંપનીમાં એપ્રન્ટીસ જોબ માટે જૂન ૨૦૨૩ થી હાજર થવાની ઓફર કરેલ છે.

મુન્શી આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓ કોર્ષ પૂર્ણ કરે તે પહેલા જ કંપનીમાં નોકરી માટે પસંદગી પામેલ હોય જે મુન્શી આઈ.ટી.આઈ. અને ભરૂચ સમાજ માટે ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત કહેવાય. મુન્શી ટ્રસ્ટ તમામ પસંદગી પામેલ તાલીમાર્થીઓને તથા તેમના સ્ટાફ ગણ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.આ પ્રોગ્રામ માં કંપની ના HR ની  સાથે મુન્શી આઈ.ટી.આઈ.ના આચાર્ય આરીફ પટેલ અને સંસ્થાના સ્ટાફગણે હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

જમીન સંપાદનનો મામલો બન્યો ઉગ્ર : યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતોએ થાળીઓ વગાડી ભરૂચ કલેકટર કચેરી ગજવી

આજ રોજ ભરૂચ કલેકટર કચેરી બાહર ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું હતું જ્યાં ખેડૂતોએ સુત્રોચ્ચાર સાથે થાળીઓ વગાડી, વિરોધ પ્રદર્શન કરતા કલેકટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દિલ્હી, મુંબઈ એક્સપ્રેસ હાઇવેમાં જમીન સંપાદન થયેલ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ખેડૂતોને શાંત પાડવાના તંત્રના તમામ પ્રયાસો પણ નિષ્ફળ નીવડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

ભરૂચ જિલ્લામાં ખેડૂતો દ્વારા પ્રથમ હાઇવેની કામગીરી બંધ કરાવી વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. જે બાદ તંત્ર દ્વારા ખેડૂતો સાથે મિટિંગ યોજી ખેડૂતોને આશ્વાસનો આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો. જોકે તંત્રની સાથે મિટિંગ કેટલાક ખેડૂતો માટે સંતોષકારક રહી તો કેટલાય ખેડૂતો આજે પણ તંત્ર સામે યોગ્ય વળતરની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે.જેમાં આજે ભરૂચ કલેકટરાલય બહાર ખેડૂતો દ્વારા થાળીયો વગાડી પોતાનો વિરોધ વ્યક્ત કરી પોતાનેયોગ્ય વળતર મળે તેવી માંગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતો 2013 ના નિયમ મુજબ વળતર ની માંગ કરી રહ્યા છે. જે મામલો દિવસે ને દિવસે રાજકીય રંગ સાથે વિરોધ ના સુર વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે.

સુરત અને નવસારી જીલ્લામાં એક્સપ્રેસ હાઇવેમાં સંપાદિત થયેલ જમીનના ખેડૂતોને જે ભાવ આપવામાં આવ્યા છે એ મુજબ ભાવ ભરૂચ જીલ્લામાં પણ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે અને જો માંગ નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા આ મહત્વના પ્રોજેટ્કનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ખેડુતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતા તેઓને યોગ્ય વળતર નહિ મળે તો આ મુદ્દે હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઇ રહ્યા છે.

error: Content is protected !!