વાલિયાની સીમમાં ખેડૂતના સોયાબિનના ખેતરમાં પાણી પુરવઠાની પાણીની પાઈપલાઈન નાખવાનો કોન્ટ્રાક્ટ લેનારી એજન્સીએ જેસીબીથી ગટર ખોદી નાખી હતી. વાલિયાના ખેડૂતના ખેતરમાં મંજૂરી વિના પાણીની લાઇનની કામગીરી કરવામાં આવતા ખેડૂતે આક્રોશ વ્યક્ત કર્યો હતો.ખેડૂતનું ઘર ખેતરની બાજુમાં આવ્યું હોવા છતાં કોન્ટ્રાક્ટરે પરવાનગી લેવાની પણ તસ્દી નહિ લેતા ખેડૂતે કાયદેસર કાર્યવાહી કરવા ચક્રોગતિમાન કર્યા હતા.
વાલિયા ગામના તળાવ ફળિયામાં રહેતા મનહરભાઈ લક્ષ્મણભાઈ સોલંકીનું ગામની સીમમાં ગ્રીન વિલા સોસાયટી પાછળ ખેતર આવેલું છે જેઓ પોતાના ખેતરમાં દિવેલા અને સોયાબીનનું વાવેતર કર્યું છે હાલ વાલિયા ગામની સીમમાંથી આશરે 500 કરોડની નલ સે જલ યોજના અંતર્ગત પાણીની લાઇન નાખવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે આજરોજ પાઇપ લાઇનની કામગીરી હાથ ધરનાર કોન્ટ્રાકટર દ્વારા ખેડૂતની કોઈપણ જાતની મંજૂરી વિના આસરે 600 ફૂટ જેટલું લાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે આ રીતે ખેડૂતની મંજૂરી લીધા વિના કામગીરી કરતાં તત્વો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ બાબતે કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે નહેરની જગ્યામાં ખોદકામ કર્યું છે.અમે તપાસ કરી નુકશાન થયું હશે તો નુકશાની આપી દઈશું .પરંતુ વગર પરવાનગીએ ખેડૂતના ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બે જેસીબીથી ખોદકામ કરી નુકશાન કર્યું તેનું શું એવું ખેડૂતે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

•અતુલ પટેલ,ન્યુઝ્લાઇન,નેત્રંગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here