- ઉમરપાડામાં વિદ્યાર્થીની આત્મહત્યાથી ચકચાર
- ઝંખવાવ શાંતિનિકેતન હાઈસ્કૂલમાં વિદ્યાર્થીએ બ્લેક બોર્ડ પર કુદરતી ચિત્ર દોરી “ધ એન્ડ” લખીને જીવન ટૂંકાવી નાખ્યું
સુરતના ઉમરપાડા તાલુકાના વાડી ગામે વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઝંખવાવની શાંતિનિકેતન હાઈસ્કૂલની આ ઘટનામાં વિદ્યાર્થીએ બ્લેક બોર્ડ પર કુદરતી ચિત્ર દોરી “ધ એન્ડ” લખ્યું અને બાદમાં તુરંત જ જિંદગી ટૂંકાવી નાખી હતી. મૃતક વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. અને પ્રાથમિક માહિતી પ્રમાણે આ વિધાર્થી ભણતરના ભારથી દબાયેલો હોવાની વાત સામે આવી છે.
બારમાં ધોરણના વિધાર્થીની આ રીતે કરાયેલી આત્મહત્યા બાદ શાળાના શિક્ષકો અને વિધાર્થી આલમમાં સોંપો પડી ગયો હતો. ઘટનાની જાણ થતા જ માંગરોળ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વિધાર્થીએ શા માટે શાળામાં આત્મહત્યા કરી છે ? તેના કારણો અને તારણોની ખૂટી કડી પોલીસ મેળવી રહી છે.