The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 212

હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ ગૃપ કેપ્ટન વરૂણ સિંહની હાલત હજુ નાજુક

હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ગૃપ કેપ્ટન વરૂણ સિંહની હાલત ગંભીર છે, પરંતુ તે સ્થિર છે. વાયુસેનાના અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી. ગૃપ કેપ્ટન વરૂણ સિંહ 8 ડિસેમ્બરના હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત અને અન્ય 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગૃપ કેપ્ટન વરૂણ સિંહ હાલ બેંગલુરૂની કમાન્ડ હોસ્પિટલમાં દાખલ છે. આખો દેશ ગૃપ કેપ્ટન વરૂણ સિંહના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે.

તેના માતા-પિતા પણ બેંગ્લોર પહોંચી ગયા છે. જ્યારે તેણે પોતાના પુત્રને ICU ની બહારથી જોયો તો તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પરંતુ પછી પોતાની જાતને સંભાળીને કહ્યું કે મારો પુત્ર યોદ્ધા છે અને આ લડાઈમાં પણ જીતીને પાછો ફરશે. વરૂણ સિંહ વિશેની આ માન્યતા માત્ર તેના માતા-પિતાની જ નહીં પરંતુ તેને ઓળખનાર દરેક વ્યક્તિની પણ છે, કારણ કે તેના જુસ્સા અને હિંમતને કારણે ગૃપ કેપ્ટન વરૂણ સિંહ આ પહેલા પણ મોતને હરાવી ચૂક્યા છે.

ગૃપ કેપ્ટન વરૂણ સિંહે અગાઉ ગયા વર્ષે તેજસ એરક્રાફ્ટની ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન મોટી ટેકનિકલ ખામી સર્જાતાં કટોકટીમાં એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું અને તે બચી ગયા હતા. તેમની બહાદુરી માટે તેમને આ વર્ષે શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા. વરૂણ સિંહને આ વર્ષની શરૂઆતમાં વીરતા માટે શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.

ગૃપ કેપ્ટન વરૂણ સિંહ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રૂદ્રપુર તાલુકામાં આવેલા કનહોલી ગામના વતની છે. વરૂણ સિંહ હાલમાં ભારતીય વાયુસેનામાં ગૃપ કેપ્ટન તરીકે પોસ્ટેડ છે અને તમિલનાડુના વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ ના ડાયરેક્ટીંગ સ્ટાફ છે. વરૂણ સિંહના પિતા કર્નલ કેપી સિંહ પણ સેનામાંથી નિવૃત્ત છે. જો કે હાલમાં તેનો પરિવાર મધ્યપ્રદેશના ભોપાલમાં રહે છે.

ભરૂચ: ATM તોડી રૂ.૭.૬૯ લાખ ચોરનાર ચોર ઝડપાયો

ભરૂચ દહેજ બાયપાસ રોડ ઉપર મધરાતે HDFC બેંકનું ATM તોડી રૂ.૭.૬૯ લાખ ચોરી કરનાર UP ના આરોપીને સિક્યોરિટી ગાર્ડ, ચાવાળા અને સરપંચની સમયસૂચકતા અને હિંમતથી પોલીસે પકડી પાડ્યો હતો.

દહેજ બાયપાસ ઉપર આવેલા ફાઈવ સ્ટાર પ્લાઝામાં HDFC બેંકની બ્રાન્ચ અને બાજુમાં જ ATM આવેલું છે. શુક્રવારે મધરાતે ઉત્તરપ્રદેશનો આસિફ રહવર રઝા ATM તોડવા ગ્રાઈન્ડર મશીન, હથોડી, છીણી, પકડ લઈ આવ્યો હતો. બાજુના મીટરમાં ગ્રાઈન્ડર મશીન અને કટરનો વાયર નાખી ATM તોડવાનું શરૂ કર્યું હતું. જે પેહલા મોઢા ઉપર ગળા ટોપી અને હાથમાં હેન્ડ ગ્લોવ્ઝ પહેરીને આવેલા તસ્કરે CCTV કેમેરા તોડી નાખ્યા હતા.

હાઇવે ઉપર ATM આવેલું હોય અને તેના પર સિક્યોરિટી ગાર્ડ તહેનાત નહિ હોવાની માહિતી સાથે આરોપી પુરી તૈયારી સાથે આવ્યો હતો.આરોપી ATM નું શટર તોડી, વોલ્ડ ડોર મશીન અને કટર વડે કાપી નાખ્યો હતો. ચાર કેશ ટ્રે પૈકી ૫૦૦ ના દરની ટ્રે માંથી રૂ.૭.૬૯ લાખ ચોરી લીધા હતા. દરમિયાન પાછળની સોસાયટીના વોચમેન સિકંન્દર મલેક ચા પીવા અશરફ શેખની લારીએ રાતે 3.30 કલાકે ગયા હતા. જ્યાં બન્નેએ ATM માંથી આવતો પ્રકાશ અને અવાજ સાંભળતા સરપંચ નદીમ શેખને જાણ કરી હતી. જેથી સરપંચે એ ડિવિઝન પોલીસને જાણ કરતા PI એ.કે.ભરવાડ સહિતનો કાફલો સ્થળ પર આવવા રવાના થયો હતો.

સરપંચ, સોસાયટીના સિક્યોરિટી ગાર્ડ અને ચાની લારીવાળાએ ATM પાસે જઈ શટર બહારથી બંધ કરી રાખ્યું હતું. પોલીસ પહોંચી જતા આરોપી ચોરેલી કેશ સાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો. આ ઘટનામાં બ્રાન્ચ મેનેજર મુબારક પટેલની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં એક ચાની લારીવાળા, વોચમેન, શેરપુરાના સરપંચની સમયસૂચકતા અને હિંમતના કારણે HDFC નું ATM તોડી ૫૦૦ ના દરની ૧૫૩૮ નોટ ચોરનાર તસ્કર ATM ની અન્ય ૩ કેશ ટ્રે ને ચોરી ભાગે તે પેહલા જ પકડાઈ ગયો હતો.

ભરૂચ: પરિક્રમાવાસીઓને નર્મદા નદી પાર કરાવવા પ્રશાસને 25 નાવડીઓની કરી વ્યવસ્થા

• હાંસોટ વમલેશ્વરથી દહેજ તરફ 900 પરિક્રમવાસીઓને રવાના કરાયા, ભરતી અને ઓટના કારણે 2 કલાકના જ મળતા સમયથી મુશ્કેલી સર્જાય

ભરૂચમાં અગાઉ ખરાબ હવામાનના કારણે 3 દિવસ સુધી નર્મદા પરિક્રમા સ્થગિત રહ્યા બાદ હાંસોટના વમલેશ્વર ખાતે 3000 પરિક્રમાવાસીઓ ભેગા થઈ જતા તંત્રએ તેઓને સામે પાર મોકલવા વધુ 25 નાવડીઓની વ્યવસ્થા સાથે તંબુઓ તાણવા પડ્યા હતા.

કોરોના મહામારી બાદ આ વર્ષે ભરૂચ જિલ્લામાં નર્મદા પરીક્રમાંવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ ઉમટી રહ્યા હોય અવ્યવસ્થા સર્જાઈ રહી છે. જેમાં વધારાની વ્યવસ્થા ગોઠવવા જીલ્લા વહીવટી તંત્ર તેમજ સેવાભાવી સંસ્થાઓએ આગળ આવવું પડ્યું છે.

તાજેતરમાં આવેલ માવઠાના કારણે અંકલેશ્વર તેમજ હાંસોટ ખાતે પરીક્રમાંવાસીઓનો જમાવડો જોવા મળ્યો હતો. સતત 3-4 દિવસ સુધી દરિયો પાર ન કરતા પરીક્રમાંવાસીઓની સંખ્યા વધી હતી. અને તેવામાં રોજેરોજ પરીક્રમાંવાસીઓની સંખ્યામાં વધારો જ થતો રહ્યો હતો. જેના કારણે હાંસોટના વમલેશ્વર ખાતે 3000 થી પણ વધુ પરિક્રમાવાસીઓ એક સાથે એકત્રિત થઇ ગયા હતા.

જેના પગલે અવ્યવસ્થા ઉભી થઇ હતી. જો કે ત્યાર બાદ સ્થાનિક આગેવાનો, જીલ્લા વહીવટી તંત્ર તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા રહેવા, જમવા તેમજ અન્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. જીલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ અધિક જીલ્લા કલેકટર જે.ડી. પટેલ, અંકલેશ્વરના પ્રાંત અધિકારી રમેશ ભગોરા, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ ખડે પગે રહ્યા હતા.

આજરોજ સવારે જીલ્લા કલેકટરે પણ વમલેશ્વર ખાતે મુલાકાત લીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં 25 જેટલી બોટની વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે 900 જેટલા પરીક્રમાવાસીઓને હાંસોટથી દહેજ તરફ આગળ પરિક્રમાએ પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. ભરતી અને ઓટના કારણે માત્ર 2 જ કલાકનો સમય મળે છે જેથી મુશ્કેલી ઉભી થઇ છે.

પરંતુ હાલમાં પરિક્રમાવાસીઓ માટે તંબુ બનાવી દેવાયા છે ઉપરાંત ગતરોજ મેડીકલ ચેક અપ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો અને તેઓને જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી. તંત્ર સાથે પરિક્રમવાસીઓ માટે અંકલેશ્વર રોટરી ક્લબ, જૈન સોશ્યલ ગ્રુપ, RSS સહિતની સંસ્થાઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે. અંકલેશ્વર રામકુંડ ખાતે પણ આજરોજ 500 જેટલા પરિક્રમાવાસીઓ હતા જેઓ માટે જમવાની અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.

રાજપારડી પોલીસ મથકે ચુંટણીને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઇ

• રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારના ૧૯ ગ્રામ પંચાયતોના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા

આગામી ૧૯ મી તારીખના રોજ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે,અને ચુંટણીનુ ચિત્ર સ્પષ્ટ બની ચુક્યુ છે ત્યારે તંત્ર દ્વારા ન્યાયિક અને તટસ્થ રીતે ચુંટણી યોજાય તે માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી ૧૯ ગ્રામ પંચાયતોની ચુંટણીને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.

નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઇ તેમજ રાજપારડી પીએસઆઇ જયદિપસિંહ જાદવની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતી ૧૯ ગ્રામ પંચાયતોના ઉમેદવારો હાજર રહ્યા હતા. પીએસઆઇ જયદિપસિંહ જાદવે ચુંટણી શાંતિમય માહોલ વચ્ચે તટસ્થ રીતે યોજાય તેનું ખાસ ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો.

નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઇએ જણાવ્યુંકે ચુંટણીમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ નિર્ભયતાથી કરી શકે તેવો માહોલ ઉભો કરવા માટે ઉમેદવારોએ ખાસ કાળજી રાખવી પડશે. ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતી ૨૨ ગ્રામ પંચાયતો પૈકી ૨ ગ્રામ પંચાયતોમાં હાલ ચુંટણી નથી યોજાવાની, જ્યારે એક પંચાયત બિનહરિફ જાહેર થતાં હવે ૧૯ ગ્રામ પંચાયતોમાં ચુંટણી યોજાશે. પીએસઆઇ જયદિપસિંહ જાદવના જણાવ્યા મુજબ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કુલ ૪૨ મતદાન મથકો છે, જે પૈકી ૯ મતદાન મથકો સંવેદનશીલ તેમજ ૧૭ મતદાન મથકો અતિસંવેદનશીલ છે જયારે ૧૬ મતદાન મથકોનો સામાન્ય મથકોમાં સમાવેશ થાય છે.

ચુંટણી એ લોકશાહીનું મહાપર્વ ગણાય છે ત્યારે ચુંટણી કોઇપણ જાતના વૈમનશ્ય વિના તટસ્થ રીતે શાંતિમય માહોલ વચ્ચે સંપન્ન થાય તેની તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અત્રે ઉપસ્થિત તમામ ઉમેદવારો અને અગ્રણીઓએ આ સુચનને વધાવી લઇને ચુંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પુરો સહયોગ આપવા ખાતરી આપી હતી.

•ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી

ભરૂચ જિલ્લામાં મતદાર જાગૃતિ અંતર્ગત શાળા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાયા

ભરૂચ જિલ્લામાં તા.૧૯/૧૨/૨૦૨૧ને રવિવારના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા આશયથી જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી- ભરૂચ ધ્વારા મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન હાથ ધરતાં શાળા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવી રહયું છે.

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જંબુસર તાલુકાની રૂનાડની શ્રી રામકબીર ઉ.બુ.વિધાલય ખાતે વકતૃત્વ સ્પર્ધા,નિબંધ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા તથા ગામમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો અને શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- ભરૂચના બી.એડના તાલીમાર્થીઓ ધ્વારા પણ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.વાલીયા તાલુકાના સીલુડી ખાતે પણ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શપથ કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા રજીસ્ટ્રાર ધ્વારા દુધ ઉત્પાદક સહકાર મંડળી લિ.માં દૂર ભરવા આવતા લોકોને આપવામાં આવતી પાવતી પર મતદાન અવશ્ય કરોનો સંદેશ છપાવી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહયો છે.

ભરૂચની ઓકઝીલીયમ શાળા ખાતે શિક્ષણાધિકારી કચેરીના દિવ્યેશભાઇ પરમારના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. પોતાના વિસ્તારમાં આવેલી પાવનપુરી સોસાયટીના લોકોને ધેર-ધેર જઇને મતદાન અવશ્ય કરવા આપવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.

પ્રાર્થના વિધાલય,ભોલાવ- ભરૂચ ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શાળાના વિધાર્થીઓ ધ્વારા ગુજરાતનો નકશો તૈયાર કરવામાં આવ્યો તેમજ આસપાસની સોસાયટીમાં રેલી સ્વરૂપે પહોંચી મતદાન જાગૃતિનો અનોખો સંદેશ ફેલાવ્યો હતો. તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ ગ્રામ્યકક્ષાની ચૂંટણીમાં મતદાતાઓ વિશેષ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ રેલી ધ્વારા મતદાતાઓમાં જાગૃતિ ફેલાવવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહયો છે.

વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૨માં ભરૂચ જિલ્લાના ઉધોગકારો ભાગ લેવા અંગે બેઠક યોજાઇ

જિલ્લા ઉધોગ કેન્દ્ર- ભરૂચ ધ્વારા ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટના સહયોગથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- ર૦રરને લઇને ભરૂચ જિલ્લાના વિવિધ ઔધોગિક મંડળો સાથે બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ વાયબ્રન્ટ ગુજરાતની ૧૦મી આવૃતિની વિસ્તૃત રૂપરેખા પ્રસ્તુત કરવાનો તેમજ ભરૂચ જિલ્લાના ઔધોગિક એકમોની વાયબ્રન્ટ ગુજરાત-ર૦રરના વિવિધ કાર્યક્રમોમાં ભાગીદારી નોંધાવવા પ્રોત્સાહિત કરવાનો હતો. ઉલ્લેખનીય છે કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ તા.૧૦,૧૧ અને ૧રમી જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર છે આ સમિટની થીમ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની છે.

આ બેઠકમાં જિલ્લા ઉધોગ કેન્દ્ર- ભરૂચ ધ્વારા વાયબ્રન્ટ ગુજરાતની ૧૦મી આવૃતિને લઇને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. જેમાં પ્રી સમિટ ઇવેન્ટસ તેમજ મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી હતી. પ્રી-સમિટ કાર્યક્રમોમાં એન્જીમેક ટ્રેડ શો, એગ્રો એન્ડ ફ્રુડ પ્રોસેસીંગ સેકટર ગ્રોથ,એકસપોર્ટ લેડ ગ્રોથ, જેમ્સ એન્ડ જવેલરી રીટેલ એકઝીબીશન, વીવીંગ ગ્રોથ ફોર ટેક્ષટાઇલ, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમીક ઇન્સ્ટીટયુશન, હોલીસ્ટીક હેલ્થકેર, ધોલેરાઃ સ્માર્ટ સીટી ટુ સ્માર્ટ બીઝનેશ, સ્ટાર્ટઅપઃ ઇન્સ્પાઇરીંગ ડીસ્રપ્ટીવ ઇનોવેશન મુખ્ય છે.

જયારે ૧૦ થી ૧૨ જાન્યુઆરીના સમિટના મુખ્ય કાર્યક્રમોમાં વાયબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શો,એમએસએમઇ કન્વેન્શન, ડ્રોન શો, રાઉન્ડ ટેબલ ડિસ્કશન તેમજ વિવિધ વિષયો પર વ્યાખ્યાનમાળા મુખ્ય આકર્ષણો છે.

ઉપરોકત કાર્યક્રમોમાંથી ગ્લોબલ ટ્રેડ શોમાં ભાગીદારી કરવા www.Vggts2022.com તેમજ સમિટમાં ભાગીદારી કરવા www.Vibrantgujarat.com પર નોંધણી કરાવવાની રહેશે. જિલ્લા ઉધોગ કેન્દ્ર ધ્વારા ભરૂચ જિલ્લાના તમામ ઔધોગિક એકમોને મોટી સંખ્યામાં ભાગીદારી નોંધાવવા અપીલ કરવામાં આવી છે.

જિલ્લાના ઔધોગિક એકમો માટે પોતાની પ્રોડકટ વૈશ્વિક મંચ સુધી લઇ જવા તેમજ ભવિષ્યની સંભાવનાઓનો તાગ મેળવવાનો વાયબ્રન્ટ ગુજરાત- ર૦રર ખૂબ સરસ અવસર છે.જિલ્લાના બહોળી સંખ્યામાં ઉધોગકારો ભાગ લે તે માટે જિલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજર જે.ડી. દવેએ ઉપસ્થિત એસોસીએશનના હોદેદારોને અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસીએશન, અંકલેશ્વર, પાનોલી, ઝધડીયા, સાયખા, વિલાયત, પાલેજ અને દહેજના ઔધોગિક મંડળોના હોદેદારોએ ભાગ લીધો હતો. તેમજ જીઆઇડીસીના વિભાગીય પ્રબંધક અને જીપીસીબીના પ્રતિનિધિઓ જોડાયા હતા.

ભરૂચ જે.પી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા CDS બીપીન રાવતને અપાઇ શ્રધ્ધાંજલિ

તા.૧૧-૧૨-૨૦૨૧ નાં રોજ શ્રી જે.પી.કોલેજ ભરૂચ ના પ્રાંગણમાં CDS જનરલ બીપીન રાવત સાહેબ સહિત અન્ય ૧૪ સહીદો ની શ્રધ્ધાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જેમાં કોલેજ ના આચાર્ય શ્રી ડો. એન.એમ.પટેલ કોલેજ ના અન્ય વિભાગ ને પ્રાધ્યાપકો N.S.S.અને N.C.Cયુનીટ ના સ્વયંસેવકો હાજર રહ્યા હતા. આ કર્યક્રમમાં પુષ્પ અર્પિત કરી કેન્ડલ સળગાવી તથા ૨ મીનીટ નું મોન પાળીને શહીદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

CDS બિપિન રાવતના નિધનની પોસ્ટ પર અભદ્ર ટિપ્પણી કરનાર ભરૂચથી પકડાયો

•શાંતિ ડહોળવાના કૃત્ય અંગેનો પોલીસે ગુનો નોંધ્યો, નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રના કૃત્યથી ફિટકાર

દેશના પ્રથમ CDS બિપિન રાવત સહિત 14 ના હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધનમાં ભરૂચમાં સોશ્યલ મીડિયા ઉપર અભદ્ર પોસ્ટ કરનાર ફિરોઝ દિવાન પોલીસ પુત્ર જ નીકળ્યો છે. કાયદાનું લોકોને પાલન કરાવતા પોલીસ પિતા જ પોતાના પુત્રને કાયદા અને દેશપ્રેમના પાઠ શીખવાડી શકી નહીં હોવાની હકીકત બહાર આવી છે.

ભરૂચના શખ્સે દેશના CDS બિપિન રાવત સહિત 14 જવાનોના હેલિકોપ્ટર ક્રેશની ઘટનાને લઇને શોકાંજલી વ્યક્ત કરતી એક યુવાનની પોસ્ટ પર નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રએ જ અભદ્ર ટિપ્પણી કરી હતી. જેના પગલે એસઓજી ભરૂચ PSI શકૂરિયાએ પીઆઈ કે. ડી. મંડોરાના કહેવાથી ભરૂચ તાલુકા પોલીસ મથકે ફિરોઝ દિવાન સામે આ કૃત્ય બદલ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી લીધી છે.

દેશના CDS બિપિન રાવત સહિત 14 જવાનોના હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં નિધન થવાની ઘટનાથી દેશમાં શોકની લાગણી છે. ત્યારે અનુજ ધીમન શામાં નામના વ્યક્તિએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS બિપિન રાવત સહિત અન્ય 14 વ્યક્તિઓનું મહાદેવ રક્ષણ કરે તેવી સોસિયલ મિડીયામાં તેની ટાઇમ લાઇન પર પોસ્ટ કરી હતી. તેમની પોસ્ટ પર લોકો શ્રદ્ધાંજલી સહિત પોતાની શોકની લાગણી વ્યક્ત કરી રહ્યાં હતાં. ત્યાં ફિરોજ દિવાન નામના એક શખ્સે CDS બિપિન રાવતના મોતની ઘટનાને લઇને અભદ્ર ટીપ્પણી કરતી પોસ્ટ કરી હતી. અને તે કોમેન્ટે તેના અન્ય ફોનધારકોને પણ મોકલી હતી. અરસામાં તેને બાદમાં બીક લાગતાં સોશિયલ મિડીયા પરથી કોમેન્ટ ડિલીટ કરી હતી.

જોકે તેના સ્ક્રિન શોટ તેના ફોનમાં રાખ્યાં હતાં. જે અંગે ભરૂચ એસઓજીની ટીમને જાણ થતાં ટીમે મામલાની તપાસ હાથ ધરી હતી. ફિરોજ દિવાન ભરૂચના મનુબર રોડ પર આવેલી મુન્સી સ્કૂલ પાસેની સકુન બંગ્લોઝ ખાતે રહે છે. ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે તેની સામે દેશના CDS અને અન્ય જવાનો ઉપર કરેલી પોસ્ટથી દેશના સુરક્ષા જવાનોનું અપમાન કર્યું છે. કરોડો લોકો સાથે દેશની લાગણી દુભાવવા અને અશાંતિ ડોહળવવાના આવા કૃત્ય બદલ SOG એ ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી ધરપકડની કરી છે.

ભરૂચ: શહીદી વ્હોરનાર જનરલ બિપિન રાવત સહિત સેનાના જવાનોને અપાઇ શ્રદ્ધાંજલી

ભારત દેશ ના પ્રથમ CDS એવા આર્મી ના જનરલ બિપિન રાવત તેમના ધર્મ પત્ની અને ભારતીય સેના ના અન્ય ૧૨ જવાનો હેલિકોપ્ટર ની દુર્ધટનામાં શહીદ થયેલા તમામ વિરજવાનો ને સમગ્ર ભરૂચ જીલ્લા ના લોકો તરફ થી ભાવભિન્નિ શ્રદ્ધાંજલી પાઠવવાનો પ્રોગ્રામ ભરૂચ રેલ્વે-સ્ટેશન ખાતે રાખવામા આવ્યો હતો.

શ્રદ્ધાંજલિના આ કાર્યક્રમમાં અબ્દુલભાઇ કામઠી, રતિલાલ પરમાર , ઇમરાન બોક્સર , હર્સદ ભાઇ, હસન ભાઇ , અલ્તાફભાઇ મસાલાવાલા, મોહમ્મદ કામઠી , ઝૈનુલ કામઠી, અલ્તાફ ભાઇ , હુસૈન કાથી તથા મુલતાની સરફરાજ દ્વારા શહીદ થયેલા વિરજવાનો ને સાચા દિલ થી ભાવભિન્નિ શ્રદ્ધાંજલી આપવામા આવી હતી.

નેત્રંગ માંથી ૨૯ જુગારીઓ ઝડપી પાડતી ગાંધીનગર મોનીટરીંગ સેલ

• ૨૯ જુગરીઓને રોકડા,૩૭ ફોન,૧૬ બાઇક સાથે કુલ રૂ.૫.૧૮ લાખના મુદ્દામાલ સાથે પકડાયા

• મુખ્ય સુત્રધાર સહિત ૨ વોન્ટેડ,અગાઉ પણ વિજિલન્સના પડ્યા હતા

નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ દર્શના નગર સોસાયટીના એક મકાનમાં ચાલતા જુગારધામમાં ગાંધીનગર મોનીટરીંગ સેલને મળેલ બાતમીના આધારે એક્શનમાં આવવું પડ્યું હતું.પીઆઇ આર.બી.પ્રજાપતિની રાહબરીમાં જુગારધામ ઉપર પડાયેલા દરોડાને લઈ સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ હતી.સ્ટેટ મોનીટરિંગ સેલે સ્થળ પરથી ૨૯ જુગરીઓને ઝડપી પાડયા હતા.

જોકે ૨ આરોપી પોલીસ પકડમાં આવ્યા ન હતા.દરોડામાં સ્થળ પરથી વરલી મટકા, આંકડા લખવવાના સાધનો,રોકડા ૬૦ હજાર,૩૭ મોબાઈલ,૧૬ બાઇક કુલ રૂ.૫.૧૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

વિજિલન્સના રેડ પાડતા એક મકાનમાંથી ઝડપાયેલા ૨૯ આરોપીઓમાં ૨ વોન્ટેડ જાહેર્ર કરાયા હતા. રેડ દરમ્યાન ઝડપાયેલ આરોપીઓમાં ઝાહિર શેખ, શાબીર શેખ, સલમાન મલેક, હાજી મદાર દિવાન, ગુલામ મુસ્તુફા શેખ, સલીમ સૈયદ, હિરેન તડવી, ફુલસિંગ વસાવા, મેહુલ પરમાર, સુરેશ માળી, ધર્મેશ વસાવા, અજય વસાવા,આકાશ વસાવા,જયમલ વસાવા, સોમા વસાવા, રણછોડ વસાવા, જીગ્નેશ વસાવા, કૌશિક વસાવા, અરવિંદ મારવાડી, અલ્પેશ પરમાર, પ્રતાપ રાજપૂતને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથધરી હતી.

દિવ્યાંગ મિસ્ત્રી.ન્યુઝલાઇન, નેત્રંગ

error: Content is protected !!