નેત્રંગની થવા કોલેજમાં અભ્યાસ કરતી એક દિકરીએ યુનિવર્સિટી કક્ષાએ યોજાયેલી બોક્સિંગની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતાં કોલેજ પરીવારમાં આનંદની સાથે ગૌરવની લાગણી ફરી વળી હતી.
નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ નુતન ગ્રામ વિદ્યાપીઠ કોલેજમાં બી.આર.એસ વિભાગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી રાઠોડ પરમજીતે વીરનર્મદ સાઉથ ગુજરાત યુનિવરસીટી સુરત ખાતે યોજાયેલ બોક્સિંગ સ્પર્ધા મહિલા વિભાગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી થવા બી.આર.એસ કોલેજનું ગૌરવ વધારતા આનંદ લાગણી ફેલાઇ છે.
રાઠોડ પરમજીત એક ગરીબ પરીવાર માંથી આવતી આ દિકરી છેલ્લા ચાર વર્ષથી થવા એકલવ્ય સાધના ઉતર બુનિયાદી આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કર્યો અને બે વર્ષથી થવા કોલેજમાં અભ્યાસ કરી રહી છે. પરમજીત રાઠોડે અત્યાર સુધીમાં નવ જેટલી સ્કુલ ગેઇમ નેશનલ રમી છે.ખેલમહાકુંભમાં છેલ્લા પાંચ વર્ષથી રાજયકક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે.