The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 207

ગ્રામ પંચાયતોની ચુંટણીના પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહોલ

રાજયમાં રવિવારે યોજાયેલી ગ્રામ પંચાયતની ચુંટણીની મત ગણતરી મંગળવારના રોજ હાથ ધરવામાં આવી હતી. પરિણામો જાહેર થતાંની સાથે કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.

રાજયની 8 હજાર કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં રવિવારના રોજ સરપંચ તેમજ વોર્ડ સભ્યો માટે ચુંટણી યોજવામાં આવી હતી. આજે મંગળવારે સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં અનેક ગ્રામ પંચાયતોના પરિણામો આવી ચુકયાં છે. ગ્રામ પંચાયતની ચુંટણીમાં બેલેટ પેપરથી મતદાન થયું હોવાથી પરિણામો આવવામાં સમય લાગી રહયો છે. ગ્રામ પંચાયતની ચુંટણી બેલેટ પેપરથી યોજવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ તાલુકામાં 12 ગ્રામપંચાયતો સમરસ થતાં 66 ગ્રામપંચાયતોની મતગણતરી કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે અને અંકલેશ્વરમાં 34 ગ્રામપંચાયતોની મત ગણતરી જીનવાલા હાઇસ્કુલ ખાતે હાથ ધરાય હતી. મત ગણતરીના સ્થળોએ સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

તો બીજી તરફ સવારથી જ ઉમેદવારો અને તેમના સમર્થકોનો પણ જમાવડો થઇ ગયો હતો. મતદારોની સંખ્યા પ્રમાણે ગ્રામ પંચાયતોને ક્રમમાં ગોઠવી મત ગણતરી હાથ ધરાઇ હતી. વિજેતા બનેલાં ઉમેદવારોને સમર્થકોએ ઢોલ નગારાના નાદ સાથે વધાવી લીધાં હતાં. ભરૂચ અને અંકલેશ્વરમાં મોટી ગણાતી ગ્રામ પંચાયતોમાં ભારે રસાકસી જામી હતી.

ઉલ્લેખનીય છે કે મોડી સાંજ સુધી કુલ ગ્રામ પંચાયતોમાંથી 50 ટકા જેટલી જ ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા હતા. જ્યારે અન્ય ગ્રામ પંચાયતોની મત ગણતરી મોડી રાત સુધી ચાલુ રહી હતી.

ઝઘડીયાના દધેડામાં જીતના જશ્નમાં થઇ બબાલ : ઉછળ્યા ધારિયા

ઝઘડીયાના દધેડા ગામે સરપંચના વિજય સરધસ ટાંણે બબાલ થતા લાક્ડી અને ધારીયા વડે મારામારી થવા પામી હતી. જેમાં સામસામે બોલાચાલી,પત્થરમારો અને મારામારી થતાં લાક્ડીઓ અને ધારીયા ઉછળતા તમામ ઘાયલોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે લવાયા હતા.

ભરૂચ જિલ્લામાં ૪૧૩ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રવિવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાઇ હતી અને મંગળવારે સવારથી જ મત ગણતરી કરવામાં આવતા કેટલાય ઉમેદવારો જીતનો જશ્ન મનાવી રહ્યા છે. ત્યારે ઝધડીયાના દધેડા ખાતે સરપંચના વિજય સરધસમાં બે જૂથો આમને સામને આવી બોલાચાલી ઝઘડો કરતા થયેલ મારામારીમાં એક બાજુ કનૈયા જીવા વસાવા,ભાવિન કનૈયા વસાવાને સરપંચના સરધસમાં આવેલ કમલેશ ઉદેસીંગ વસાવા, રતિલાલ બુધેસીંગ વસાવા, સંજય હરિસીંગ વસાવા, નકુલ જયંતિ વસાવા, અલ્કેશ અરવિંદ વસાવા, સુનીલ રણછોડ વસાવા, અજય દલસુખ વસાવા, અભેસિંહ વસાવા, કંકુબેન અભેસિંહ વસાવા,વર્ષા વસાવા સાથે બીજા ૧૦ થી ૧૫ના ટોળાએ બોલાચાલી ઝઘડો કરી મારામારી કરી હૂમલો કર્યો હોવાની

જ્યારે સામે ૨૫ જેટલા લોકોમાં કનૈયા વસાવા, ભાવિન કનૈયા વસાવા, નરસિંહ, કિરણ, પ્રતાપ,સાવંત, અશ્વીન,સુમિત, રાજ, રોની, ગૌતમ,મુકુન્દ,હસમુખ, સુરેશ,અલ્પેશ,પ્રકાશ, રમણ, સુનીલ,નરેન્દ્ર,રવિન્દ્ર,લાલસીંગ,વર્ષાબેન,સુરજબેન, નીનાબેન અને જોન ઉર્ફે પીંટુ એ ભેગા મળી પથ્થરમારો કરી લાક્ડી અને ધારીયા વડે હૂમલો કરતા ઘાયલ તમામને નાની મોટી ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ લવાયા હતા.આ બનાવની વર્ધી ભરૂચ સિવિલ હોસ્પીટલથી ઝઘડીયા પોલીસ મથકે નોંધાતા પોલીસે બંન્નેવ પક્ષની સામસામે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના હિંગલોટ ગામે હાર-જીતના જશ્નમાં થયું ધીંગાણું,૧૨ ઘાયલ

ભરૂચ તાલુકાના હિંગલોટ ગામે જીતેલા ઉમેદવારોએ ગામમાં વિજય સરઘસ કાઢતા હારી ગયેલા ઉમેદવારોના પરિવારોએ પથ્થરમારો કરવા સાથે લાકડીઓ વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતા સામસામે થયેલ ધીંગાણામાં કુલ ૧૨ લોકોને ઇજાઓ થતાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લામાં 413 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રવિવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાઇ હતી અને મંગળવારે સવારથી જ મત ગણતરી કરવામાં આવતા કેટલાય ઉમેદવારો જીતનો જશ્ન મનાવી રહ્યા છે. ત્યારે ભરૂચ તાલુકાના હીંગલોટ ગામે પણ વિજેતા સરપંચના ઉમેદવારએ ગામમાં વિજય સરઘસ કાઢ્યું હતું. ગામમાં વિવિધ વિસ્તારોમાંથી સરઘસ પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન જ સામે પરાજિત થયેલા ઉમેદવારોના પરિવારજનોએ વિજય સરઘસ પર પથ્થરમારો કરી લાકડીના સપાટા સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.

આ ધિંગાણામાં ઐયુબ ઉમરજી માસ્તર, સીમા ઐયુબ માસ્તર, નઇમ ઐયુબ માસ્તર,જેબુન ઐયુબ માસ્તર, રઇશા ઐયુબ માસ્તર,મૈફૂઝા હબીબ બારમણીયા તમામ રહેવાસી હિંગલોટ અને સામાવાળા મુસ્તકીમ અહમદ જમાલ,મહેશ અખુભાઇ રાઠોડ,ટકુ બાલુ રાઠોડ,જશી હુરસંગ રાઠોડ, અમીના ઇબ્રાહીમ પટેલ,રઇશા ઇમરાન પટેલ મળી કુલ ૧૨ જેટલા ઇસમો ઘાયલ થયા હતા.આ સમગ્ર ધિંગાણામાં પથ્થરમારો, અપશબ્દોનો વરસાદ અને મારામારી કરી રહ્યા હોવાના દૃશ્યો મોબાઈલ વીડિયો વાઇરલ થયા હતા.જો કે આ સમગ્ર મામલે તાલુકા પી.આઇ. ફરીયાદ લેવા જતાં બંન્નેવ પક્ષે ફરીયાદ કરવાની ના પાડી હોવાની માહિતી સાંપડી રહી છે.

ભરૂચ: 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરીના લેખાજોખા

ભરૂચ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં ગત ટર્મ કરતાં 5.13 ટકા ઓછુ મતદાન થયુ હતું. સૌથી વધુ નેત્રંગ તાલુકાની પંચાયતોનું 84.88 અને સૌથી ઓછું અંકલેશ્વર 67.16 ટકા મતદાન નોંધાયું હતું.

ઝઘડિયા તાલુકાના આંબોસ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે સરોજબેન છનીયાભાઈ વસાવા વિજેતા

વાલિયા હીરાપોર ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે વર્ષાબેન રાજેશભાઈ વસાવા 628 મતથી વિજેતા

અંકલેશ્વરના નવા દિવા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે લક્ષમણ વસાવા વિજેતા

અંકલેશ્વરના પીરામણ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ જેબુનિસા ઇમરાન પટેલ વિજેતા

વાલિયાના દાજીપુરા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે મુકેશ પરસોત્તમ વસાવા 485 મતથી વિજેતા

ઝઘડિયા તાલુકાના કદવાલી ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે કલ્પનાબેન જોલીભાઇ વસાવા વિજેતા

જંબુસર તાલુકાના કરમાડ ગામમાં સરપંચ પદે જતીનકુમાર પટેલ વિજેતા

જંબુસરના કાવા ગામમાં સરપંચ પદે કલ્પેશ કનકસિહ ગોહિલ વિજેતા

ઝઘડિયા તાલુકાના પોરા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે સેજલબેન અક્ષયભાઇ વસાવા વિજેતા

જંબુસરના નોંધણા ગામમાં સરપંચ પદે દરીયાબેન પરસોતમભાઈ વિજેતા

જંબુસરના નોબાર ગામમાં સરપંચ પદે રમેશભાઈ ઝવેરભાઈ વસાવા વિજેતા

ઝઘડિયા તાલુકાના અછાલીયા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે વનીતાબેન કૌશીકભાઈ વસાવા વિજેતા

વાલિયાના ઉમરગામ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર, સરપંચ પદે મીનાબેન વસાવા 288 મતથી વિજેતા

જંબુસરના કાવા ગામમાં સરપંચ પદે કલ્પેશ કનકસિહ ગોહિલ વિજેતા

જિલ્લાના 9 તાલુકાઓમાં કુલ 9 સ્થળે 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીના મતદાનની ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં મતગણતરી 112 જેટલા ટેબલ ઉપર હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે , ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગત 2016 કરતા મતદાન 5.13%નો ઘટાડો આ વખતે નોંધાયો છે. નોંધાયેલા 7.20 લાખ મતદારો પૈકી 5.51 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં પુરુષ મતદાન 77.43 ટકા અને મહિલા મતદાન 75.96 ટકા નોંધાયું છે.

ભરૂચ : બંબુસર ગ્રામ પંચાયતમાં મરહુમ સરપંચની પેનલના ચારેવ સભ્યો વિજેતા

•પેનલના ૪ સભ્યો વિજેતા, જેમાં આબીદ પટેલને ૧૦૦ ટકા મત મળ્યા

•શુક્રવારે નમાઝ પઢતી વખતે જ હાર્ટ એટેકનો હુમલો આવતા ૫૪ વર્ષીય સરપંચ પદના ઉમેદવાર ઢળી પડતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

ભરૂચ તાલુકાના બંબુસર ગામે ચૂંટણી પેહલા જ કરુણાંતિકા સર્જાઈ હતી.જેમાં છેલ્લી ૪ ટર્મથી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવતા ૫૪ વર્ષીય ઉસ્માન પટેલનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જોકે, આજે મતગણતરીમાં મરહુમ સરપંચની પેનલના ચારેય સભ્યો વિજતા જાહેર થયા હતા. જેમાંથી એક સભ્યને તો 100 ટકા મત મળ્યા હતા, પરંતુ ગામમાં સરપંચ પદના ઉમેદવારનું મૃત્યુને લઈ ગામમાં જીતનું જશ્ન નહિ મનાવવાનો નિર્ણય લેવાયો છે.

ભરૂચ તાલુકાના બંબુસર ગામે છેલ્લા ૨૦ વર્ષથી ચૂંટણી યોજાઈ નથી. ગામ લોકો ૪ ટર્મથી ૫૪ વર્ષીય ઉસ્માનભાઈ ઈસપભાઈ પટેલને બિનહરીફ તરીકે ચૂંટતા હતાં અને ગામમાં અનેક વિકાસના કામો પણ તેઓએ કર્યા હતા. જોકે, આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અલગ સમીકરણો હતાં. ૨૦ વર્ષ પછી ગામમાં ચૂંટણીનું વાતાવરણ ઉભુ થયુ હતું. સરપંચ પદના ઉમેદવાર તરીકે ઉસ્માનભાઈની સામે સઈદ સુલેમાન વલી પટેલે ઉમેદવારી નોંધાવી હતી.

ભરૂચ : પેપર લીક થવા મામલે કોંગ્રેસે કાર્યાલય ખાતે કર્યું વિરોધ પ્રદર્શન

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવા મામલે વિરોધ કરી ધરણાં પ્રદર્શન યોજી ન્યાયની માંગણી કરવામાં આવી હતી. તેમજ જવાબદાર લોકો સામે યોગ્ય પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી હતી.

તાજેતરમાં યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાને પગલે પૈસા બગાડી પરીક્ષાઓની તૈયારીઓ કરી રહેલા હજારો ઉમેદવારોની મહેનત પર પાણી રેડાયું છે. આ પેપર લીક થવાના મુદ્દે વિદ્યાર્થીઓ ઠેરઠેર વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે સોમવારના રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરણાં પ્રદર્શન યોજાયું હતું.

જિલ્લા કોંગ્રેસ સમિતિએ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં ભરવાની માંગ કરી હતી. નોંધનીય છે કે આ ધરણાં કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ પરિમલસિંહ રાણા અને કોંગ્રેસનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા ચિંતન સભાનું કરાયું આયોજન

ચિંતન સભામાં સરદારધામના પ્રણેતા ગગજીભાઈ સુતરીયા ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, દૂધ ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ તથા ૧૨ જેટલા લેઉવા પટેલ સમાજના પ્રમુખ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ તથા નર્મદા જિલ્લાના લેઉવા પાટીદાર સમાજમાં કાર્યરત નાના મોટા સમાજોના આગેવાનો દ્વારા ભરૂચ અને નર્મદા જિલ્લા ના સમાજ ભેગા મળી શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ નામની સંસ્થા બનાવી છે. શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા આજરોજ ભરૂચ અને નર્મદા જિલ્લાના અલગ-અલગ નાના-મોટા પાટીદાર સમાજના પ્રમુખો અને આગેવાનો ચિંતન સભા ભરૂચ નર્મદા ચોકડી પટેલ ના મોટેલ ખાતે આયોજિત કરી હતી. આ ચિંતન સભામાં સરદાર ધામ વિશ્વ પાટીદાર સમાજ ના પ્રણેતા ગગજીભાઈ સુતરીયા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, ભરૂચના નરેશભાઈ પટેલ તથા ત્રાલસા વિભાગ પાટીદાર સમાજ, ૨૫ ગામ લેવા પાટીદાર પંચ કલીયારી વિભાગ લેઉવા પાટીદાર સમાજ, આમોદ એકડા લેઉવા પાટીદાર સમાજ, વીસ ગામ જૂના રાજના પાટીદાર સમાજ રાજપીપળા, કાનમ પ્રદેશ પાટીદાર સેવા સમાજ ભરૂચ નર્મદા, છન્નુ ગામ કડવા પાટીદાર કેળવણી સંસ્થા ભરૂચ, બાવીસ ગામ લેવા પટેલ સમાજ કરજણ, બાર ગામ લેઉવા પટેલ સમાજ અંકલેશ્વર, લેઉવા પાટીદાર સમાજ જંબુસર, ચરોતર પાટીદાર સમાજ ભરૂચ તથા શ્રી પાટીદાર સમાજ ના પ્રમુખશ્રીઓ મંત્રી શ્રી ઓ તથા સમાજના અગ્રણીઓ તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચિંતન સભા માં સમાજના આગેવાનો દ્વારા સમાજમાં પ્રવર્તતી અનેક સમસ્યાઓ ના નિવારણ માટે હાલમાં કાર્યકારી સમિતિ તથા રેગ્યુલર સમિતિ બનાવવાની ટહેલ નાંખી હતી. જાગૃત સુરક્ષિત અને શિક્ષિત સમાજ ની રચના માટે આર્થિકતા અને સમાજની એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજ નો ઉપયોગ રાજકારણમાં ના થાય પરંતુ સમાજ માટે રાજકારણ નો ઉપયોગ કરવાની ટકોર પણ ઉપસ્થિત સમાજના વડીલો દ્વારા કરવામાં આવી હતી. વડીલોએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે એક દોરો સહેલાઈથી તૂટી જશે પરંતુ એકથી વધુ દોરા ભેગા હશે તો દોરડું બની જશે તેમ જણાવ્યું હતું. ભરૂચ અને નર્મદા જિલ્લાની ભૂમિ સાથે સંકળાયેલા પાટીદાર કારણસર પૂર્વ અને પશ્ચિમ સાગર અને રાજ્યની એકમાત્ર બારમાસી નદી હોવા છતાં ક્ષાર યુકત પાણીના કારણે પરંપરાગત ખેતી નબળી થવાથી આ વિસ્તારમાં નાના મોટા ઉદ્યોગો તથા યોજનાઓ દ્વારા રાજ્ય અને દેશભરના લોકો વસ્યા જેથી ખેડૂત ફક્ત ખેતી પર નિર્ભર રહેતા નોકરી-ધંધા દ્વારા પૂરક આવક મેળવતા થયા હતા ભૂમિ અને પાણીની સમસ્યાના કારણે ઉદ્યોગો આવ્યા પણ ખેડૂતોની ભૂમિ સ્થળાંતર વધ્યું જેથી આ બંને જિલ્લામાં વસતા પાટીદારોની એક બે પેઢી થી સાંસ્કૃતિક ધોવારણ જોવામાં આવે છે તેવો સૂર ઉઠ્યો હતો. આ ઉપરાંત વિવિધ સમાજના અગ્રણીઓની હાજરીમાં પાટીદાર સમાજના શિક્ષણ રોજગાર ધંધા આર્થિક-સામાજિક કૃષિલક્ષી બાબતો પર વિસ્તૃતમાં ચિંતન કરવામાં આવ્યું હતું.

ભરૂચ: બે પરપ્રાંતીય યુવાનોને ચપ્પુ બતાવી બે મોબાઈલ ફોનની થઈ લૂંટ

ભરૂચ શહેરના મહંમદપુરા રોડ ઉપરના નેશનલ ટ્રેડ સેન્ટર સ્થિત બીટીએમએલ મિલની સામે બે પરપ્રાંતીય યુવાનોને ચપ્પુ બતાવી અજાણ્યો ઈસમ બે મોબાઈલ ફોનની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો.

હાલ દહેજના જોલવા ગામની ટાઈગર પ્લાઝા હોટલ ખાતે રહેતા મૂળ યુપીના પ્રવીણકુમાર સુરેશચંદ્ર શાહ તેમના મિત્ર અભિષેક તિવારી સાથે ગઈકાલે રવિવારે ભરૂચ શહેરમાં ખરીદી કરવા આવ્યા હતા. જે બંને નાસ્તો કરવા માટે નેશનલ ટ્રેડ સેન્ટર સ્થિત બીટીએમએલ મિલની સામે ઊભા હતા. તે દરમિયાન અજાણ્યો ઈસમ આવી હું અહિંયાનો ડોન છું તેમ કહી બંને યુવાનોને ચપ્પુ બતાવી શોપિંગ સેન્ટરના નીચેના ભાગે લઈ ગયો હતો અને તેમની પાસે રૂપિયાની માંગણી કરી હતી.

જે બાદ તેણે પ્રવીણકુમાર શાહને તમાચો માર્યો હતો. જેથી બંને પરપ્રાંતીય યુવાનો ગભરાઈ જતાં તે શખ્સે ખિસ્સામાં હાથ નાખી બળજબરીપૂર્વક બે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. ૯ હજારના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. સાથે આ અંગે જો કોઈને કહેશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી અજાણ્યો ઇસમ ફરાર થઈ ગયો હતો.જોકે આ લૂંટ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભરૂચ : લોભામણી જાહેરાતોના બેનર મારી પ્રજાને છેતરતા હોવાની બુમરાણ

•શો રૂમ બહાર ૭૦% ડિસ્કાઉન્ટ જ્યારે અંદર જાવ તો માત્ર ૪૪%

ભરૂચ શહેરમાં સ્ટેશન રોડ ઉપર કાર્યરત એક કંપનીના શોરૂમ ઉપર લોભામણી જાહેરાતનું બોર્ડ મારી લોકોને છેતરતા હોવાની બુમરાણ ઉઠવા પામી છે.

ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ ખાદીમ નામના ચંપલના કંપની સંચાલીત શોરૂમમાં બહાર ગ્રાહકોને આકર્ષવા ૭૦% ડિસ્કાઉન્ટ ના બોર્ડ મરાયા છે. જયારે શોરૂમની અંદર કોઇ પણ ચંપલ કે બુટ ૫૦% ડિસ્કાઉન્ટે પણ હાજરમાં નથી રખાતા.

વળી કંપની સંચાલીત આ શોરૂમમાં પરિવાર સાથે ખરીદી કરવા ગયેલા એક જાગૃત નાગરીકે આ બાબતે શોરૂમના મેનેજર યુવાનને પુછતા તેણે સાવ વાહિયાત અને ઉદ્ધત જવાબો આપ્યા હતા કે અહીં માત્ર ૪૪% જ ડિસ્કાઉન્ટ છે તમારે લેવું હોય તો લો નહીં તો જાવ, જ્યારે આ મેનેજર યુવાનને તેનું નામ પુછતાં તેણે પોતાનું નામ ખાદીમ ઇન્ડીયા લિમિટેડ હોવાનું જણાવી અન્ય ગ્રાહકો સાથે પણ તોછડું વર્તન કર્યાની વિગતો બહાર આવી છે.

મોટી મોટી જાહેરાતો થકી મોટા ડિસ્કાઉન્ટના બોર્ડ મરી ગ્રાહકોને આકર્ષી તેમની સાથે તોછડું વર્તન કરતા આવા મેનેજરો અને લોભામણી જાહેરાતો થકી ગ્રાહકોને લલચાવતી કંપની શોરૂમ સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

વાલિયા: ડહેલી ગામે મતદાનની આગલી રાત્રે જ જૂથ અથડામણ,૫ ઘાયલ

•એક મહિલા અને ડેપ્યુટી સરપંચના પતિ સહિત પાંચ લોકોને ઈજા

ભરૂચના વાલિયા તાલુકાના ડહેલી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન ટાણે જ બે કોમના લોકો આમનેસામને આવી જતા ધીંગાણું સર્જાયું હતું. જે અથડામણે હિંસક રૂપ લેતાં એક મહિલા અને ડેપ્યુટી સરપંચના પતિ સહિત પાંચ લોકોને ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે 108 એબ્યુલન્સની સેવાની મદદ વડે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પંચાયતોની ચૂંટણી અંતર્ગત આજે રવિવારે સવારથી જ મતદાન મથકો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. જેમાં ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામમાં ચૂંટણીની આગલી રાત્રીના સમયે જ બે કોમના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી.જેમાં મહિલા અને ડેપ્યુટી સરપંચના પતિ સહિત પાંચ લોકોને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગેની જાણ વાલિયા પોલીસ મથકે કરાતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.

error: Content is protected !!