- સગીર વયના નરાધમએ આ અગાઉ પણ એક બાળકીની છેડતી કરી હોવાના આક્ષેપો થયા હતા.
- ૧૭ વર્ષીય સગીર બાળકે પ વર્ષની સગીરાને વેલેન્ટાઈન ડે ના દિવસે ભોગ બનાવી..
- અંકલેશ્વર રૂરલ પોલીસે ૧૭ વર્ષીય સગીર સામે બળાત્કાર અને પોસ્કો ગુનો દાખલ કર્યો.
ભરૂચ જિલ્લામાં પણ માસુમ બાળકીઓ હવે સુરક્ષિત રહી નથી. આવો જ એક કિસ્સો ભરૂચ જિલ્લાના પાનોલી પંથકમાંથી સામે આવ્યો છે જેમાં ૧૭ વર્ષીય વિકૃત કિશોરે પાંચ વર્ષની માસૂમ બાળકીને પોતાના ઘરે લાલચાવી લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવતા પોલીસે વિકૃત નરાધમ સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
અંકલેશ્વર પંથકના પાનોલીના એક ગામમાં એક જ ફળીયામાં રહેતા એક ૧૭ વર્ષીય કિશોરે એક ૫ વર્ષીય માસુમને પોતાની હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચરતા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં પીડીત ૫ વર્ષીય બાળકીની માતાએ આ વિકૃત કિશોર વિરૂધ ફરીયાદ નોંધાવી છે.
જેમાં બાળકી બહાર રમતી હતી ત્યારે આ ૧૭ વર્ષીય વિકૃત માનસીકતા ધરાવતા ૧૭ વર્ષીય કાર્તિકે તેને પટાવી, ફોસલાવી,લલચાવી પોતાના ઘરે લઈ જઈને તેના ઉપર ક્રુરતા પૂર્વક દુષ્કર્મ આચરી બાળકીને છુટી મુકી આ વિકૃત કિશોર ભાગી છુટ્યો હતો. બાદમાં છોકરીની માતાને આ અંગે જાણ થતાં તેણે આ કિશોર વિરૂધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
જેના પગલે અંકલેશ્વર તાલુકા પોલીસે પણ ૧૭ વર્ષીય કિશોર કાર્તિક સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની શોધ આરંભી છે.
ઉલ્લેખનીય છે કે આ ૧૭ વર્ષીય કાર્તિક આ અગાઉ પણ એક છોકરીની છેડતી કરી હોવાના આક્ષેપોમાં ચર્ચાયો હતો. આ કેસમાં પોલીસે ભોગ બનનાર પ વર્ષીય બાળકીને સારવાર અર્થે પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પીટ્લ અને ત્યાંથી વધુ સારવાર અર્થે રીફર કરાઇ હોવાના તેમજ બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ થઈ હોવાના એહવાલ મળી રહ્યા છે.