માગશર સુદ પુનમના પવિત્ર દિવસે આજે જૂના ભરૂચના નવાદહેરા સ્થીત દત્ત મંદીરે ભાવિકજનો દ્વારા દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દત્તાત્રેય મંદિરમાં વિશેષ પૂજા-પાઠ, મહાઆરતી, પાદુકા પુજન, દત્તબાવની પાઠ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
દત્તાત્રેય નાથ સંપ્રદાયના ઇષ્ટદેવ છે. શૈવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્ત તેમને શિવનું સ્વરૂપ માને છે. તો વૈષ્ણવ સંપ્રદાયથી જોડાયેલા લોકો ભગવાન વિષ્ણુનો અવતાર માને છે. તાંત્રિકોના મત અનુસાર દત્તાત્રેય ભગવાન એ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીનો સંયુક્ત અવતાર છે. જૂના ભરૂચના નવાદહેરા સ્થીત દત્ત મંદિરમાં પણ ભગવાનને અતિસુંદર વસ્ત્રોથી સજ્જ કરાયાં હતાં. મંદિર પરિસરમાં ભજન કિર્તનની રમઝટથી ભક્તિમય માહોલ સર્જાયો હતો.