ભરૂચ : નોકરી છિનવાતા પેટનો ખાડો પુરવા દંપતિ બન્યું લાચાર,સર્જાયા દારૂણ દ્રષ્યો

0
164
  • પટેલ સુપરમાર્કેટ પાસે મુકાયેલી કચરા પેટીમાંથી એક્ષપાયરી ડેટના ફૂડ પેકેટો વીણી પેટનો ખાડો પૂરતા પતિ-પત્ની
  • કરજણના વેમાર ગામના પતિની ડ્રાઇવિંગની નોકરી છીનવાઈ ગયા બાદ કઈ કામ ન મળતા કચરો વિણવાનું શરૂ કર્યું

વર્તમાન સમયમાં કોરોનાની થપાટના પગલે ગરીબ અને મધ્યમ વર્ગ માટે કપરી કસોટી સમાન સાબીત થઈ રહ્યા છે અને તેના પગલે નોકરીઓ છિનવાતા હજારો ગરીબ અને મધ્યમવર્ગીય લોકો બેકાર,બેઘર બની આમતેમ એક ટંકનું પેટિયુ રળવા મથામણ કરતા નજરે પડી રહ્યા છે. બેકારી, ગરીબીના દારુણ દ્રશ્યો અને માનવજાત, સમાજ તેમજ સરકારને પણ શર્મશાર કરી વિચાર કરી દેતી ઘટના ભરૂચમાંથી બહાર આવી છે. શહેરના પટેલ સુપરમાર્કેટમાં મુકેલી કચરા પેટીમાંથી વ્યવસ્થિત દેખાતા પતિ અને પત્ની કઈ શોધી રહ્યાં હતાં. જે અંગે વધુ તપાસ કરતા આ દંપતી મૂળ કરજણના વેમાર ગામનું હોવાનું બહાર આવ્યું હતું.

દોઢ મહિનાથી નોકરીની શોધખોળ કરતા અલ્પેશ અને કિંજલને કઈ કામ નહીં મળતા કચરો વિણવાનું શરૂ કેયું હતું. જોકે કચરો વીણી મળતા 30 થી 40 રૂપિયાથી બન્નેવનો પેટનો ખાડો પુરાઈ રહ્યો નથી. માતા-પિતાના અવસાન બાદ ધો. 10 પાસ અને ડ્રાઇવિંગ કરતા અલ્પેશને ફરી કામ નહીં મળતા ભરૂચમાં આવી કચરો વિણવાની શરૂઆત કરી હતી.

જોકે બેકારી, ગરીબી, લાચારી અને પેટની ભૂખની આગની આ કહાની આટલેથી અટકતી નથી. દંપતી સુપર માર્કેટની કચરા પેટીમાં કોઈ વેપારી દુકાનદારે નાખી દીધેલો એક્ષપાયરી ડેટના ફૂડ પેકેટનો જથ્થો વણી રહી હતી. જેને તેઓએ પોતાની જઠરાગ્નિ ઠારવામાં કામ લાગશે તેમ કહ્યું હતું. આ બેકાર અને લાચાર દંપતીની હૃદય દ્રાવક કથની સામે આવી છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ, સમાજ, તંત્ર અને સરકાર આગળ આવી કઈ કરે જરૂરી બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here