The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 208

ભરૂચ: કેસર ગામના મતદાતાનો પ્રાથમિક અસુવિધાના પગલે ચુંટણી બહિષ્કાર

* પુલ મંજુર નહિ થાય કામગીરી ચાલુ ના કરવામાં આવે ત્યાં સુધી દરેક ચૂંટણીનો બહિષ્કાર કરાશેની ચિમકી

ભરૂચના વાલિયા તાલુકાના કેસર ગામના લોકોએ પ્રાથમિક સુવિધા ન મળતા તાલુકા પંચાયત બાદ ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાન પ્રક્રિયાથી અળગા રહેતા વહીવટી તંત્ર દોડતું થયું છે. ગામના મતદાન મથક પર સવારે સાત વાગ્યાથી જ ચૂંટણી સ્ટાફ હાજર હતો. પરંતુ, એક પણ મતદાર મતદાન માટે ના આવતા મતદાન મથક ખાલીખમ જોવા મળ્યા હતા.

વાલિયા તાલુકાનાં કેસરગામના લોકો આઝાદીના સાત દાયકા બાદ પણ વિકાસથી વંચિત રહ્યા છે. તાલુકાનાં આ ગામમાં ૯૫૦ લોકો વસવાટ કરે છે. કેસરગામ અને ઈટકલા ગામની ગ્રૂપ ગ્રામ પંચાયત ઈટકલા ગામમાં આવેલ છે જેથી કેસરગામના લોકોએ સસ્તા અનાજની દુકાનમાં સામાન લેવા ઈટકલા ગામમાં જવું પડે છે.
આ ઉપરાંત શાળાના બાળકોએ જીવના જોખમે કીમ નદીને પાર કરી અભ્યાસ માટે આ ગામમાં જવું પડતું હૉય છે. આ બંને ગામ વચ્ચે કીમ નદી વાટે અડધો કિલોમીટર છે જ્યારે ચાર ગામ ફરીને જવું હૉય તો 20 કિલો મીટરનું અંતર કાપીને જવું પડે છે. આ નદી પર પુલ બનાવવાની અનેકવાર માંગ કરવામાં આવી છે પરંતુ તંત્ર અને નેતાઓએ બસ વાયદાઑ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.

૭ વર્ષ પૂર્વે ભરૂચ જિલ્લા કલેકટર અને સાંસદ મનસુખ વસાવાએ રૂબરૂ મુલાકાત લઈ ગામમાં પુલ અને અન્ય પ્રાથમિક સુવિધા આપવાની ખાતરી આપી હતી, પરંતુ આજદિન સુધી ગ્રામજનોને વાયદાઓ સિવાય કઈ મળ્યું નથી. ત્યારે ગામના આગેવાનોએ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે અને જ્યાં સુધી સુવિધા ન મળે ત્યાં સુધી આવનાર ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ભારત દેશીની આઝાદીના ૭૫ વર્ષ વીતી ગયા છે પરંતુ વાલિયા તાલુકાનાં કેસરગામના લોકો આજે પણ પ્રાથમિક વિકાસથી વંચિત રહ્યા છે. તાલુકાનાં આ ગામમાં ૯૫૦ લોકો વસવાટ કરે છે. કેસરગામ અને ઈટકલા ગામની ગ્રૂપ ગ્રામ પંચાયત ઈટકલા ગામમાં આવેલ છે. જેથી કેસરગામના લોકોએ સસ્તા અનાજની દુકાનમાં સામાન લેવા ઈટકલા ગામમાં જવું પડે છે .ઉપરાંત શાળાના બાળકોએ જીવના જોખમે કીમ નદીને પાર કરી અભ્યાસ માટે આ ગામમાં જવું પડતું હૉય છે .આવી તો ઘણી સમસ્યા કિમ નદી ઉપર પુલ છેલ્લા 20 વર્ષથી નહિ બનતા પડે છે.ગામનો વિકાસ ઘણા વર્ષોથી અટકેલો છે જેથી ગામજનોએ અગાવ જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીનો પણ બહિષ્કાર કરી વિરોધ્ધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ ફરી હાલ ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યોની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરતા કેસરગામના બુથ ઉપર ચૂંટણી કામગીરી કરવામાં જોડાયેલા કર્મચારીઓ સિવાય એકપણ મતદાર ફરક્યું નહિ.

ઇટકલા થી કેસરગામ વચ્ચે કીમ નદી પર નાળું વર્ષો પહેલા બનાવેલ હતું જે 20 વરસ પહેલા નદીમાં પુર આવતા તૂટીને ઘોવાય ગયેલ હતું અને અન્ય રોડ ,પીવાના પાણી જેવા વિકાસના કામો નહીં થતા કેસરગામના 355 લોકોએ ભેગા મળી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરેલ છે. કિમનદીનો પુલ નહિ બનતા સરપંચના 5 ઉમેદવારને મતદાન નહિ કરીયે તેવો નિર્ણય કર્યો છે. સાથે જ્યાં સુધી આ પુલ મંજુર નહિ થાય કામગીરી ચાલુ ના કરવામાં આવે ત્યાં સુધી દરેક ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવો સર્વ ગ્રામજનોએ સર્વાનુમતે નિર્ણય કર્યો છે.

ભરૂચ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતોત્સવ જામ્યો

ભરૂચ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં રવિવારે સવારે ઠંડીના કારણે શરૂઆતના કલાકોમાં મતદાન ઠંડુ રહ્યું હતું.જોકે દિવસ ચઢતા જ મતદારો મતદાન મથકે ઉમટવાના શરૂ થઈ ગયા હતા. જિલ્લામાં બે-ત્રણ ઘટનાઓ અને છમકલાંને બાદ કરતાં એકંદરે ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં આગળ ધપી હતી.

ભરૂચ જિલ્લામાં 413 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 57.76 ટકા મતદાન થયું છે. ચૂંટણીને લઇ 878 મતદાન મથકો ઉપર તમામ વ્યવસ્થાનું આયોજન કરાયું છે. જિલ્લામાં સરપંચ પદ માટે 1176 ઉમેદવારો અને સભ્ય પદ માટે 6987 ઉમેદવારો મેદાને છે.

ચૂંટણી પ્રક્રિયા માટે ભરૂચ એસ.ટી. ડિવિઝન દ્વારા 153 બસોની ફાળવણી કરાઈ છે. આજે યોજાનારી ચૂંટણીમાં 7.24 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જે માટે સરપંચ માટે ગુલાબી અને સભ્ય માટે સફેદ મળી 15 લાખથી વધુ બેલેટ પેપરનો ઉપયોગ કરાઇ રહ્યો છે.

આલિયાબેટ પર આઝાદી બાદ પ્રથમવાર ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન મથક ઉભું કરાયું હતું. જેને લઈ સ્થાનિકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી, જેમને હવે 160 કિમી ફરવાની હાલાકી ભોગવવી નહિ પડે.

અંકલેશ્વર તાલુકાનાં ભડકોદ્રા ગામના રિક્ષા ચાલકો દ્વારા વિધાનસભા, તાલુકા પંચાયત સહિતની ચૂંટણીઓમાં મતદારોને તેઓના ઘરથી મતદાન મથક સુધી પહોંચાડી સેવા આપવામાં આવે છે. ત્યારે આજે રવિવારના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ તમામ રિક્ષા ચાલકોએ લોકશાહીના પર્વના દિવસે ગામના વિવિધ વિસ્તારોમાંથી મતદારોને મતદાન મથક ખાતે લઈ જવા અને મૂકી જવાની અનોખી સેવા આપવામાં આવી હતી.

ભરૂચ: ડેડિયાપાડાના બોગજ ગામે ચૂંટણી ટાણે ધીંગાણું

• મારામારીમાં સાંસદ મનસુખ વસાવાના સાળા પણ ઈજાગ્રસ્ત થયા
• બનાવની જાણ થતાં જ સાસંદ મનસુખ વસાવા તેમની પત્ની સાથે બોગજ ગામે પહોંચ્યાં
• BTP ના કાર્યકરો દ્વારા હુમલો કર્યો હોવાનો મનસુખ વસાવાનો આક્ષેપ

નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આવેલા બોગજ ગામે મતદાન સમયે મારામારીની ઘટના બની હતી. ગ્રામ પંચાયત ચૂંટણીના મતદાન સમયે બે રાજકીય પક્ષના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે બોગજ ગામ સાંસદ મનસુખ વસાવાની સાસરી છે. આ મારામારીમાં મનસુખ વસાવાના સાળા પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવની જાણ થતાંની સાથે જ મનસુખ વસાવા તેમની સાથે તાત્કાલિક બોગજ ગામે પહોંચ્યા હતા. આ દરમિયાન BTP ના કાર્યકર્તાએ આ હુમલો કર્યો હોવાનો સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો હતો.

આ હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થતા તેમણે દવાખાનામાં સારવાર માટે ખસેડાયા હતા. જેમણી મુલાકાત માટે મનસુખ વસાવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ મામલે સાંસદ મનસુખ વસાવાએ પોલીસ તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા સૂંચના આપી હતી. સાથે તેઓએ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક પોલીસ દ્વારા BTP ની સામે ધીમી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મનસુખ વસાવાએ મીડિયાને જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે ભાજપતરફી સરપંચ પદ માટેના ઉમેદવારના પાંચ-છ સમર્થકો તાપણું કરી રહ્યા હતા. તે સમયે બોગજ ગામના આગેવાન અને BTP ના લીડર ચૈતર વસાવા 20 લોકોના ટોળા સાથે આવીને ભાજપના સમર્થકો પર હુમલો કર્યો હતો. તાપણીમાં સળગતા લાકડા વડે હુમલો કરતા ભાજપના બે કાર્યકરો ગંભીર રીતે દાઝ્યા હતા. આ ઈજાગ્રસ્તોમાં એક મારો સાળો છે.

સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, મારો સાળો ભાજપ તરફી સરપંચ પદના ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા હતા. આ વખતે અમારો ઉમેદવાર જીતી રહ્યો હોવાનું લાગતા BTP ના કાર્યકરો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે. જોકે ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108ની મદદથી ડેડીયાપાડા લઈ જતાં હાલ તેઓની હાલત સ્થિર છે. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ તેઓ દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા અમે DYSP ને આ અંગે રજૂઆત કરી છે.

મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું કે, આટલી મોટી ઘટના બની હોવા છતાં ભાજપના અમારા સ્થાનિક નેતાઓ પણ કોઈ મદદે આવ્યા નથી, જેથી મારે પોતે અહિંયા આવવાની ફરજ પડી છે.

મહત્વનું છે કે સાંસદની સૂચના બાદ પોલીસ હરકતમાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાલિયાના ખેડૂતની પરવાનગી વગર જ કોન્ટ્રાકટરે ખોદી નાખી 600 ફૂટ ગટર

વાલિયાની સીમમાં ખેડૂતના સોયાબિનના ખેતરમાં પાણી પુરવઠાની પાણીની પાઈપલાઈન નાખવાનો કોન્ટ્રાક્ટ લેનારી એજન્સીએ જેસીબીથી ગટર ખોદી નાખી હતી. વાલિયાના ખેડૂતના ખેતરમાં મંજૂરી વિના પાણીની લાઇનની કામગીરી કરવામાં આવતા ખેડૂતે આક્રોશ વ્યક્ત કર્યો હતો.ખેડૂતનું ઘર ખેતરની બાજુમાં આવ્યું હોવા છતાં કોન્ટ્રાક્ટરે પરવાનગી લેવાની પણ તસ્દી નહિ લેતા ખેડૂતે કાયદેસર કાર્યવાહી કરવા ચક્રોગતિમાન કર્યા હતા.
વાલિયા ગામના તળાવ ફળિયામાં રહેતા મનહરભાઈ લક્ષ્મણભાઈ સોલંકીનું ગામની સીમમાં ગ્રીન વિલા સોસાયટી પાછળ ખેતર આવેલું છે જેઓ પોતાના ખેતરમાં દિવેલા અને સોયાબીનનું વાવેતર કર્યું છે હાલ વાલિયા ગામની સીમમાંથી આશરે 500 કરોડની નલ સે જલ યોજના અંતર્ગત પાણીની લાઇન નાખવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે આજરોજ પાઇપ લાઇનની કામગીરી હાથ ધરનાર કોન્ટ્રાકટર દ્વારા ખેડૂતની કોઈપણ જાતની મંજૂરી વિના આસરે 600 ફૂટ જેટલું લાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે આ રીતે ખેડૂતની મંજૂરી લીધા વિના કામગીરી કરતાં તત્વો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ બાબતે કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે નહેરની જગ્યામાં ખોદકામ કર્યું છે.અમે તપાસ કરી નુકશાન થયું હશે તો નુકશાની આપી દઈશું .પરંતુ વગર પરવાનગીએ ખેડૂતના ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી બે જેસીબીથી ખોદકામ કરી નુકશાન કર્યું તેનું શું એવું ખેડૂતે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

•અતુલ પટેલ,ન્યુઝ્લાઇન,નેત્રંગ

નેત્રંગ તાલુકાની 35 ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ પોલીસ અને વહીવટી તંત્ર સજ્જ

નેત્રંગ તાલુકામાં યોજાનાર ગ્રામપંચાયતની ચૂંટણીઓને લઈ પોલીસ અને વહીવટીતંત્ર સજ્જ થઈ મતદાનની તૈયારીઓને આખરી ઓપ અપાય ગયો હતો.નેત્રંગની 35 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 200થી વધુનો પ્રોટેકશન સ્ટાફ 86 બુથો ઉપર ફરજ બજાવશે ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.
તાલુકામાં 65872 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.નેત્રંગ તાલુકામાં 23 અતિસંવેદનશીલ અને 7 સંવેદનશીલ પોલિંગ તેમજ 49 સામાન્ય બુથ છે.ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરજ બજાવનારા કર્મચારીઓને ૧૩ રૂટ માટે 11 જેટલી બસો તેમજ 2 પ્રાઇવેટ વાહનોની ફાળવણી કરી રવાના કરાયા હતા.86 પુરૂષ પુલિંગ ઓફિસર જ્યારે 168 મહિલા પુલિંગ ઓફિસરની ફાળવણી કરવામાં આવી હતી.86 મતપેટીઓથી યોજાનારી ચૂંટણીમાં કાઉન્ટીગ માટે પણ કર્મચારીઓના ઓર્ડર કરાયા હતા. પ્રિસાઇડિંગ અને આસી. પ્રિસાઇડિંગ ઓફિસર મળી કુલ 172 કર્મચારીઓને કામે લગાવવામાં આવ્યા છે.
નેત્રંગ તાલુકાનીની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં એક તરફ સરપંચ અને સભ્ય ઉમેદવારો વોટ મેળવવા વિકાસના વાયદાઓનો પ્રચાર-પ્રસારમાં વરસાદ કરી રહ્યાં છે ત્યારે તાલુકા ચૂંટણી તંત્રે પણ નિર્ભય, સ્વસ્થ અને શાંત વાતાવરણમાં ચૂંટણીઓ યોજાઈ તે માટે કમરકસી છે. નેત્રંગ તાલુકામાં આવેલી 35 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે.
ગ્રામ પંચાયતની ચૂંટણી શાંત, નિર્ભય વાતાવરણમાં યોજાઈ તે માટે સિક્યોરિટી-પ્રોટેકશન સ્ટાફ તરીકે આશરે ડી.વાય.એસ.પી-૧, પી.આઈ-૧, પી.એસ.આઈ-૪ મળી ૨૦૦ થી વધુ પોલીસ જવાનો તહેનાત રહેશે.

•અતુલ પટેલ,ન્યુઝ્લાઇન,નેત્રંગ

101 વર્ષીય મહંત આનંદપ્રિયદાસજી સ્વામીએ જીવનલીલા સંકેલી

શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ, મણિનગરના મહંત તેમજ સાધુતાની મૂર્તિ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી માગશર સુદ પૂનમ ને શનિવારે બપોરે ૨.૦૦ કલાકે ૧૦૧ વર્ષની ઉંમરે સ્વતંત્રપણે મનુષ્યલીલા સંકેલી છે.

તેમના અંતિમ દર્શન તથા પાલખીયાત્રા સહિતની વિધિ 19 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી કુમકુમ મંદિર, મણિનગર ખાતે જ્યારે અંતિમ સંસ્કાર વિધિ બપોરે 2 વાગ્યે કુમકુમ સેવા કેન્દ્ર, હીરાપુર ખાતે યોજાશે.

દિવંગત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ શારત્રો અને અનેક સાધનાઓમાં ભૂલા પડેલા માનવીઓને સાચો માર્ગ ચીંધી આત્યંતિક મોક્ષની વાટ બતાવી હતી. તદુપરાંત તેમણે લોકોને શ્રી સ્વામિનારાયણ ભગવાનના શાશ્વત સુખમાં જોડવાના ભગીરથ કાર્યને જ જેમને પોતાનો જીવનમંત્ર બનાવ્યો હતો.

જેના કારણે આજે અનેક પરિવારોમાં નિરાશાઓ દૂર થઈ છે અને સ્નેહ-સંપના દિપક પ્રગટ્યા છે. અનેક યુવાનોમાં સેવાના ધબકાર ઉઠ્યા છે. દેશ અને વિદેશમાં તેમના દ્વારા સ્થપાયેલા મંદિરોના કારણે ઘેરેઘેર સત્સંગ -સદાચારના અજવાળાં પથરાયાં છે.

ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાશે 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ

•878 મથકો પર યોજાશે મતદાન, જિલ્લા કલેક્ટરે તમામ તાલુકા મથકે જઈ સ્થળ નિરીક્ષણ કર્યું

ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર 19 ડિસેમ્બર અને રવિવારે 413 ગ્રામ પંચાયતોની ચૂંટણી તટસ્થ, ન્યાયિક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા સજ્જ બન્યું છે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 1176 સરપંચ અને 6987 સભ્ય ઉમેદવારો માટે યોજાનારી ચૂંટણીમાં તમામ વ્યવસ્થા પૂર્ણ કરી લેવાઈ છે. ચૂંટણી ફરજમાં 5328 કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવવાનો છે. જ્યારે 878 મતદાન મથકો ઉપર તમામ વ્યવસ્થાનું આયોજન કરી દેવાયું છે.

ભરૂચ જિલ્લામાં આવતીકાલે રવિવારે 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે. જિલ્લામાં રવિવારે સવારે 7 કલાકથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ત્યારે આજે શનિવારે તે માટેના મતદાન પેટીઓ તેમજ સ્ટાફની ફાળવણી કરવામાં આવી હતી.

આજે શનિવારના રોજ વિવિધ જિલ્લાના તાલુકા મથકો ખાતેથી સ્ટાફ તેમજ મતદાન પેટીઓ ડિસ્પેચ કરવામાં આવી હતી. આજે સાંજ સુધીમાં તમામ મતદાન મથકો ખાતે સ્ટાફ પહોંચી જશે અને કામગીરી હાથ ધરી દેશે. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ તમામ તાલુકા મથકોએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમજ મતદાનની કામગીરી શાંતિમય માહોલમાં પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કુલ 483 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હતી. જેમાં 62 સમરસ બની હતી. જ્યારે 17 સરપંચો અને 738 સભ્યો બિનહરીફ રહ્યા હતા.

ભરૂચ: નવાદહેરા ખાતે દત્ત જયંતિ ઉજવાઇ

માગશર સુદ પુનમના પવિત્ર દિવસે આજે જૂના ભરૂચના નવાદહેરા સ્થીત દત્ત મંદીરે ભાવિકજનો દ્વારા દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દત્તાત્રેય મંદિરમાં વિશેષ પૂજા-પાઠ, મહાઆરતી, પાદુકા પુજન, દત્તબાવની પાઠ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

દત્તાત્રેય નાથ સંપ્રદાયના ઇષ્ટદેવ છે. શૈવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્ત તેમને શિવનું સ્વરૂપ માને છે. તો વૈષ્ણવ સંપ્રદાયથી જોડાયેલા લોકો ભગવાન વિષ્ણુનો અવતાર માને છે. તાંત્રિકોના મત અનુસાર દત્તાત્રેય ભગવાન એ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીનો સંયુક્ત અવતાર છે. જૂના ભરૂચના નવાદહેરા સ્થીત દત્ત મંદિરમાં પણ ભગવાનને અતિસુંદર વસ્ત્રોથી સજ્જ કરાયાં હતાં. મંદિર પરિસરમાં ભજન કિર્તનની રમઝટથી ભક્તિમય માહોલ સર્જાયો હતો.

ભરૂચ ખાતે બે દિવસીય આંતરરાજ્ય કુસ્તી ટુર્નામેન્ટ નું થયું આયોજન

ભરૂચ નજીક આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે દ્વિદિવસીય કુસ્તીની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બે દિવસની આ કુસ્તી ટુર્નામેન્ટ માં 25 કરતા વધુ કોલેજના વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

કુસ્તીએ આમ જનતાની ઉત્તમ પ્રકારની બુનિયાદી લોકરમત એટલે કુસ્તી જે એક દ્વંદ્વ રમત પણ છે અને તેમાં વ્યક્તિની તાકાત, કૌશલ્ય, ચપળતા અને દમ,ખમ ની કસોટી થાય છે. કુસ્તી વિવિધ દેશોમાં લોકસંસ્કૃતિ-આધારિત શૈલી આધારિત કુસ્તી તે શોખથી રમાય છે.

પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં મલ્લયુદ્ધ પ્રચલિત હતું આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે એટલે જ ભારતભરમાં વિવિધ ગામોમાં કુસ્તી સ્પર્ધાનું પણ આયોજન કરાતું હોય જેના ભાગરૂપે આજરોજ ભરૂચ ના તપોવન સંસ્કાર કેન્દ્ર સંચાલિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરત સાથે સંયોજિત દીપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે બે દિવસીય આંતરરાજ્ય કુસ્તી ટુર્નામેન્ટ નું આયોજન કરાયુ હતું જેમાં કુસ્તી ટુર્નામેન્ટમાં ૨૫ થી વધુ વિવિધ કોલેજોના ૭૦ થી ૮૦ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધા માં ભાગ લઈ પોતાનો કૌશલ બતાવ્યું હતું.

આ પ્રસંગે તપોવન સંસ્કાર કેન્દ્ર ના પ્રમુખ દિનેશ પડ્યા,બીજેપી રમત ગમત સેલના મંત્રી પ્રશાંત પટેલ,વિવિધ કોલેજો ના ટીમ ના કોચ ,મેનેજરો સહિત કોલેજ દિપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સના ફીઝીકલ ઇન્સ્ટ્રકટર કરસન નિઝામા સહિતના લોકો ઉપસ્થિત રહી કુસ્તીબાજ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.

અંકલેશ્વર : GIDCમાં કંપનીની ટાંકીમાં ડૂબી જતાં ૧ કામદારનું મોત

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એક ફૂડ પ્રોડક્ટ કંપનીમાં જ કામ કરી રહેતા એક કામદારનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

અંકલેશ્વર જીઆઇડીસી માં પ્લોટ નંબર 177 માં આવેલ જય ભવાની ફૂડ પ્રોડક્ટ કંપની માં કામ કરતો મૂળ રાજસ્થાન નો અને હાલ કંપની માં રહેતો 19 વર્ષીય જેઠારામ દોલા રામ દેવાસી કંપની ના બિલ્ડીંગ ઉપર આવેલ પાણીની ટાંકીમાં વહેલી પરોઢે ડૂબેલી હાલતમાં મળી આવ્યો હતો.

રાત્રી ના 12 વાગ્યા બાદ ડૂબી ગયેલા કામદાર અંગે સવારે 8.15 વાગ્યાના નજરે ના પડતા જાણ થઇ હતી.કંપની કામદારો દ્વારા આ આગને કંપની સંચાલક તેમજ મૃતક ના સંબંધી ને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. આ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને અન્ય કામદારો ની મદદ થી જેઠારામ દેવાસીના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

error: Content is protected !!