The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 185

આરોગ્ય તંત્ર દ્વારા રાજ્ય સરકારોના સહયોગથી સઘન મિશન ઇન્દ્રધનુષનો ચોથો તબક્કો શરૂ

  • બાળકો અને સગર્ભાઓ જરૂરી રસીઓથી વંચિત ન રહે તેની ખાત્રી માટે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું ત્રણ તબક્કાનું મિશન સઘન ઇન્દ્રધનુષ;

કેન્દ્ર સરકારના અને ગુજરાતના આરોગ્ય તંત્ર દ્વારા નિર્ધારિત સમય પત્રક પ્રમાણે સગર્ભાઓને અને નક્કી ઉંમર સુધી બાળકોને ઓરી, ઝેરી કમળો, પોલિયો, ન્યૂમોનિયા, રુબેલા જેવા રોગોથી બચાવતી રસીઓ મૂકવામાં આવે છે. ઘણીવાર ગામ કે ઘર બદલવા સહિતના વિવિધ કારણોસર સગર્ભાઓ અને બાળકો આ રસીઓના ડોઝથી વંચિત રહી જાય છે અને તેમનું આરોગ્ય જોખમાય છે. તેની સામે તકેદારીના રૂપમાં કેન્દ્રીય આરોગ્ય તંત્ર દ્વારા રાજ્ય સરકારોના સહયોગથી સઘન મિશન ઇન્દ્રધનુષનો ચોથો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે.જેના હેઠળ પ્રથમ રસીકરણ સત્ર સાતમી તારીખે યોજાઈ ગયું જ્યારે હવે પછી સાતમી માર્ચ અને ચોથી એપ્રિલે વધુ બે રસીકરણ સત્રો યોજવામાં આવશે.

નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ આ મિશન હેઠળ રસીકરણ યોજવામાં આવ્યું હતું. આ મિશનને સફળ બનાવવા અને કોઈપણ જરૂરી રસી લેવાથી એક પણ બાળક વંચિત ન રહી જાય. તમામ નોંધાયેલી સગર્ભાઓને પ્રસૂતિ પુર્વે જરૂરી તમામ રસીઓ અપાય તેની ખાત્રી માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં આશા અને અન્ય આરોગ્ય કાર્યકરોની મદદથી ઘેર ઘેર ફરીને રસી વંચિતોની ઓળખ કરી હતી એવી જાણકારી આપતાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીતે જણાવ્યું  હતું કે, આ મિશનના ભાગરૂપે રવિવારે જિલ્લામાં ૧૩ જગ્યાઓએ રસીકરણ યોજવામાં આવ્યું હતું. તેમાં  પ૨ જેટલા બાળકોને જે જે રસીઓ મૂકવાની બાકી હતી તે મૂકીને આરોગ્ય રક્ષા કવચ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. તે જ રીતે જિલ્લામાં પ્રસૂતિ પહેલા જરૂરી રસીઓથી વંચિત હોય તેવી ૦૮ સગર્ભાઓ રસીથી વંચિત જણાતા તમામને બાકી રસીઓ આપવામાં આવી હતી.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અમદાવાદમાં બીજી વન-ડે

  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વન-ડે સિરીઝની આજે બીજી મેચ રામવાની છે. જેને લઈને દરેક ના મનમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે આ બીજી વન-ડે રમાવાની છે. આ શ્રેણી જીતવા માટ ભારતની ટીમે પૂરી રીતે તૈયારી કરી લીધી છે. અગાઉ જ્યારે મેચ રમાઈ હતી ત્યારે ભારતે ઈન્ડિઝને હાર આપી હતી.

આજે અમદાવાદમાં બીજી વનડે માં ભારતનો જોરદાર ખેલાડી લોકેશ રાહુલ વાપસી કરશે. રાહુલના બેટિંગ ઓર્ડરને લઈને આજે પ્રશ્નાર્થ છે. જોવાનું એ રહેશે કે રોહિત કયા ક્રમે રાહુલને ઉતારે છે.

પહેલી મેચમાં ચહલ અને વોશિંગટન સુંદરની સારી બોંલીગને કારણે વેસ્ટ ઈન્ડિઝે માત્ર 176 રન બનાવ્યા હતા. બાદમાં કેપ્ટન રોહિત શર્માએ 60 રન માર્યા હતા જેથી ભારત પહેલી મેચ સરળતાથી જીતી ગયું હતું.

રોહિતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણું સારુ રહ્યું છે. સાથેજ રોહિત શર્માનું પર્ફોર્મન્સ પણ સૌથી વધારે સારુ રહ્યું છે. રોહિતની સાથે ગત મેચમાં ઈશાન કિશને પણ 36 બોલમાં 28 રન બનાવ્યા હતા. જોકે રાહુલ તેની બહેનના લગ્નને કારણે નહોતો રમી શક્યો. જોવ રાહુલ હોત તો ઈશાનને  બહાર રહેવું પડ્યું હોત.

હાંસોટમાં વિકૃત શિક્ષકે 5મા ધોરણની વિદ્યાર્થિનીને માપ લેવાને બહાને બોલાવી કર્યા અડપલાં, ભાગવા ગઈ તો ફાડી નાંખ્યું ફ્રોક!

હાંસોટ ગ્રામ્ય 5 માં ધોરણ અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શિક્ષકે માપ લેવાના બહાને અડપલાં કર્યા હતા. વિદ્યાર્થીની ભાગીને ઘરે પહોંચી માતા-પિતા આપવીતી કહી હતી. પિતા શિક્ષક ને કહેવા જતા પિતા જોડે ઝપાઝપી કરી શર્ટ ફાડી નાખ્યો હતો. અન્ય વિદ્યાર્થીની કુદરતી હાજતે જતા ધાબા પર જઈ તેમને જોતા હોવાની પણ ફરિયાદ કરી હતી. હવસખોર શિક્ષક કોમ્પ્યુટર ક્લાસમાં વિદ્યાર્થીની ઓ બોલાવી અશ્લીલ કલીપ પણ બતાવતો હોવાની વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યાં છે.

અંકલેશ્વર દીવા રોડ પર આવેલ સોસાયટી માં રહેતા અને અને માનસિક રીતે વિકૃત શિક્ષક ની હવસખોરી ની ઘટના સામે આવી છે. હાંસોટ ખાતે ગ્રામ્ય વિસ્તાર ફરજ બજાવતા ઈશ્વર ગુમાન પટેલ એ પોતાની શાળા માં ધોરણ 5 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને માપ લેવાના બહાને વર્ગખંડમાં બારી પાસે બોલાવી હતી અને બારી પાસે ઉભી રાખી માપ લીધા બાદ તેની જોડે શારીરિક અડપલાં કર્યા હતા. જે બાદ વિદ્યાર્થીની ત્યાંથી ભાગવા જતા તેને પકડી રાખી શારીરિક અડપલાં કરતા તેને પહેરેલ ફ્રોક પણ ફાડી નાખ્યું હતું. યેનકેન પ્રકારે શિક્ષકથી બચી બાળકી ઘરે પહોંચી હતી.

ગભરાયેલી બાળકીએ માતા-પિતાને પોતાની આપવિતી કહેતા તેવો પણ ડઘાઈ ગયા હતા. અને તેઓ શાળાએ પહોંચી ઈશ્વર પટેલને પુછાતા તે એકદમ ગુસ્સે થઇ બાળકીના પિતા સાથે ઝપાઝપી પર ઉતારી આવ્યો હતો અને મારઝૂડ કરવાની શરૂઆત કરી હતી. તેમજ બાળકીના પિતાનો શર્ટ પણ ફાડી નાખ્યો હતો. પોલીસ દ્વારા બાબતને ગંભીરતા લઇ તપાસમાં ઉતરતા શિક્ષક સામે વધુ ફરિયાદો સામે આવી હતી જેમાં ઈશ્વર પટેલ બાળકીઓ કુદરતી હાજતે જાય ત્યારે તેમની પાછળ પાછળ આવી ધાબા પર ચઢી તેમને નિહાળતો હતો. કોમ્પ્યુટર રૂમમાં વિદ્યાર્થીનીઓને અશ્લીલ વીડિયો બતાવતો હોવાના પણ આક્ષેપ કરાયાં હતાં. પોલીસે ઈશ્વર ગુમાન પટેલ વિરુદ્ધ પોકસો એક્ટ, છેડતી અને આઈ.ટી.એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

અંકલેશ્વર ખાતે રહેતા લંપટ શિક્ષક પોતાની પત્ની સાથે જ શાળા નોકરી કરી રહ્યો છે. પત્ની સહકર્મચારી હોવા છતાં પણ વિદ્યાર્થીની સાથે બદકામ કરવાની હિંમત રાખતા લંપટ શિક્ષક ઈશ્વર ગુમાન પટેલ સામે અગાઉ પણ 3 થી 4 વાર આવી ફરિયાદ થઇ હતી. જેને યેન કેન પ્રકારે દબાવી દેવામાં આવી હતી. જેમાં સમાજ ના આગેવાનો કેટલાક શિક્ષકો અને રાજકીય આગેવાનો ભૂંડી ભૂમિકાને લઇ બચી જતા પુનઃ આ કારસ્તાન કર્યું છે.

સરકારી શાળામાં ફરજ બજાવતા કામાંધ શિક્ષક ઈશ્વર ગુમાન પટેલને લઇ શિક્ષક જગત પુનઃ કલંકિત થયું છે. જેને લઇ હાંસોટ આખો મુદ્દો ટોક ટૉફ ઘી ટાઉન બન્યો છે. પોલીસ તેમજ શિક્ષણ અધિકારીઓ દોડતા જોવા મળી રહ્યા છે. અગાઉ પણ 3 થી 4 વાર આવી ફરિયાદ થઇ હતી. તો જે ગામ માં ફરજ બજાવતા હતા તે ગામ ના લોકો માં ભારે રોષ ફેલાયો છે.

નર્મદા જિલ્લાના DDO અંકિત પન્નુ 2 વખત UPSC ની પરીક્ષામાં થયા છે ઉત્તીર્ણ

ગુજરાત સરકારે હાલમાં જ 16 જેટલા IAS અધિકારીઓના બદલીના હુકમો કર્યા છે.જેમાં નર્મદા જિલ્લા DDO પી.ડી. પલસાણાની બદલી બોટાદ DDO તરીકે થઈ છે.એમની જગ્યાએ નર્મદા જિલ્લાના DDO તરીકે વર્ષ 2018 ના વર્ષના ગુજરાત કેડરના યુવાન IAS અધિકારી અંકિત પન્નુને મુકાયા છે.

22/06/1994 ના રોજ જન્મેલા અંકિત પન્નુએ વર્ષ 2016 માં પોલીમર સાયન્સ અને કેમિકલ ટેકનોલોજીમાં એન્જીનીયરીંગ કરેલું છે.એમના પિતા દિલ્હી પોલીસમાં ASI હતા.અંકિત પન્નુને IAS અધિકારી કેવી રીતે અને કેવા સંજોગોમાં બન્યા એ પણ એક દિલચસ્પ કિસ્સો છે.એમને અધિકારી બનવાની પ્રેરણા પોતાના પિતા દ્વારા મળી હતી.એમણે એન્જીનીયરીંગના ભણતર વખતે જ IAS અધિકારી બનવાનું નક્કી કરી લીધું, એન્જીનીયરીંગના ત્રીજા વર્ષથી જ એમણે UPSC ની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.વર્ષ 2016 માં એમણે UPSC ની પરીક્ષા આપી અને પેહલા જ પ્રયત્નમાં એમનો ઓલ ઇન્ડિયામાં 444 મો રેન્ક આવ્યો, એમને સરકારે IRS અધિકારીની ઓફર પણ કરી પરંતુ એમને તો IAS બનવું હતું.એમણે IRS બનવાનું માંડી વાળી ફરીથી UPSC ની તૈયારી પેહલા કરતા ડબલ મહેનતે શરૂ કરી, પરિણામ સ્વરૂપે 2017 ની UPSC ની લેવાયેલી પરીક્ષામાં બીજા પ્રયત્ને એમનો ઓલ ઇન્ડિયામાં 31 મો રેન્ક આવ્યો અને એમનું IAS અધિકારી બનવાનું સપનું સાકાર થયું.

UPSC ની પરીક્ષા સૌથી અઘરી માનવામાં આવે છે, IAS અંકિત પન્નુએ 2 વખતે UPSC ની પરીક્ષા પાસ કરી એ એમની સખત મહેનત અને ધીરજનું જ પરિણામ કહી શકાય.એમણે બીજી વાર UPSC ની પરીક્ષા એટલા માટે આપી કે IAS બનવાના સપના સાથે તેઓ કોઈ પણ જાતનો સમજોતો કરવા માંગતા ન્હોતા.IAS અંકિત પન્નુ નર્મદા જિલ્લાના DDO તરીકે મુકાયા એ પેહલા જૂનાગઢમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે કાર્યરત હતા.IAS અંકિત પન્નુ જણાવે છે કે UPSC ની તૈયારી કરતા ઉમેદવારોએ ધૈર્ય અને સકારાત્મક રહેવાની જરૂર હોય છે, પરીક્ષાની તૈયારી કરતી વખતે નેગેટિવ લોકોથી દૂર રહેવું જોઈએ.

  • વિશાલ મિસ્ત્રી,ન્યુઝલાઇન,રાજપીપળા

ઝઘડીયાના સારસા ગામે પટેલ ફળીયાના વૃદ્ધ પર કપીરાજે હૂમલો કરતાં હાલત ગંભીર

ભરૂચના ઝઘડીયા તાલુકાના સારસા ગામે પટેલ ફળિયામાં રહેતા એક ૬૧ વર્ષીય વૃધ્ધ રહીશ પર એક વાનરે હુમલો કરીને ઇજાગ્રસ્ત કર્યા હતા. રમેશભાઈ છોટાભાઇ પટેલ ઉર્ફે રાવજીભાઇ રેવાદાસ પટેલ નામના આ નાગરિક આજરોજ સવારના સમયે તેમના ઘરની બહાર બેઠા હતા ત્યારે ત્યાં કેટલાક વાનરો આવી ચડ્યા હતા. રાવજીભાઇએ તેમને ત્યાંથી હટાવવાની કોશિશ કરતા એક કપિરાજ ઉશ્કેરાયો હતો અને તેણે રીતસર રાવજીભાઇ પર હુમલો કર્યો હતો.

વાનરે હુમલો કરતા તેઓને પગ પર ઇજાઓ થવા પામી હતી. જોકે સદનશીબે આ જોઇને ફળિયાના કેટલાક યુવાનો ત્યાં દોડી આવતા વાનરો ભાગી ગયા હતા, અને રાવજીભાઇ વધુ ઇજાથી બચી ગયા હતા. જોકે આ ઘટના બાદ તેમને સારવાર માટે લઇ જવાયા હતા, અને ઇજાગ્રસ્ત ભાગે ટાંકા લેવા પડ્યા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સારસા ગામે વ‍ાનરો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. વાનરો દ્વારા ઘણા મકાનોની છત પર થતી કુદાકુદથી મકાનોના નળીયા પણ તુટી રહ્યા છે. આગળ પણ ઘણાબધા ગ્રામજનો વાનરોના હુમલાનો ભોગ બન્યા હતા, અને ઘણા ગ્રામજનો ગંભીર રીતે જખ્મી થતા તેઓને સારવાર માટે આગળ લઇ જવા પડ્યા હતા.છાસવારે બનતી આવી ઘટનાથી ગ્રામજનોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.

સ્ટેટ મોનીટરીંગ સેલે રાજપારડી ગામે દારૂ વેચતા સગીરને ઝડપ્યો

  • વિદેશી દારૂની નાની મોટી કાચની 101 નંગ બોટલ જેની કિંમત 13,880 તથા બાઈક કિંમત 20 હજાર, તથા રોકડા રૂપિયા મળી 39 હજારનો મુદ્દામાલ જપ્ત

ઝઘડિયાના રાજપારડી રહેતા વિજય વસાવા નેત્રંગ રોડ પર વિદેશી દારૂનો જથ્થો ખુલ્લી જગ્યામાં માણસો રાખી દારૂનો છૂટક વેપાર કરે છે. સ્ટેટ મોનીટરીંગ સેલ બાતમીના આધારે નેત્રંગ રોડ પર ખુલ્લી જગ્યામાં ત્રણ ઇસમો ભેગા મળી ગ્રાહકોને વિદેશી દારૂનું વેચાણ કરતા હતા.

જેમાં સેલની ટીમે એક છોકરાને ઝડપી પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમને તેની પાસે ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ બાદ ખુલ્લા ખેતરોમાં તપાસ કરતા જમીનમાં દબાયેલા એક પીપ તથા બોક્સમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલ છોકરાની ઉંમર ફક્ત 14 વર્ષની જ હોય અને સગીર હોય તેની માતાને પણ પોલીસ સ્ટેશન બોલાવી તેની રૂબરૂમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી ગણતરી કરેલ, જેમાં વિદેશી દારૂની નાની મોટી કાચની 101 નંગ બોટલ જેની કિંમત 13,880 તથા બાઈક કિંમત 20 હજાર, તથા રોકડા રૂપિયા મળી 39 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સગીર યુવક ને તેની માતાની રૂબરૂમાં પૂછતા તેણે જણાવેલ કે પકડાયેલ દારૂનો જથ્થો વિજય વસાવા રહે. રાજપારડી લાવતો હતો અને તે આ વિદેશી દારૂનો જથ્થો આપી બહાર ગયેલ છે અને તે ક્યાંથી અને કોની પાસેથી લાવે છે જેની ખબર નથી, જેથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજપારડી પોલીસ મથકમાં સગીર યુવક, વિજય વસાવા, જયેશ ઉર્ફે જયલો વસાવા, અમિત વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ભરૂચ : કંબોલી ગામથી આમોદ તાલુકાના કોઠી – વાતરસા ગામને જોડતા બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરાયું

ભરૂચ તાલુકાના કંબોલી ગામથી આમોદ તાલુકાના કોઠી – વાતરસા ગામને જોડતો ચાર કિમી નો માર્ગ અતિ બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનો તેમજ શાળામાં અભ્યાસ કરતા છાત્રો પારાવાર હાલાકી ભોગવી રહ્યા હતા. બિસ્માર માર્ગના સમાચાર પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થતા રેલવે કોરિડોરનું કામ કરતી કંપનીના કોન્ટ્રાકટર દ્વારા કંબોલી ગામ તરફથી માર્ગ પર પડેલા ખાડાના પેચવર્કનું કામ હાથ ધરવામાં આવ્યું છે.

હજુ પણ કોઠી – વાતરસા ગામ તરફ માર્ગ પર સમારકામ બાકી છે. જે સંદર્ભે કોઠી – વાતરસા ગામના ઉપસરપંચ સલીમભાઇએ મીડિયાના માધ્યમથી બાકી સમારકામ કંપનીના કોન્ટ્રાકટર દ્વારા હાથ ધરવામાં આવે એવી માગ કરી છે. સાથે સાથે મીડિયાના માધ્યમથી કંબોલી – કોઠી – વાતરસા ગામના બિસ્માર માર્ગને વાચા આપવા બદલ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

યુપી વિધાનસભા ચૂંટણી -૨૦૨૨ : બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જાહેર

  • વિદ્યાર્થિનીઓને મફત સ્કૂટી, પરિવારના એક સભ્યને રોજગાર આપવાનો વાયદો

ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ લોક કલ્યાણ સંકલ્પ પત્ર ના નામથી ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કર્યું છે. સંકલ્પ પત્રના કવર પજે પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીર છે. બીજેપીના સંકલ્પ પત્રમાં આગામી 5 વર્ષોમાં દરેક પરિવારમાં ઓછામાં ઓછા એક સભ્યને રોજગાર કે સ્વરોજગાર આપવાનો વાયદો કર્યો છે. જેમાં 5 વર્ષોમાં 3 કરોડ યુવાઓને રોજગાર અથવા સ્વરોજગાર આપવાનો દાવો કરવામાં આવ્યો છે.

સાથે કોલેજ જનાર હોશિયાર વિદ્યાર્થિનીઓને મફત સ્કૂટી આપવાનો વાયદો પણ કર્યો છે. ખેડૂતોની આવક ડબલ કરવાના ઉદ્દેશ્યથી ઘણા પ્રકારના પગલા ભરવાની વાત કરવામાં આવી છે. ભાજપા તરફથી જાહેર કરાયેલા લોક કલ્યાણ સંકલ્પ પત્રમાં ઉજ્જવલા યોજના અંતર્ગત હોળી અને દિવાળીના પ્રસંગે 2 સિલેન્ડર મફત આપવાનો વાયદો કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સીએમ યોગી આદિત્યનાથ અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

ભાજપના લોક કલ્યાણ સંકલ્પ પત્રમાં શું છે ખાસ

– દરેક ઘરમાં એક વ્યક્તિને નોકરી આપવામાં આવશે.

– અન્નપૂર્ણા યોજના હેઠળ સસ્તું અનાજ આપવામાં આવશે.

– ચોક્કસ માપદંડ હેઠળ છોકરીઓને સ્કૂટી આપવામાં આવશે.

– દરેક વિધવા અને નિરાધાર મહિલાને દર મહિને 1500 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.

– વિદ્યાર્થીઓ માટે ટેબલેટ અને સ્માર્ટ ફોન યોજના

– ખેડૂતો માટે પાક વીમા યોજના.

– ખેડૂતોને સિંચાઈ માટે મફત સોલાર પંપ આપવામાં આવશે.

  • યુપી બીજેપી સંકલ્પ પત્રમાં મોટી જાહેરાતો

સીમાંત અને નાના ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ બમણી કરવામાં આવશે, કોલેજ જતી વિદ્યાર્થીનીઓ અને કામ કરતી મહિલાઓને સ્કૂટી આપવામાં આવશે, વિદ્યાર્થીઓને લેપટોપ આપવામાં આવશે, ઉજ્જવલા યોજના હેઠળ દર વર્ષે ત્રણ મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે.

UP Assembly Elections 2022

ભરૂચ: નાંદ ગામે નવનિર્મિત આંગણવાડીનું ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે લોકાર્પણ

  • નાંદ ગામે નર્મદા નદીમાં દૂધનો અભિષેક કરી 52 ગજની ચૂંદડી ચઢાવી

ભરૂચ તાલુકાના નાંદ ગામે રૂપિયા પાંચ લાખના ખર્ચે આંગણવાડીનું નિર્માણ થતા નર્મદા જયંતીના દિવસે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે તેનું લોકાર્પણ થયું હતું. આ અવસરે ધારાસભ્યએ નર્મદામાં પાણી અને દૂધનો અભિષેક કરી 52 ગજની ચૂંદડી મા નર્મદાને ચઢાવી હતી.

ભરૂચ તાલુકાના નાંદ ગામે વર્ષો પહેલા બનેલી આંગણવાડી સાવ જર્જરીત અવસ્થામાં હતી. જેમાં ગામના બાળકોને અગવડતાઓનો સામનો કરવો પડતો હતો. સરકારે નવી આંગણવાડી બનાવવા રૂપિયા પાંચ લાખની ફાળવણી કરી હતી. જેના પગલે નવનિર્મિત આંગણવાદીનો લોકાર્પણ કાર્યક્રમ નર્મદા જયંતીના દિવસે નાંદ ગામે યોજાયો હતો. જેમાં જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ પ્રવિણસિંહ રણા, સહિતના આગેવાનોની હાજરીમાં ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકના ડિરેકટર નરેન્દ્રસિંહ રણાની હાજરીમાં ધારાસભ્ય અરૂણસિંહ રણાએ નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કર્યું હતું.

નર્મદા જયંતી નિમિત્તે ધારાસભ્ય અરૂણસિંહ રણાએ નાંદ ખાતે નર્મદાના જળમાં દૂધ અને પાણીનો અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી. જ્યારે ઝનોર ખાતે ધર્મવીરસિંહ સહિતના આગેવાનોની સાથે નર્મદા મૈયાને 52 ગજની ચૂંદડી અર્પણ કરી હતી.

પશ્ચિમ બંગાળના સાંસદ વિરુદ્ધ ભરૂચ-અંકલેશ્વર જૈન સમાજે પાઠવ્યું આવેદન

પશ્ચિમ બંગાળના ટીએમસી ના સાંસદ મૌઉઆ મૈત્ર સંસદમાં નિવેદન આપ્યુ પરિવાર કે જૈન પરિવારનો દીકરો પરિવારથી છુપાઈને અમદાવાદની ગલીઓમાં નોનવેજ ખાતો હોવાનું સંસદમાં નિવેદન કરતા જૈન સમાજમાં સાંસદ વિરુદ્ધની લાગણી વ્યાપી જવા પામી હતી. જેના વિરોધમાં જૈન સમાજ દ્વારા સાંસદ મૌઉઆ મૈત્ર જૈન સમાજની માફી માંગે અને સાંસદ જો માફી નહીં માંગે તો સંસદ સભાના અધ્યક્ષ તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરે તે માંગ સાથે ઉગ્ર રજૂઆત સાથે જૈન સમાજ દ્વારા ભરૂચ કલેક્ટરને અને અંકલેશ્વર ખાતે આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી.

જૈન સમાજ દ્વારા આજરોજ શક્તિનાથ મેદાન નજીક આવેલા જૈન મંદિરે ભેગા થઈ કલેકટર ઓફિસ પહોંચી ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી સાંસદ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથેનું આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયા, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જૈન સમાજના પ્રમુખ હિતેશ શાહ, જીગ્નેશ શાહ, રાજેશ શાહ, ચંદ્રકાંત શાહ, વિરલ શાહ સહિતના જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી કલેક્ટરને તેમજ અંકલેશ્વર ખાતે પણ અંકલેશ્વર જૈન સમાજે રજુઆત કરી હતી.

error: Content is protected !!