- ભરૂચ જિલ્લા કોંગ્રેસ 14 ફેબ્રુઆરીએ આપશે આવેદન
ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ અગ્રણી અને કામદાર નેતા અશોક પંજાબીએ મુલાકત લઈ ભરૂચ જિલ્લાની જી.આઇ.ડી.સી.માં કામકરતા શ્રમિકો અને તેની વ્યથા તથા તેમના શોષણ અંગે માહિતિ મેળવી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ઉપર પ્રદેશ અગ્રણી અને કામદાર નેતા અશોક પંજાબીના અધ્યક્ષ સ્થાને રવિવારે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા સહિત રાજ્યમાં વિવિધ ક્ષેત્રે સંકળાયેલા શ્રમિકો, કામદારોને આર્થિક, સામાજિક, કાયદાકીય રક્ષણ આપવા માટે જિલ્લા અને રાજ્યવ્યાપી આંદોલનની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી.
આ બેઠકમાં તેમણે શ્રમીકોને પડતી તકલીફો અનએ સરકારની ઉદાસીનતા પર આકરી વેદના દર્શાવી કોંગ્રેસ શ્રમિકોની પડખે રહી તેમને ન્યાય અપાવશેનું એલાન સાથે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો આપશેનું જણાવ્યું હતું. વધુમાં તેમણે વર્તમાન સરકાર હાલ ધાર્મિક ધ્રુવિકરણનો મુદ્દો બનાવી ચુંટણી પ્રચાર કરે છે સાથે સરકાર શ્રમિકોને શોષણ કરનારા ઉદ્યોગપતિઓને છાવરતી હોવાના આક્ષેપો પણ તેમણે કર્યા હતા.
ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં પણ કામદારોના વિવિધ પ્રશ્નોને વાચા આપવા જિલ્લા કોંગ્રેસ 14 ફેબ્રુઆરીએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરનાર છે.આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, અરવિંદ દોરાવાલા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.