•શો રૂમ બહાર ૭૦% ડિસ્કાઉન્ટ જ્યારે અંદર જાવ તો માત્ર ૪૪%
ભરૂચ શહેરમાં સ્ટેશન રોડ ઉપર કાર્યરત એક કંપનીના શોરૂમ ઉપર લોભામણી જાહેરાતનું બોર્ડ મારી લોકોને છેતરતા હોવાની બુમરાણ ઉઠવા પામી છે.
ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ ખાદીમ નામના ચંપલના કંપની સંચાલીત શોરૂમમાં બહાર ગ્રાહકોને આકર્ષવા ૭૦% ડિસ્કાઉન્ટ ના બોર્ડ મરાયા છે. જયારે શોરૂમની અંદર કોઇ પણ ચંપલ કે બુટ ૫૦% ડિસ્કાઉન્ટે પણ હાજરમાં નથી રખાતા.
વળી કંપની સંચાલીત આ શોરૂમમાં પરિવાર સાથે ખરીદી કરવા ગયેલા એક જાગૃત નાગરીકે આ બાબતે શોરૂમના મેનેજર યુવાનને પુછતા તેણે સાવ વાહિયાત અને ઉદ્ધત જવાબો આપ્યા હતા કે અહીં માત્ર ૪૪% જ ડિસ્કાઉન્ટ છે તમારે લેવું હોય તો લો નહીં તો જાવ, જ્યારે આ મેનેજર યુવાનને તેનું નામ પુછતાં તેણે પોતાનું નામ ખાદીમ ઇન્ડીયા લિમિટેડ હોવાનું જણાવી અન્ય ગ્રાહકો સાથે પણ તોછડું વર્તન કર્યાની વિગતો બહાર આવી છે.
મોટી મોટી જાહેરાતો થકી મોટા ડિસ્કાઉન્ટના બોર્ડ મરી ગ્રાહકોને આકર્ષી તેમની સાથે તોછડું વર્તન કરતા આવા મેનેજરો અને લોભામણી જાહેરાતો થકી ગ્રાહકોને લલચાવતી કંપની શોરૂમ સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.