The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 202

ભરૂચના ફાઇનાન્સર સામે વાગરામાં નોંધાઇ ૨૪ લાખની છેતરપિંડી કરાયાની ફરીયાદ

•મહિલાએ ભરૂચના ફાઇનાન્સર સામે છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના રહાડપોર ગામની આશિયાના પાર્ક સોસાયટીમાં રહેતી એક મહિલા પાસેથી ઉછીના અને પ્લોટના દસ્તાવેજો બનાવી રૂપિયા ૨૪ લાખની છેતરપિંડી કરતાં ભરૂચના ફાઇનાન્સર સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

વાગરાના રહાડપોર ગામની આશિયાના પાર્ક સોસાયટીમાં રહેતી કવિતાબેન ઉમેશભાઈ કાશીનાથને બે વર્ષ અગાઉ ભરૂચના નંદેલાવ રોડ ઉપર આવેલ આશીર્વાદ પાર્ક સોસાયટીમાં રહેતા સપનકુમાર તેજસકુમાર દવે સાથે પરિચય થયો હતો. જેઓ ખાનગી ફાઇનાન્સ કંપનીમાં વેપાર કરે છે અને સાથે જમીન લે વેચનું કામ પણ કરે છે, તેમણે મહિલા અને તેના પતિને વિવિધ સ્થળોએ મકાન અને જમીન બતાવી પરિચય કેળવી ઉછીના પેટે અલગ અલગ રીતે ૧૪ લાખ રૂપિયા ખંખેરી લીધા હતા.

જે બાદ વાગરા તાલુકાનાં ગામતળા બહાર પાડેલ પ્લોટના બાનાખાતા લખી આપ્યા બાદ ટાઇટલ ક્લીયરન્સ કર્યા પછી વેચાણ દસ્તાવેજ કરી આપવાનું જણાવી કુલ ૨૪ લાખ રૂપિયા લઈ પ્લોટ નહીં આપતા મહિલાને છેતરપિંડી કરી હોવાનું જણાતા મહિલાએ છેતરપીંડી કરનાર ભરૂચના ફાઇનાન્સર વિરુદ્ધ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વૈષ્ણો દેવી મંદિર નાસભાગમાં બે યુવતીઓને બચાવતા રાજપીપળાના પાર્થ જોશી

વૈષ્ણવ દેવી મંદિર નાસભાગમાં ૧૨ શ્રદ્ધાળુઓના મોત થયા છે અને ૧૪ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે નાસભાગ મચી હતી. આ ઘટના ત્રિકુટા પહાડીઓ પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર બની હતી. આ અકસ્માત અડધી રાત્રે થયો હતો.

આ નાસભાગમાં રાજપીપળા જોષી પરિવારના ૬ સભ્યો પણ ફસાયા હતા. જોકે એ તમામ લોકો હેમખેમ રીતે નીચે ઉતરવામાં સફળ રહ્યા હતા. રાજપીપળાના જોશી પરિવારના સભ્યો ૨૭ મી ડિસેમ્બરે અમદાવાદથી વૈષ્ણવ દેવી મંદિરે જવા નીકળ્યા હતા. ૩૧મી ડિસેમ્બરે રાત્રે તેઓ વૈષ્ણવદેવી મંદિરે જવાના રસ્તે પહોંચ્યા હતા દરમિયાન આ ઘટના બની હતી.

આ ઘટનાને નજરે નિહાળનાર પાર્થ જોશીએ જણાવ્યું હતું કે આ ઘટના ઘટી ત્યારે અમે મંદિરથી ૫૦૦ થી ૭૦૦ મીટર જ દૂર હતા. મંદિરે આવવાના રસ્તે પબ્લિક ઉતરી રહી હતી અને જવાના રસ્તે પબ્લિક ઉપર ચઢી રહી હતી. જેથી લોકો વચ્ચે અથડામણ થતી હતી, દરમિયાન કોઈક લોકો વચ્ચે મગજમારી થઈ હતી અને લોકોએ બુમાંબૂમ કરતા નાસભાગ મચી ગઇ હતી. આ નાસભાગમાં મેં ઘણા લોકોને મૃત્યુ પામતા અને ગંભીર ઘાયલ થતા પણ જોયા છે. મંદિર પરિસરમાં વ્યવસ્થાનો મોટો અભાવ જોવા મળ્યાનું પણ તેણે જણાવ્યું હતું.

રાજપારડી : નવા અવિધા (ખડોલી) ખાતેથી જુગાર રમતા ૬ ઝડપાયા

રાજપારડી પોલીસ દ્વારા જીલ્લામા પ્રોહી/જુગાર બદી નો કડક અમલ કરાવવા પરિણામલક્ષી કામગીરી કરવા સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પ્રોહિ જુગાર ના કેસો શોધી કાઢવા સુચના આપવામા આવેલ હોય જે અનુસંધાને રાજપારડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમિયાન રાજપારડી પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે નવા અવિધા(ખડોલી) ગામની ગૌચર ની ખુલ્લી જગ્યામા બાવળીયાની ઓથમા મોબાઇલ ટોર્ચના અજવાળે નીચે બેસી કેટલાક ઇસમો ભેગા મળી પૈસા વડે પત્તા પાનાનો હારજીત નો જુગાર રમી રમાડે છે.

જે આધારે જુગારવાળી જગ્યા એ રેડ કરતા જુગાર રમતા પકડાયેલ ઇસમોમાં વિક્રમભાઇ દીલીપભાઇ વસાવા, મુકેશભાઇ રમેશભાઇ વસાવા,અનિલભાઇ રમણભાઇ વસાવા,સહદેવભાઇ શનાભાઇ વસાવા,અભયભાઇ મહેશભાઇ વસાવા,રાકેશભાઇ દિનેશભાઇ વસાવા તમામ રહે.નવા અવિધા(ખડોલી) તા.ઝઘડીયા જી.ભરૂચને ઝડપી પાડ્યા હતા.

પોલીસે દાવ ઉપરના રોકડા રૂપિયા ૫૨૨૦/- તથા જુગાર રમતા ઇસમોની અંગ ઝડતી ના રોકડા કુલ રૂપિયા ૬૦૫૦/- મળી કુલ રૂપિયા ૧૧,૨૭૦/- તથા મોબાઇલ નંગ-૦૪ કી.રૂ.૮૦૦૦/- તથા જમીન ઉપર પાથરેલ પ્લાસ્ટીકના પાથરણા ઉપર પત્તા પાના નંગ-૫પર૨ કિ,રૂ.૦૦/-મળી કુલ્લે કી.રૂ.૧૯,૨૭૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ છે તેમજ હાલમા કોરોના સંક્રમણ ફેલાયેલ રીતે બીજાની જીંદગી જોખમાય તેમજ સોશીયલ ડિસ્ટંસનો અભાવ રાખી ટોળુ વળી જુગાર રમતા પકડાઇ ગયેલ હોય તેઓની સામે જુગાર ધારા કલમ ૧૨ મુજબ તેમજ ઇ.પી.કો. કલમ ૨૬૯ તથા 1૫૩107 કલમ ૫૧(બી) મુજબ કાયદેસર ની કાર્યવાહી કરવામા આવેલ છે

કાવિ: નવી વસાહત પ્રાથમિક મિશ્ર શાળામાં યોજાયો બાળમેળો

નવી વસાહત પ્રાથમિક મિશ્ર શાળા કાવિમાં નવા વર્ષની ઉજવણી સાથે જ ધોરણ 1 થી 5 ના બાળકો એ બાળમેળાનું આયોજન કરાયું હતું. જેમાં ધોરણ 1 થી 5 ના તમામ બાળકોએ સુંદર છાપ કામ કર્યું ,વેસ્ટ માંથી બેસ્ટ દ્વારા અનેક કૃતિઓ તૈયાર કરી, માટીના રમકડા બનાવ્યા, અને તેને પણ રંગીને સુંદર આકર્ષિત રૂપ આપ્યું ,સાથે જ નાના ભૂલકા ઓએ ચિત્રોમાં રંગપૂરણી કરી વિવિધ પ્રાણી -પશુઓને જીવંત કર્યા હતા.

આ બાળમેળાના આયોજન દ્વારા તમામ બાળકોને પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિને ખીલવવાની સુંદર તક મળી. નવી વસાહત પ્રાથમિક મિશ્રશાળા ના ધોરણ ૧-૫ ના કુલ ૨૧૬ જેટલા બાળકોએ કોરોના ગાઇડલાઇન ને અનુસરીને બાળમેળાનું આયોજન કર્યું હતું.

બાળકોએ ગિજુભાઈ બધેકા ની બાળવાર્તાઓ પણ કહી, બાળ ગીતોની રમઝટ બોલાવી. શાળાના આચાર્ય સંદીપભાઈ તથા શાળાના ઉત્સાહી શિક્ષક મયંકભાઇએ પણ સુંદર બાળ ગીત ગાઈને સૌને આનંદીત કર્યા.શા આ ળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓ પાછળ શાળાના સૌ શિક્ષક મિત્રોનો ખૂબ ફાળો છે. આ બાળમેળાનું આયોજન ખુબ જ સુંદર અને સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

ઝઘડીયાના રાણીપુરામાં શેરડી સળગાવી દેવા મુદ્દે ખેડૂતોએ આપ્યું ભરૂચ કલેકટરને આવેદન

• ૧૬ જેટલા ખેતરોની શેરડી સળગાવી દેવાતા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોએ અસામાજીક તત્વો સામે કાર્યવાહીની માંગ કરી.

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે ગત તા.ર૯ મીના રોજ રાતના સમયે ગામના મકોડિયા વગા,કાછી વગા,ઝોરા વગા અને યાડિયા વગામાં આવેલ ૧૬ જેટલા શેરડીના ખેતરોમાં કોઈ અસામાજીક તત્વોએ આગ લગાડી દેવાતા આ ખેડૂતોને અંદાજીત રૂપિયા પાંચ લાખ જેટલું નુકશાન થયુ હતુ.આ ઘટના બાબતે તે સમયે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી.

આ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તાજેતરમાં યોજાઈ ગયેલ ગ્રામ પંચાયતની ચુંટણીની અદાવત રાખીને કોઈ વિઘ્નસંતોષિ દ્વારા આગ લગાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે ૨૦૦૭ ની સાલથી ર૦ર૧ સુધી રાણીપુરા ગામે ગ્રામ પંચાયતની ચુંટણી નથી થઈ.અત્યારસુધી ગામમાં બિનહરિફ પંચાયત બનતી હતી. જ્યારે હાલમાં ગામમાં ચુંટણી યોજાઈ હતી.દરમ્યાન આજરોજ રાણીપુરા ગામના સરપંચ મીતાબેન સુરેશભાઈ વસાવા તેમજ મનોજભાઈ ઠાકોરભાઈ દેસાઈ સહિતના પંચાયત સધ્સ્યોએ આજરોજ ભરૂચ જીલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસવડાને આવેધ્ન આપી રાણીપુરા ગામે શેરડીના ૧૬ જેટલા ખેતરો સળગાવી ઇઈને ખેડૂતોને લાખો રૂપિયા નુકશાન પહોંચાડનાર અસામાજીક તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી.

આવેદનમાં વધુમાં જણાવાયું હતું કે અગાઉ પણ રાણીપરા ગામે સરકારી તેમજ પંચાયતની માલિકીની મિલકત અને સામાનને નુકશાન પહોંચાડવા ઉપરાંત તેની ચોરી થતી હોવાના બનાવો તેમજ ખેતરોમાં પણ ચોરી અને ભેલાણના બનાવો બનતા હતા. હાલમાં ૧૬ ખેતરોના ૭૦ વિઘા જમીનમાં વાવેતર કરેલ શેરડીનો પાક સળગાવી ઇઈને ખેડૂતોને નુકશાન પહોંચાડવાનું કૃત્ય ચુંટણીની અદાવતે જ કરાયુ હોવાની રજુઆત કરીને આવા અસામાજીક તત્વો પર કાયદેસર કાર્યવાહી કરવા પણ માંગ કરાઇ હતી.

વૈષ્ણોદેવી ભવનમાં ભાગદોડ, 12 શ્રદ્ધાળુઓના મોત, જાનહાનિ વધવાની આશંકા

• વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, માતા વૈષ્ણોદેવી ભવનમાં નાસભાગમાં લોકોના મોતથી ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય.

વૈષ્ણો દેવી ભવનમાં ભાગદોડમાં 12 શ્રદ્ધાળુઓના મોત થયા છે. જાનહાનિ વધવાની આશંકા છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગે જણાવ્યું કે આ નાસભાગમાં 12 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે. બચાવ કાર્ય ચાલુ છે, ભાગદોડની ઘટના સામાન્ય થયા બાદ વૈષ્ણો દેવીની યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં નવા વર્ષ નિમિત્તે માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગના સમાચાર સામે આવ્યા છે. એવી માહિતી છે કે આના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રદ્ધાળુઓની ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના ત્રિકુટા હિલ્સ પર સ્થિત મંદિરના ગર્ભગૃહની બહાર બની હતી.

અધિકારીઓએ જણાવ્યું કે નવા વર્ષની શરૂઆત નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા છે. દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. વરિષ્ઠ અધિકારીઓ અને શ્રાઈન બોર્ડના અધિકારીઓ સ્થળ પર હાજર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણા લોકો મૃત મળી આવ્યા હતા અને તેમના મૃતદેહોને ઓળખ અને અન્ય કાનૂની ઔપચારિકતા માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ઓછામાં ઓછા 26 અન્ય લોકોને માતા વૈષ્ણોદેવી નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ (Mata Vaishno Devi Hospital) સહિત અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાય ઘાયલોની હાલત ગંભીર ગણાવવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીરના કટરા સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના બ્લોક મેડિકલ ઓફિસર ડૉ. ગોપાલ દત્તે જણાવ્યું છે કે, માતા વૈષ્ણોદેવી ભવનમાં નાસભાગને કારણે 12 લોકોના મોત થયા છે અને ઘાયલોને નારાયણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મૃતકોમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના લોકોનો સમાવેશ થાય છે. આ મામલે વધુ માહિતી મેળવવાની રાહ જોવાઈ રહી છે. તેમજ યાત્રા રોકી દેવામાં આવી છે.

પીએમઓ વતી, ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે નાસભાગમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

કન્યાકુમારીથી કાશ્મીર જતા બે યુવકો ભરૂચ પહોંચતા કરાયું સ્વાગત

• એક યુવકનું 6 હજાર કિમી વોકિંગ, બીજા યુવકનું 4 હજાર કિમી સાઈકલિંગ

ભારતીય સંસ્કૃતિના દર્શન કરવા કેરળ અને કન્યાકુમારીથી કાશ્મીર જવા નીકળેલા કેરાલાના સાયકલીસ્ટ અને દોડવીર યુવાન ભરૂચ આવી પહોંચતા બંનેવ યુવાનોનું ભરૂચ બાઈસીકલ ગ્રુપના સભ્યોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

કેરાલાથી કાશ્મીર સાયકલિંગમાં નીકળેલા શહાશિલ તથા કન્યાકુમારીથી કાશ્મીર રોશન વોકિંગ કરી ગુરુવારના રોજ સાંજે ભરૂચના કસક ગુરુદ્વારા ખાતે આવી પહોંચ્યા હતા.બંનેવ સાયકલીસ્ટ શુક્રવાર સવારે ફરી સાયકલ યાત્રા શરૂ કરે તે પૂર્વે ભરૂચ બાયસીકલ ગ્રુપના સભ્યોએ તેમનું સન્માન કરી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ તેઓની આગળની યાત્રા સુખમય નીવડે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.સાથે જ દોઢસો વર્ષ જૂના ઐતિહાસિક ધરોહર ગોલ્ડન બ્રિજ પર સાયકલિંગ કરીને બંને સાયકલિસ્ટને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રોશન કુલ 6000 કિમી કન્યાકુમારીથી કાશ્મીર સુધી વોકિંગ કરીને આખા દેશની સંસ્કૃતિના દર્શન કરશે. તેમજ શહાસિલ 4000 કિમી સાયકલિંગ કરીને કેરલાથી કાશ્મીર સુધી ફરશે.આ બંને યુવાનો ભારતીય સંસ્કૃતિનો અનુભવ કરવાના હેતુ થી હજારો કિલોમીટરની યાત્રા પર નીકળ્યા છે.

પાનોલી: ટાયર કંપનીમાંથી બોઇલરમાં વપરાતા 5 લાખના સામાનની ચોરી

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસી માં આવેલ મહનસરીયા ટાયર કંપનીમાં બોઇલર નો સામાન ની ચોરી થઇ જવા પામી છે. તસ્કરો બોઇલર માં વપરાતા પાંચ લાખ ના સામાન ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી મહનસરીયા ટાયર કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી.જેમાં તસ્કરો કંપનીના ઓપન ગોડાઉન માં પ્રવેશ કર્યો હતો અને ગોડાઉન માંથી બોઇલર માં વાપરવામાં આવતા સામાન ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

આ ચોરી અંગે ની જાણ કંપની ના અધિકારી ને થતા તેઓ એ અંકલેશ્વર રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યા હતા અંદાજે રૂપિયા 5 લાખ ના બોઇલર ના સામાન ની ચોરી અંગે કંપનીના ધરમપાલસિંહ મહેલાએ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

31 ડીસેમ્બર અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના દરોડા

૩૧ ડીસેમ્બરને ધ્યાને લઇ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પ્રોહી/જુગારની બદ્દીઓ ડામવા અસરકારક કામગીરી કરવા આપેલ સુચના આધારે પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા પ્રોહી/જુગારની ડ્રાઇવ આપી જિલ્લામાં હોટલો, ફાર્મહાઉસો વિગેરે ચેક કરવા આપેલ સુચના આધારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન મળેલ બાતમી આધારે ભરૂચ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં BSNL ઓફીસ પાછળ આલી માતયારીયા તળાવ ઝુપડપટ્ટીમાં રહેણાંક મકાનમાં પ્રોહીબિશનની સફળ રેઇડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે મુખ્ય સુત્રધાર એવા બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ભરૂચ એલ.સી.બી ટીમે વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની નાની મોટી કુલ બોટલ નંગ-૨૬૨ કિ. રૂ ૩૮,૨૦૦/-, મોબાઈલ નંગ-૦૧ કિ રૂ. ૫,૦૦૦/-, કાળા કલરનું ટ્રાવેલીંગ બેગ કિ રૂ.૧૦૦/- મળી કુલ રૂપિયા ૪૩,૩૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવા સાથે રાકેશ ઉર્ફે રાકો મોહનભાઈ વસાવા રહેવાસી. BSNL ઓફીસ પાછળ, આલી માતરીયા તળાવ ઝપડપટ્ટી ભરૂચ ઝડપી પાડી મુખ્ય સુત્રધાર એવા નયન ઉર્ફે બોબડો કિશોરભાઈ કાયસ્થ રહેવાસી.દાંડીયા બજાર ભરૂચ અને યોગેશ ઉર્ફે ફકાટ શનુભાઈ મિસ્ત્રી રહેવાસી. સમની ગામ તા.આમોદ જી.ભરૂચને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલ આરોપીને એ ડિવિઝન પોલીસ મથકે આગળની કાર્યવાહી માટે સોંપ્યો હતો.

ભરૂચ ખાતે નદી કિનારે પૂજા-ધાટ આરતી- રીવર મશાલ કાર્યક્રમ યોજાયો

ભારતના સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે “આઝાદીકા અમૃત મહોત્સવ” અન્વયે હાથ ધરાયેલ પાંચ દિવસીય “નદી ઉત્સવ” ઉજવણીના ભાગરૂપે સિંચાઇ વિભાગ દ્વારા આજે સમાપન સમારોહમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમીતભાઇ ચાવડા, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીઆ,નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, સહિત આગેવાન પદાધિકારીઓ-અધિકારીઓ અને શહેરીજનોની ઉપસ્થિતિમાં નર્મદા મૈયાના સાન્નિધ્યમાં નર્મદા પાર્ક – ભરૂચ ખાતે નર્મદા આરતી તથા પુજાવિધિના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુક્યો હતો. આ પ્રસંગે નદીઓની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવા તથા પ્લાસ્ટિક મુક્ત બનાવવાના સૌએ સંકલ્પ લીધા હતા.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે નદી ઉત્સવની ઉજવણી ગુજરાતની સાબરમતી, તાપી અને ગરૂડેશ્વર અને ભરૂચ નર્મદા નદીના તટે અનેકવિધ કાર્યક્રમો થકી નદીઓને ઉજાગર કરવાનું કામ રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણા સહુની પણ એટલી જ જવાબદારી છે કે નદીઓને સ્વચ્છ રાખીએ. તેનું જતન કરવા ઉપરાંત તેની જાળવણી કરવા જણાવ્યું હતું. નિલકંઠેશ્વર મંદિર ભરૂચની એક પવિત્ર જગ્યા છે અને મા નર્મદા નદીના દર્શન કરવાથી ધન્યતાની અનુભુતિ થતી હોય છે.

નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી સમાન છે તેમ જણાવી પટેલે આવનાર દિવસોમાં ભાડભૂત બેરેજ યોજના નિવિધ્ને સંપન્ન્ન થાય બંને કાંઠે નર્મદાનો કાંઠો છલોછલ ભરાયેલો રહે તેવી પ્રાર્થના કરી હતી. નદી ઉત્સવના પાંચ દિવસના સુંદર આયોજનને બિરદાવી આ તકે ભરૂચવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે નર્મદા પાર્ક- ભરૂચ ખાતે સિંચાઇ વિભાગના ધ્વારા આયોજીત કાર્યક્રમમાં સંસ્કૃત પાઠશાળાના વિધાર્થીઓ ધ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ, નગરપાલિકાના પ્રમુખ અમીતભાઇ ચાવડા, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીઆ, સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી, મનન આશ્રમના સ્વામી, સંતો – મહંતો તથા આગેવાન પદાધિકારીઓએ નર્મદા મૈયાની પુજાપાઠ કર્યા બાદ સંધ્યા મહા આરતી, દીપોત્સવ, રીવર મશાલમા સહભાગી બન્યા હતા. આ પ્રસંગે ૧૧૦૦ દિવા, ૭પ આરતી અને ૭પ મશાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે જાનકી મીઠાઇવાલા કલાવૃંદ ધ્વારા નર્મદા આરતી, નર્મદા અષ્ટકમ સહિત મા નર્મદાના ગીતો રજુ કર્યા હતા.

આ પ્રસંગે તપોવન સંસ્થાના પ્રમુખ દિનેશભાઇ પંડયા, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, સિંચાઇ વિભાગના ઉચ્ચાધિકારીઓ, મુખ્ય અધિકારી સંજય સોની, જિલ્લા પંચાયત- તાલુકા પંચાયતના સદસ્યો, ભોલાવ, ઝાડેશ્વર ગામના સરપંચશ્રીઓ, આગેવાન પદાધિકારીઓ, નગરપાલિકાના હોદેદારો, નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા..

error: Content is protected !!