ગુજરાતના શિક્ષણમંત્રીની મૌખિક જાહેરાત બાદ આજે શિક્ષણ બોર્ડે પરિપત્ર જાહેર કર્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે પરિપત્રમાં જાહેર કરેલા આદેશમાં ધો.૧૦માં બેઝીક અને સ્ટાન્ડર્ડ ગણિત મામલે નિર્ણય લેવામાં આવ્યો છે. જે વિદ્યાર્થી ધોરણ 10માં બેઝીક ગણિત રાખશે તે ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહમાં માત્ર ‘B’ ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે એટલે કે જો બેઝીક ગણિત રાખ્યું હશે તો ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહ માટે ‘A’ અથવા તો ‘AB’ ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે નહીં. અને જો A’ અથવા તો ‘AB’ ગ્રુપમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો પહેલા પૂરક પરીક્ષામાં ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરવી પડશે.
જ્યારે પહેલા ધોરણ 10માં પરીક્ષામાં 2 વિકલ્પ આપવામાં આવે છે જેમાં બેઝિક ગણિત સાયન્સ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ સ્ટારન્ડર્ડ ગણિત વિકલ્પ પસંદ કરી શકે છે. પણ જો કોઈ વિદ્યાર્થી ધોરણ 10માં બેઝિક ગણિત રખાવે અને 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવા ઈચ્છતો હોય તો પહેલાના ઠરાવ અનુસાર તે પ્રવેશ મેળવી શકતો ન હતો. અને જો પાસ થયો હોય તો તેણે જ્યારે ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ માટે જુલાઇ માસની ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા ફરજિયાત આપવી પડતી હતી.
તો ઠરાવ બાદ હવે ધોરણ 10માં બેઝીક ગણિત રાખશે તે ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહમાં માત્ર ‘B’ ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે તેમજ ધોરણ 10માં ગણિત બેઝિકમાં પાસ થનાર વિદ્યાર્થી જો ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રુપમાં જવા ઈચ્છતો હોય તો જુલાઇ માસની પૂરક પરીક્ષા દરમિયાન પરીક્ષા પાસ કરી ઊચા સ્ટાન્ડર્ડમાં પ્રવેશ મેળવી શકશે.